Aapnu Gujarat
Uncategorized

અમદાવાદમાં મેટ્રો ટ્રેન શરૂ થતાં શહેરમાં ચારચાંદ લાગી જશે

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારના લોકો વસ્ત્રાલ સહિત અન્ય સ્ટેશનેથી બેસી ગણતરીની મિનિટોમાં કાલુપુર રેલવે સ્ટેશન, ઘીકાંટા કોર્ટ, આશ્રમ રોડ, સીજી રોડ, ગુજરાત યુનિવર્સિટી, એસજી હાઈવે, થલતેજ, પાલડી, વાસણા, વાડજ, સુભાષબ્રિજ, સાબરમતી તેમ જ મોટેરા સુધી સરળતાથી પહોંચી શકાશે. એ જ રીતે ફેઝ-૨નું કામ પૂર્ણ થતા મેટ્રોની મદદથી એરપોર્ટ, પીડીપીયુ, ઇન્ફોસિટી, સચિવાલય, મહાત્મા મંદિર તેમ જ ગાંધીનગર રેલવે સ્ટેશન સુધી તેમ જ તેની આસપાસના વિસ્તારમાં લોકો સરળતાથી પહોંચી શકે તેવી સુવિધા મળી શકશે.શહેરના ઝડપી વિકાસની સાથે પૂર્વ અમદાવાદ હવે પશ્ચિમ અમદાવાદ સાથે કદમથી કદમ મિલાવી આગળ વધી રહ્યો છે. પૂર્વ અમદાવાદમાં મોટી હોસ્પિટલોની સાથે નેશનલ અને ઇન્ટરનેશનલ બ્રાન્ડની તમામ પ્રોડક્ટ મળી રહી છે. ત્યારે પૂર્વના નિકોલ અને વસ્ત્રાલ વિસ્તારનો સૌથી વધુ વિકાસ થઈ રહ્યો છે. આ પરિસ્થિતિમાં શહેરની પહેલી મેટ્રો ટ્રેનનું સંચાલન પણ વસ્ત્રાલ વિસ્તારમાં શરૂ કરી દેવામાં આવ્યું છે. મેટ્રો ટનલ જમીનની ૧૮ મીટર નીચે બનાવવામાં આવી છે. મુસાફરોની સલામતી માટે ટનલમાં ૨૫૦ મીટર અંતરે ટનલ ક્રોસ પેસેજ સાથે જાેડવામાં આવી છે. મેટ્રો ટનલ જમીનની ૧૮ મીટર નીચે બનાવવામાં આવી છે. મુસાફરોની સલામતી માટે ટનલમાં ૨૫૦ મીટર અંતરે ટનલ ક્રોસ પેસેજ સાથે જાેડવામાં આવી છે. હાલમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા ફેઝ-૧માં વસ્ત્રાલથી થલતેજ સુધીના ઇસ્ટ વેસ્ટ કોરિડોરની સાથે એપીએમસી વાસણાથી મોટેરા સુધીના ૪૦ કિલોમીટર લાંબી ટ્રેકની કામગીરી ચાલી રહી છે. એ જ રીતે ફેઝ-૨માં મોટેરાથી ગાંધીનગર મહાત્મા મંદિર સુધીની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે આવનારા સમયમાં આ મેટ્રો પૂર્વ વિસ્તારની લાઇફલાઇન બનશે તે નક્કી છે. ઉલ્લેખનીય છે કે, મેટ્રોના ફેઝ-૧ની કામગીરી ઓગસ્ટ, ૨૦૨૨ સુધીમાં પૂર્ણ કરી દેવાશે. જ્યારે ફેઝ-૨ની કામગીરી પણ ૨૦૨૪ સુધીમાં પૂર્ણ થાય તેવી શક્યતા છે. શહેરના વિકાસની સાથે મોટી સંખ્યામાં રહેણાક વિસ્તારો વસ્ત્રાલ નિકોલ અને તેની આસપાસ બની રહ્યા છે. જ્યાં મોટી સંખ્યામાં શહેરની ગીચ વસતીમાંથી લોકો બહાર નીકળી ટુ બીએચકે, થ્રી બીએચકે તેમ જ ફોર બીએચકે ફ્લેટોની સાથે બંગલાની ખરીદી કરી રહ્યા છે. લોકો મેટ્રો ટ્રેનની મુસાફરી કરી શકે તે માટે જરૂરી પાર્કિંગ વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવશે.

Related posts

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં ૧ માં ૧૩૮ બાળકો વચ્ચે યોજાઈ તદુંરસ્તી હરીફાઇ

aapnugujarat

તહેવાર સમયે સુરતમાં રોજના ૭૦ કરોડના કપડા, ૧૫ કરોડનું સોનું વેચાણ

editor

लव ट्रायएंगल पसंद है : अनन्या

aapnugujarat

Leave a Comment

UA-96247877-1