Aapnu Gujarat
Uncategorized

કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા ના હસ્તે જાહેરસભા અને ઉદ્ઘાટન, જેતપુર શહેરના કાર્યકરો જોડાયા

જેતપુરથી અમારા સંવાદદાતા જયેશ સરવૈયા જણાવે છે કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે 28મી ફેબ્રુઆરીના દિવસે મતદાન યોજાવાનું જઈ રહ્યું છે ત્યારે જેતપુરમાં વોર્ડ નંબર 11માં પાલિકાની પેટા ચૂંટણી છે જેમાં 2 ઉમેદવારો વચ્ચે સીધો જંગ યોજાવા જઇ રહ્યો છે

જેતપુર નવાગઢ નગરપાલિકાના જે સદસ્ય કોરોનાને લીધે મૃત્યુ પામ્યા જેની સીટ ખાલી પડતા પેટા ચૂંટણી એકજ વોર્ડ માં હોય જેને ધ્યાને રાખી ને ભાજપ પક્ષ દ્વારા જાહેર સભા અને મધ્યસ્થ કાર્યાલય ખોલી પ્રચારની શરૂઆત કરી દીધી છે ત્યારે શહેરના વોર્ડ નંબર 11 માં જેતપુર ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડિયા દ્વારા જાહેરસભા યોજવામાં આવી તેમજ મધ્યસ્થ ભાજપનું કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું છે ત્યારે કાશી વિશ્વનાથ મંદિર સામે લવલી પાન પાસે વોર્ડ નંબર 11ના ભાજપના ઉમેદવારના સમર્થનમાં મંત્રીશ્રી દ્વારા જાહેર સભા ત્યારબાદ મધ્યસ્થ કાર્યાલય કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડિયા દ્વારા ખુલ્લું મુકવામાં આવ્યું છે
ત્યારે આ જાહેરસભા અને કાર્યાલય ખુલ્લા મૂકવા ના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ડોબરીયાવાડી વૉર્ડનં 11ના વાસીઓ જોડાયા હતા અને કેબિનેટ મિનિસ્ટર દ્વારા કાર્યાલય ખુલ્લું મુકવામાં આવ્યું હતું અને આશાવાદ વ્યક્ત કર્યો હતો વોર્ડ નંબર 11ના ઉમેદવાર કિરીટભાઈ માવાણી જંગી બહુમતિ સાથે વિજય થશે

આ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ મનસુખભાઈ ખાચરિયા, પૂર્વ નગરપાલિકા પ્રમુખ સુરેશભાઈ સખરેલીયા, જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિયેશનના પ્રમુખ જેન્તીભાઈ રામોલિયા,તેમજ શહેર પ્રમુખ રમેશભાઈ જોગી તેમજ જેતપુર શહેરના તમામ હોદ્દેદારો તેમજ કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા અને નગરપાલિકાની ચૂંટણીના જાહેરસભા યોજી પ્રચારના શ્રીગણેશ કરવામાં આવ્યા.

Related posts

ગઢડા ગોપીનાથજી સ્વામિનારાયણ મંદિરની ચૂંટણી જીતતાં દેવપક્ષનાં સમર્થકોએ ઉજવણી કરી

aapnugujarat

ભાવનગર રેલવે મંડળમાં ક્લીન પ્રસાધન દિવસની ઉજવણી કરાઈ

editor

પાણીની સમસ્યા મુદ્દે જામનગર-સાણંદના ખેડૂતોનો હલ્લાબોલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1