Aapnu Gujarat
Uncategorized

તહેવાર સમયે સુરતમાં રોજના ૭૦ કરોડના કપડા, ૧૫ કરોડનું સોનું વેચાણ

દિવાળીને લઈને કપડાની ડિમાન્ડમાં પણ વધારો થયો છે. જેમાં રેડીમેઈડ, કપડાં અને ફેબ્રિકસનું પણ વેચાણ થઈ રહ્યું છે. એપેરલની ડિમાન્ડમાં વધારો નોંધાઈ રહ્યો છે. સુરતમાં રોજના અંદાજે ૫૦ કરોડ રૂપિયાની વસ્તુઓનું વેચાણ થઈ રહ્યું હોવાનું રિટેઈલરો કહી રહ્યાં છે. ઓનલાઈનથી લોકો ખરીદી કરી રહ્યાં છે પરંતુ સુરતમાં જ મોટાભાગની ટેક્સટાઈલ પ્રોડક્ટ બનતી હોવાથી લોકો સ્થાનિક દુકાનમાંથી ખરીદી કરવાનું વધારે પસંદ કરી રહ્યા છે. હાલમાં સોમવારથી શુક્રવાર દરમિયાન શહેરમાં ૫૦ કરોડ રૂપિયાનો જ્યારે શનિ-રવિ દરમિયાન ૭૦ કરોડથી વધારેનો ટેક્સટાઈલમાં બિઝનેસ થઈ રહ્યો છેવર્ષના સૌથી મોટા તહેવાર દિવાળીને આડે હવે માંડ ૧૦ દિવસ બાકી છે ત્યારે ત્યારે શહેરના બજારોમાં ફુલ તેજીનો માહોલ જાેવા મળી રહ્યો છે. શહેરની નાની મોટી દરેક માર્કેટોમાં લોકો ધૂમ ખરીદી કરતા જાેવા મળી રહ્યા છે. રવિવારે ભાગળ, વરાછા, પાલ-અડાજણ, વેસુ, પીપલોદ વગેરે જેવા તમામ વિસ્તારોમાં ખરીદારોની ભારે ભીડ જામતી જાેવા મળી હતી. સામાન્ય રીતે શહેરીજનો જ્વેલરીની ખરીદી પુષ્યનક્ષત્ર અને ઘનતેરસના દિવસે કરતા હોય છે પરંતુ બે વર્ષથી લગ્નની સિઝન ખોરવાઈ ગઈ છે ત્યારે દિવાળી બાદ થોડા જ દિવસોમાં લગ્નસરા શરૂ હોવાથી લોકો હાલમાં જ્વેલરીની ખરીદી પણ કરી રહ્યા છે. શહેરમાં રોજની અંદાજે ૧૫ કરોડ રૂપિયાની જ્વેલરીનું વેચાણ થઈ રહ્યું છે. જ્યારે ૪ કરોડ રૂપિયાના ફ્રિઝ, ટી.વી, વોશિંગ મશીન વગેરેનું વેચાણ થઈ રહ્યું છે. બીજી તરફ ૭૦ કરોડ રૂપિયાની ગાર્મેન્ટ્‌સનું દુકાનોમાંથી રોજિંદુ વેચાણ થઈ રહ્યું હોવાની માહિતી મળી રહી છે. જ્વેલર્સો માટે પુષ્પ નક્ષત્ર અને ધનતેરસ સૌથી અગત્યનો દિવસ ગણાય છે. સામાન્ય દિવસો કરતાં વધારે દાગીનાનું વેચાણ થાય છે. પરંતુ કોરોનાકાળમાં લગ્ન ધામધૂમથી ઉજવી શકાયા ન હતાં. જેમના લગ્ન મોકૂફ થયા હતાં તેઓ પણ લગ્ન કરી રહ્યાં છે માટે હવે જ્વેલરીની ખરીદી પણ નિકળી રહી છે. હાલ શહેરમાં રોજની અંદાજે રોજની ૧૫ કરોડ રૂપિયાની જ્વેલરીનું વેચાણ થઈ રહ્યું છે. ઈબ્જાના પ્રમુખ નૈનેષ પચ્ચીગર કહે છે કે, ‘લગ્નસરાની સિઝનને ધ્યાનમાં રાખીને લોકો ખરીદી કરતાં થયા છે. ખાસ કરીને લાઈટ વેઈટ જ્વેલરીઓ લોકો વધારે પસંદ કરી રહ્યા છે, જ્યારે લગ્ન માટે હેવી જ્વેલરીની પણ વધારે ડિમાન્ડ છે.’ છેલ્લા ૬ મહિનાથી શહેરમાં તમામ બિઝનેસો ગ્રોથ કરતાં લોકોની આવક વધી છે. રોજ અંદાજે ૧૦ કરોડ રૂપિયાના ટીવી, ફ્રિઝ, વોશિંગ મશીન, ડિશ વોશર સહિતના ઈલેક્ટ્રોનિક એપલાયન્સીસનું વેચાણ થઈ રહ્યું છે. ખાસ કરીને ૫૫ ઈંચના ટીવી, ૩૦૦ લિટરના ફ્રિઝ જેવી ઈલેકટ્રોનિક્સ વસ્તુઓની ડિમાન્ડમાં વધારો થયો છે. ઈલેક્ટ્રોનિક્સ એપલાયન્સના વિક્રેતા અનિલ જેટવાણી કહે છે કે, ‘સપ્ટેમ્બર પછી એપલાયન્સીસની ડિમાન્ડમાં વધારો થયો છે. ખાસ વર્ષ ૨૦૧૯ની દિવાળીમાં જે ગ્રોથ હતો તે હાલ નોંધાઈ રહ્યો છે. જેમણે કોરોનાકાળમાં ખરીદી અટકાવી હતી તે લોકો હવે ખરીદી કરવા માટે નિકળી રહ્યા છે.’ સોના અને ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓના વેચાણની જેમ મોબાઈલનું પણ શહેરમાં વેચાણ થઈ રહ્યું છે. એક અંદાજ પ્રમાણે શહેરમાં રોજના ૩ હજાર મોબાઈલ ફોન વેચાઈ રહ્યા છે. આ અંગે શહેરના એક જાણીતા મોબાઈલ સ્ટોરના ઓનર સંજીવ ભાટિયા કહે છે કે, હાલમાં દિવાળીના માહોલની સાથે લોકો ફોનની ખરીદી કરી રહ્યા છે. લોકોને હાલ ઈએમઆઈથી ફોન મળી રહ્યાં હોવાથી સરળતાથી ફોનની ખરીદી કરી રહ્યાં છે. છતાં દિવાળીના વેકેશનનની હજુ શરૂઆત નથી થઈ એટલે થોડું વેચાણ ધીમું છે. પરતું સરેરાશ વેપાર જાેતાં આ સિઝનમાં વેચાણ ત્રણ ગણું થવાની શક્યતા જાેવાઈ રહી છે.

Related posts

ડભોઇ બોડેલી રોડ ઉપર છેલ્લા ઘણા સમય થી રોડની બંને સાઈડ રેતીના થર,વાહન ચાલકોને ભારે હાલાકી

editor

जीवराजबापू की पालखी यात्रा में हजारों भक्त पहुंचे

aapnugujarat

સિંચાઈ માટે પાણીના ઉપયોગ ઉપર દ્વારકા-જુનાગઢમાં અંકુશ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1