Aapnu Gujarat
ગુજરાત

સાત દિવસમાં પરવાનાવાળા હથિયારો સંબંધિત પોલીસ મથકમાં જમા કરાવી દેવા વડોદરા જિલ્લા મેજિસ્ટ્રેટનો આદેશ 

જિલ્લા મેજિસ્ટ્રેટ પી.ભારતીએ વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૧૭ માટે શાંતિપૂર્ણ વાતાવરણની રચના તેમજ નિર્ભય મતદાન કરવાની સુવિધા માટે તેમની હકુમત હેઠળના વડોદરા જિલ્લાના ગ્રામ વિસ્તારના પરવાનેદારોને તેમના હથિયારો જાહેરનામું પ્રસિધ્ધ થયાની તારીખથી સાત દિવસની મુદતમાં સંબંધિત પોલીસ મથકોમાં જમા કરાવી દેવા આદેશ કર્યો છે. તમામ પોલીસ મથકોને પણ તેમના કાર્યક્ષેત્રના વિસ્તારમાં રહેતા પરવાનેદાર હથિયાર ધારકો પાસેથી હથિયાર જમા લેવા માટે જરૂરી પગલાં લેવા અને હથિયારો જમા લીધાની જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરીને જાણ કરવા સૂચના આપી છે.

આ આદેશનું પાલન જાહેરનામામાં જણાવેલા અપવાદરૂપ પરવાનેદારો સિવાય, જિલ્લા મેજિસ્ટ્રેટ, વડોદરાના પરવાનાથી કે પરવાનો આપવા માટે સક્ષમ અન્ય કોઇ સત્તાધિકારીના પરવાનાથી હથિયાર ધરાવતા તમામ લોકોએ કરવાનું છે. હથિયારોનું ખરીદ-વેચાણ કરતા પરવાનેદારો, આ સમયગાળા દરમિયાન વેચાણ કરેલા પરવાનેદાર હથિયારોની ખરીદનારાઓને સોંપણી કરી શકશે નહીં. સંબંધિત પોલીસ મથકોએ જમા લીધેલા હથિયારો તા.૨૦/૧૨/૨૦૧૭ પછી અલગ આદેશની જરૂર વગર પરવાનેદારોને પરત સોંપવાના રહેશે. પરવાનેદારોએ માત્ર તેમના હથિયારો જમા કરાવવાના છે. તેના કાટ્રીજ/દારૂગોળો જમા કરાવવાની જરૂર નથી. જાહેરનામાના અમલમાંથી જેમને મુક્તિ મળવાપાત્ર છે તેની જાણકારી સંબંધિત પોલીસ મથકમાં મળી શકશે. આ આદેશનું ઉલ્લંધન કરનારાઓ શસ્ત્ર અધિનિયમ-૧૯૫૯ની કલમ ૨૫ તેમજ ઇ.પી.કો. કલમ ૧૮૮ પ્રમાણે દંડનીય પગલાં અને સજાને પાત્ર ઠરશે. શહેર પોલીસ કમિશનર દ્વારા તેમની હકુમત હેઠળના શહેરી વિસ્તારોમાં આ કામગીરી શરૂ કરવામાં આવી છે.

Related posts

विधानसभा उपचुनाव में कांग्रेस पार्टी जुट गई

aapnugujarat

તોડ કરતાં રામોલ પોલીસના હેડકોન્સ્ટેબલ ઝડપાઈ ગયા

aapnugujarat

४४ टंकी जर्जर और सबसे ज्यादा उत्तर-पश्चिम जोन में

aapnugujarat

Leave a Comment

UA-96247877-1