Aapnu Gujarat
Uncategorized

મોદી સરકારને આ ચૂંટણીમાં ૨૦૦ બેઠકો પણ નહી મળે : અહેમદ પટેલનાં તીખા પ્રહારો

આજે કોંગ્રેસના રાષ્ટ્રીય ખજાનચી અહેમદ પટેલે રાજકોટમાં એક પત્રકાર કોન્ફરન્સ યોજી મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને કોંગ્રેસના આ વખતે સત્તા પર આવવાનો આશવાદ વ્યકત કર્યો હતો. એહમદ પટેલે ભારે વિશ્વાસ સાથે જણાવ્યું કે, મોદી સરકારને આ વખતની ચૂંટણીમાં ૨૦૦ બેઠકો પણ નહી મળે. ગુજરાતમાં કોંગ્રેસ દસથી પંદર બેઠકો લઇ જશે. અહેમદ પટેલે રાષ્ટ્રીય સુરક્ષા, ભાજપની નીતિ વિશે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું કે, ભાજપ સરકારે જે રાજ ચલાવ્યું તેનાથી તમામ વર્ગ દુઃખી હોવાનું સામે આવ્યું છે. આપણને કહેતા દુઃખ થાય છે પરંતુ લોકસભાની ચૂંટણીના તમામ સાત ચરણના પરિણામો બાદ નરેન્દ્રભાઈ તા.૨૩મી મે પછી પૂર્વ વડાપ્રધાન બની જશે. એહમદ પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, જે પણ સત્તામાં પાર્ટી હોય તેને જનતાને હિસાબ આપવો જોઈએ. ભાજપ સત્તામાં રહીને કોંગ્રેસ પાસે હિસાબ માગે છે. છેલ્લા ૫ વર્ષમાં તમે શું કર્યું, વાયદાઓનું શું થયું તેવું અમને પુછે છે, પરંતુ ખરા અર્થમાં આ હિસાબો તેમણે આપવા જોઇએ. અહેમદ પટેલે ગુજરાતમાં ૧૫ જેટલી બેઠકો જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો, જેમાં સૌરાષ્ટ્રની ૫-૬ બેઠકો જીતવાનો પણ દાવો કર્યો હતો. અહેમદ પટેલે ભાજપના નોટબંધી અને જીએસટીને લઇને પણ આકરા પ્રહારો કર્યા હતા કે, મોદી સરકારની નોટબંધી, જીએસટી સહિતની અનેક યોજનાઓ નિષ્ફળ રહી છે અને ઉલ્ટાનું સામાન્ય જનતા, નાના વેપારીઓ, ખેડૂતો, યુવાઓની કફોડી હાલત બની છે. તેમણે જણાવ્યું કે, હાલ જીએસટીના કારણે વેપારીઓ પરેશાન છે. વિદ્યાર્થી, બહેનો, ખેતમજૂર, આદિવાસી, દલિત પરેશાન છે. મારું માનવું છે કે, ભાજપના નેતૃત્વવાળી સરકારને જનતા બીજી ટર્મ નહીં આપે. અહેમદ પટેલે પોતાની પાર્ટીમાંથી પક્ષપલ્ટો કરતા નેતાઓ વિશે જણાવ્યું હતું કે, કોંગ્રેસમાંથી જતા લોકો અંગત સ્વાર્થ માટે જઈ રહ્યા છે.
ભાજપ પાર્ટીમાંથી નેતાઓને તોડીને તેમને મંત્રી પદ કરતા પણ વિશેષ લાલચ આપવાનો આક્ષેપ કર્યો હતો. અહેમદ પટેલે વધુમાં જણાવ્યું કે, પક્ષપલ્ટો કરનાર નેતાઓને ભવિષ્યમાં કોંગ્રેસે બીજી વખત ટિકિટ આપતા પહેલા કાળજી લેવી પડશે. અહેમદ પટેલે હાર્દિક પરના હુમલાની ઘટનાને વખોડી હતી અને હાર્દિક પર થયેલા હુમલાને કડક શબ્દોમાં નિંદા કરી હતી.
તેમણે ઉમેર્યું કે, દરેક પાર્ટીએ સૈદ્ધાંતિક લડાઈ લડવી જોઈએ, આ પ્રકારે હિંસક હુમલો યોગ્ય નથી. અહેમદ પટેલે ગુજરાતમાં ડબલ ડિજિટથી કોંગ્રેસ જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા ભાજપ પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, ભાજપ પોતાની નિષ્ફળતા છુપાવવા ગતકડાં કરે છે. અહેમદ પટેલે ઉમેર્યુ કે, જ્યારે ચૂંટણીના પરિણામ આવશે ત્યારે ભાજપ ૧૫૦-૧૬૦ સીટ નહીં લાવી શકે તેમના સાથી મિત્રો સાથે મળીને તે દેશમાં ૨૦૦ સીટ નહીં લાવી શકે. ભાજપ એક તરફ સિદ્ધાંતની વાત કરે છે અને બીજી બાજું લોકશાહીની ઢબે ચૂંટાયેલા ધારાસભ્યોને તોડે એ યોગ્ય નથી. આ વખતની લોકસભા ચૂંટણીમાં દેશની જનતા કોંગ્રેસને ફરી એકવાર સત્તાનું સુકાન સોંપે તેવું લાગી રહ્યું છે.

Related posts

હાફીઝની મુક્તિની સામે દુનિયા એકમત થઇ ગઇ : જેટલી

aapnugujarat

શ્રી સોમનાથ મહાદેવને કેરળના ચેન્ડામેલમ્ પારંપારિક વાદ્યથી સમુહ દ્વારા સુર આરાધના

aapnugujarat

ગીર-સોમનાથ જિલ્લામાં આગામી વિધાનસભા ચૂંટણીની તડામાર તૈયારીઓ પૂરજોશમાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1