Aapnu Gujarat
Uncategorized

કોરોના કાળ પછી મકાનોની ડિમાન્ડ ખૂબ જ વધી

કોરોના કાળ પછી મકાનોની ડિમાન્ડ ખૂબ જ વધી છે, પરંતુ અગાઉનાં વર્ષોની સરખામણીમાં આ સમયગાળામાં પ્રોપર્ટીના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે, જેમાં પ્રોપર્ટી માટે જમીનોના ભાવ વધવાની સાથે મકાન માટે જરૂરી રો મટીરિયલના ભાવમાં પણ ધરખમ વધારો થયો છે, જેના પગલે કોરોના પછી પ્રોપર્ટીના ભાવમાં વધુ વધારો નોંધાયો છે.શહેરના પૂર્વ વિસ્તારોમાં નાના ચિલોડાથી લઈ અસલાલી સુધીનો વિસ્તાર છેલ્લાં ૧૦ વર્ષમાં સૌથી વધુ ડેવલપ થયો છે અને હાલમાં પણ રોકેટ ગતિએ વિકસી રહ્યો છે. પૂર્વ વિસ્તારમાં થયેલા વિકાસને પગલે હવે તે પશ્ચિમના વિકસિત વિસ્તારો સાથે કદમથી કદમ મિલાવી રહ્યો છે, જેના પગલે હવે મોટી સંખ્યામાં પશ્ચિમ વિસ્તારમાં ગયેલા લોકો પણ પૂર્વ તરફ પોતાનું મકાન વસાવી રહ્યા છે, જેના પગલે પૂર્વ વિસ્તારમાં છેલ્લાં પાંચ વર્ષમાં પ્રોપર્ટીના ભાવમાં ૨૫ ટકાથી વધુનો વધારો નોંધાયો છે, જે ગોલ્ડના ભાવમાં થઈ રહેલા વધારા કરતાં વધુ ઝડપે વધવાની સાથે શેરબજારમાં સેન્સેક્સ કરતાં ઝડપી વધી રહ્યો છે. પૂર્વ વિસ્તારમાં છેલ્લાં પાંચ વર્ષમાં નાના ચિલોડા, નરોડા, હંસપુરા, નિકોલ, વસ્ત્રાલ, રામોલ, વટવા, નારોલ, લાંભા અને અસલાલી વિસ્તારનો ખૂબ જ ઝડપી વિકાસ થયો છે. તેમાં પણ નિકોલ અને વસ્ત્રાલનો વિકાસ વધુ થયો છે અને ત્યાં મધ્યમ ઉચ્ચ મધ્યમ તેમ જ હાયર ક્લાસના લોકો મોટી સંખ્યામાં પોતાનું ઘરનું ઘર વસાવી રહ્યા છે. તેની સાથે જ લોકો હવે કોરોના કાળ પછી શહેરની ગીચ વસતીથી બહાર નીકળી મોટી સંખ્યામાં લોકો ખુલ્લા વાતાવરણમાં જઈ રહ્યા છે, જેના પગલે સ્વતંત્ર બંગલા, ટેનામેન્ટ, ટુ થ્રી કે ફોર બીએચકેના ફ્લેટ તેમ જ લક્ઝુરિયસ એફોર્ડેબલ મકાનોની ડિમાન્ડ ખૂબ જ વધી છે. એ જ રીતે પૂર્વમાં ઔદ્યોગિકીકરણ વધતા મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ હવે રહેવા માટે નિકોલ, હંસપુર વસ્ત્રાલ જેવા વિસ્તારોની પસંદગી કરી રહ્યા છે. પૂર્વનો વિકાસ થવા માટે ત્યાં ઉપલબ્ધ ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પણ મુખ્ય કારણ છે, જેમાં લોકોને નેશનલ હાઈવે, એક્સપ્રેસ હાઈવે, એસપી રિંગરોડની સાથે પહોળા રોડ રસ્તા તેમ જ નજીકમાં રેલવે સ્ટેશન, એરપોર્ટ, મેટ્રો ટ્રેનની સાથે બીઆરટીએસની સુવિધા મળી રહી છે, તેથી આ વિસ્તારના લોકો ખૂબ જ ઓછા સમયમાં શહેરના કોઈ પણ ખૂણે પહોંચી શકે છે. બિલ્ડરોના જણાવ્યા મુજબ, નિકોલ સહિત આસપાસના વિસ્તારોમાં મોલ મલ્ટિપ્લેક્સ, સુપરમાર્કેટ, નેશનલ, ઇન્ટરનેશનલ બ્રાન્ડના સ્ટોર, સારી સ્કૂલોની સુવિધા મળી રહી છે. એ જ રીતે નારોલ, લાંભા, અસલાલી જેવા વિસ્તારોમાં રોજગાર વધવાની સાથે એફોર્ડેબલ મકાનોની ડિમાન્ડ વધી છે. આ વિસ્તારમાં ૩૦થી ૩૫ લાખના ખર્ચે ઉપલબ્ધ એફોર્ડેબલ લક્ઝુરિયસ મકાનોની પણ ડિમાન્ડ જાેવા મળી છે, તેમાં પણ સૌથી વધુ ડિમાન્ડ આઈટી, ફાર્મા સેક્ટર સાથે જાેડાયેલા કર્મચારીઓમાં આવા મકાનોની ડિમાન્ડ વધુ છે.

Related posts

વેરાવળમાં CAAના સમર્થનમાં રેલી યોજાઈ

aapnugujarat

કલોલ ૯, દિયોદર ૮, હળવદમાં ૧૦ ઇંચથી વધુ વરસાદ : જનજીવન ખોરવાયું

aapnugujarat

અમદાવાદમાં સી- પ્લેન સેવા માટે નવું પ્લેન ખરીદાશે

editor

Leave a Comment

UA-96247877-1