Aapnu Gujarat
Uncategorized

વેકસીનના 100 કરોડ પાર કરતા ચુડા CHC સેન્ટર ઝળહળી ઉઠ્યું

ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર

દેશમાં વેકસીનના 100 કરોડ ડોઝ નો આંકડો પાર થઈ ગયો છે જેની સિદ્ધિ ના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લાના સામુહિક આરોગ્ય કેન્દ્ર ચૂડા ખાતે વેકસીનેશનના મહાઅભિયાનની ઊજવણી કરવામાં આવી હતી.
આ ઐતિહાસિક અવસરે દેશ ભરમાં ઉજવણીનો માહોલ છે જેના ભાગરૂપે વિવિધ જગ્યાઓએ રોશની બિલ્ડિંગો શણગારવામાં આવ્યા છે.

ત્યારે સામુહિક આરોગ્ય કેન્દ્રના ચુડા બિલ્ડીંગને વિવિધ લાઈટોથી શણગારીને ભવ્ય વેકસીનેશન મહાઅભિયાનની ખૂબ ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી.
એક અબજ નાગરિકોને કોરોના રસીનો ડોઝ આપી ને ભારત આ સિધ્ધિમાં ચીનની સાથે છોડાયું છે.
કહેવામાં આવે તો કોરોના યોદ્ધાઓ, રસી આપનાર કર્મચારીઓ, સ્વચ્છતા જાળવનાર કર્મચારીઓ, પેરામેડિકલ સભ્યો, પોલીસ કર્મીઓ વગેરે પ્રતિ કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે આજે સંધ્યા રાત્રિના સમયે રાજ્યભરમાં વિવિધ બિલ્ડિંગોને રોશનીમાં ચળકતાં કરવામાં આવ્યા છે ત્યારે ચુડા chc રોશનીમાં ઝળહળી ઉઠ્યું હતું.
સી.એચ.સી ના અધિક્ષક શ્રી ડો ભગિરથસિંહ પરમાર. મેડિકલ ઓફિસર ડો પૂજા પરેચા , તથા ડૉ મહેશભાઈ ચાવડા
હેડ ક્લાર્ક એ.યુ મકવાણા
એકાઉન્ટન્ટ મુકેશભાઈ ઠાકોર સહીત સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.

Related posts

“શ્રી સરસ્વતી શિક્ષણ મહાવિદ્યાલય”નો ભૂતવડ ખાતે થયો શુભારંભ

editor

મોજ નદીમાં ટ્રેક્ટર ફસાયું

editor

આજનું ભૌગોલિક ભારત એ સરદારની ભેટ છે : કેન્દ્રીય મંત્રીમનસુખભાઈ માંડવિયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1