Aapnu Gujarat
Uncategorized

આજનું ભૌગોલિક ભારત એ સરદારની ભેટ છે : કેન્દ્રીય મંત્રીમનસુખભાઈ માંડવિયા

આઝાદીના લડવૈયા અને ગુજરાતના પનોતાપુત્ર સ્વપ્નદ્રષ્ટા, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિને રાષ્ટ્રીય એકતા દિવસના સ્વરૂપમાં ઉજવવાની શરૂઆત લોકલાડીલા નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરી છે. આ દિવસે દેશમાં રન ફોર યુનિટી કાર્યક્રમના માધ્યમ થી રાષ્ટ્રીય એકતાનો સંદેશો આપી સરદાર સાહેબને સ્મરણાંજલિ આપવામાં આવે છે.

આ કાર્યક્રમના ઉપક્રમે રાજકોટ ખાતે રન ફોર યુનિટીનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવેલ હતો, જેમાં કેન્દ્રિય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવેઝ, શીપીંગ, કેમિકલ્સ અને ફર્ટીલાઈઝર્સ-મંત્રીશ્રી શ્રી મનસુખભાઈ માંડવિયા ખાસ ઉપસ્થિત રહ્યા આ પ્રસંગે તેમણે જણાવેલ હતું કે, “આઝાદી પછી સૌથી કપરું કાર્ય દેશને એક કરવાનું હતું આજની લોકશાહી અને દેશનો ભૌગોલિક વિસ્તાર એ સરદાર સાહેબની ભેટ છે. આશરે ૫૭૨ જેટલા દેશી રઝ્વાડાઓનું વિલીનીકરણ એ આઝાદીની લડાઈ જેટલું જ પણ કપરું કાર્ય હતું જે સરદારની કુનેહ અને વિવેક બુદ્ધિથી પાર પડ્યું અને આજના આધુનિક ભારતનું નિર્માણ થયું.સરદાર સાહેની સાદાઈ, અકિંચનવૃતિ અને રાષ્ટ્રપ્રેમનાં ગુણ આવનારા હજારો વર્ષો સુધી માનવજીવનનું માર્ગદર્શન કરશે. રાષ્ટ્રહિતની વચ્ચે કોઈ પણ હિત ન આવે તેની સાચી સમજ મેળવવા સરદાર સાહેબનું જીવન પુરતું છે. એક નાનકડો પ્રસંગ આ માટે પુરતો છે જ્યારે સરદાર સાહેબ દેશના ગૃહ મંત્રી હતાં ત્યારે પોતાના સ્વજનોને અંગત કામે કોઈ પત્ર લખે તો પોતાના ખિસ્સામાંથી ટપાલટીકીટ કાઢીની એ પત્ર પોસ્ટ કરવા ચોટાડતા. આ અણીશુદ્ધતા અને પારદર્શકતા એ સરદાર સાહેબના જીવનની ઓળખ છે. પણ કમનસીબે ભૂતકાળની સરકારો એ સરદાર સાહેબને ઈતિહાસ માંથી ગાયબ કરવાનો હીન પ્રયાસ કરેલો જે ખુબ દુખદ બાબત છે. સરદાર સાહેબે દેશ માટે કરેલા કાર્યનું ઋણ ક્યારેય પણ ઉતારી શકાય નહિ તેવું છે અને માટે જ કોઈ ગમે તેટલા પ્રયત્ન કરે સરદારની સ્મૃતિ હજારો વર્ષો ચિરકાલીન રહેશે. સરદારના માર્ગે ચાલવું એજ સરદાર સાહેબને સાચી શ્રદ્ધાંજલિ છે.”

આ કાર્યક્રમમાં રાજકોટ શહેરનાં નાગરિકો અને કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

Related posts

एशेज : चौथे टेस्ट के लिए स्टार्क और स्मिथ की हुई वापसी, ख्वाजा बाहर

aapnugujarat

સાસણ દેવળિયા સફારી પાર્કમાં સિંહોનો કર્મચારીઓ પર હુમલો

aapnugujarat

આલિયા સાથે કોઇ મતભેદ હોવાનો જેક્લીનનો ઇનકાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1