Aapnu Gujarat
Uncategorized

સિંચાઈ માટે પાણીના ઉપયોગ ઉપર દ્વારકા-જુનાગઢમાં અંકુશ

ઉનાળાની સિઝન દરમિયાન નર્મદા પાણી કેટલા પ્રમાણમાં મળશે તેને લઇને હજુ સુધી કોઇ ખાતરી મળી રહી નથી ત્યારે દેવભૂમિ દ્વારકા અને જૂનાગઢ જિલ્લા સત્તાવાળાઓએ સિંચાઈ માટે સ્થાનિક પાણીના ઉપયોગ ઉપર પ્રતિબંધ મુકી દીધો છે. અન્ય જિલ્લા સત્તાવાળાઓ પણ આ દિશામાં આગળ વધે તેવી શક્યતા છે. દ્વારકા, જુનાગઢે સિંચાઈ માટે પાણીના ઉપયોગને નિયંત્રિત કરી દેવાની જાહેરાત કરી દીધી છે. જુનાગઢ સિવિક બોડીએ પહેલી માર્ચથી શહેરમાં પાણી પુરવઠામાં કાપ મુકવાનો નિર્ણય અમલી બનાવી દીધો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નવા બોરવેલ ખોદવા ઉપર પણ પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. સાથે સાથે પાણીના વેચાણ ઉપર પણ પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર જેઆર ડોડિયાએ કહ્યું છે કે, ૩૧મી જુલાઈ સુધી રિઝર્વ પાણીની અમને જરૂર છે. કારણ કે, નર્મદાનું પાણી કેટલું મળશે તેને લઇને હજુ સુધી કોઇ વાત કરવામાં આવી નથી. પાણી પુરવઠામાં ઘટાડો કરવામાં આવશે કે પછી પુરવઠાને યથાવત રાખવામાં આવશે તેને લઇને ચિત્ર સ્પષ્ટ થયું નથી. હાલમાં કોઇપણ ખાતરી મળી રહી નથી. જેથી અમારા સરોવરોમાં રિઝર્વ પાણીને મર્યાદિત રાખવાનો નિર્ણય કર્યો છે. આ પાણીનો ઉપયોગ માત્ર પીવા માટે કરવામાં આવનાર છે. એક અગ્રણી અંગ્રેજી અખબારે આ અંગેની વિગત આપ્યા બાદ આની ચર્ચા જોવા મળી રહી છે. સાથે સાથે એમ પણ માનવામાં આવી રહ્યું છે કે, આ વખતે ગરમીનો ગાળો ખુબ જટિલ અને મુશ્કેલરુપ રહી શકે છે. એવી શક્યતા પણ છે કે, માત્ર નર્મદાના પાણીથી પીવાના પાણીની જરૂરિયાતને પૂર્ણ કરી શકાશે નહીં જેથી અમારા સરોવરોમાં પાણીના જથ્થાને પણ જરૂર વેળા ઉપયોગ કરવામાં આવશે. સરોવરોમાં પણ પાણીનો જથ્થો જરૂરિયાત કરતા ઓછો છે. દિન પ્રતિદિન તેમા ઘટાડો થઇ રહ્યો છે. આજ કારણસર પીવાના પાણીના હેતુસર પાણી પુરવઠો રાખવાનો નિર્ણય લેવાયો છે. જિલ્લા વહીવટીતંત્રએ જુદા જુદા બંધમાંથી પાણીના ઉપયોગ ઉપર પણ પ્રતિબંધ મુકી દીધો છે. માત્ર પીવાના પાણી તરીકે જ ઉપયોગ કરવામાં આવનાર છે. જુનાગઢ વહીવટીતંત્ર દ્વારા પણ આવો જ આદેશ જારી કરાયો છે. નર્મદા બંધમાં મર્યાદિત પાણી પુરવઠો રહી ગયો છે. પાણી પુરવઠાને લઇને સરકાર દ્વારા પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશને પહેલી માર્ચથી શહેરમાં પાણી પુરવઠામાં પહેલાથી જ ઘટાડો કરી દીધો છે. હવે દર બે દિવસના ગાળામાં ૧૫-૨૦ મિનિટ માટે પાણી ઉપલબ્ધ કરાવવામાં આવે છે. પહેલા દર વૈકલ્પિક દિવસે પાણી પુરવઠો અપાતો હતો. જુનાગઢ સિવિક બોડીમાં રહેલા સુત્રોનું કહેવું છે કે, લોકો ઉનાળાની સિઝન દરમિયાન વધુ પાણીના જતન માટે પણ તૈયાર થયેલા છે. સિંચાઈ પાસે ઉપલબ્ધ આંકડામાં જણાવવામાં આવ્યું છે કે, દેવભૂમિ દ્વારકાના સરોવરોમાં ૧૦ એમસીએફ અથવા તો મિલિયન ક્યુબીક ફુટ પાણી રહી ગયું છે જ્યારે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં ૪૫૦૦ એમસીએફ પાણી રહ્યું છે.

Related posts

દ્વારકા ખાતે ધારાસભ્‍યશ્રી પબુભા માણેક દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથા અને શ્રી કોટી વિષ્‍ણુ મહાયજ્ઞમાં હાજરી આપતા મુખ્‍યમંત્રી

aapnugujarat

ગીર સોમનાથ જિલ્લામાં સરદાર સાહેબનો દેશની એકતા-અખંડિતતાનો સંદેશો જન-જન સુધી પહોચાડવા એકતાયાત્રાનો શુભારંભ

aapnugujarat

કુંભણ ગામ નજીક મંદબુદ્ધિ આશ્રમમાં ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો

editor

Leave a Comment

UA-96247877-1