Aapnu Gujarat
ગુજરાત

સરકારે ગુજરાત યુનિવર્સિટીને એક રૂપિયો પણ ફાળવ્યો નથી

સ્ટાર્ટ અપ ઇન્ડિયા, મેઇક ઇન ઇન્ડિયા અને રિસર્ચ ડેવલપમેન્ટની મોટી મોટી વાતો કરનાર અને મસમોટા બણગાં ફુંકનાર ભાજપ સરકારે રાજયની સૌથી મોટી અને જૂની એવી ગુજરાત યુનિવર્સિટીને વર્ષ ૨૦૧૫-૧૬ અને ૨૦૧૬-૧૭માં એક રૂપિયો પણ ફાળવ્યો નથી. એટલું જ નહી, ગુજરાત સરકારે રિસર્ચ-ડેવલપમેન્ટ, સ્ટાર્ટ અપ ઇન્ડિયા અને મેઇક ઇન ઇન્ડિયાની મોટી જાહેરાતો કરી અને બજેટમાં કરોડો રૂપિયાની ફાળવણીની જાહેરાતો કરી પરંતુ વાસ્તવમાં ગુજરાત યુનિવર્સિટી ઉપરાંત, ઇરમા અને આણઁંદ કૃષિ યુનિવર્સિટીને પણ એક રૂપિયો ફાળવ્યો નથી. આમ, ભાજપ સરકારની પોલ અને જૂઠ્ઠાંણાનો પર્દાફાશ થઇ ગયો છે ત્યારે ગુજરાતના વિદ્યાર્થીઓ અને શિક્ષણવિદો સાથે ભાજપ સરકારની ગંભીર છેતરપીંડી અને વિશ્વાસઘાત સામે આવ્યો છે એવા ગંભીર આક્ષેપ આજે પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા ડો.મનીષ દોશીએ જણાવ્યું હતું. ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતા ડો.મનીષ દોશીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે છેલ્લા ચાર વર્ષમાં યુવાનોને પ્રોત્સાહન આપવા માટે અને શૈક્ષણિક સંસ્થાઓમાં મોટાપાયે રિસર્ચ અને ડેવલપમેન્ટ માટે, સ્ટાર્ટ અપ ઇન્ડિયા અને ઇનોવેશન માટે કરોડો રૂપિયાની ફાળવણીની મોટી મોટી જાહેરાતો કરવામાં આવી હતી પરંતુ ઉદ્યોગવિભાગની સત્તાવાર વેબસાઇટમાં સ્ટાર્ટ અપ અને ઇનોવેશન નાણાંકીય સહાયની ફાળવણીમાં વર્ષ ૨૦૧૫-૧૬ અને ૨૦૧૬-૧૭માં રાજયની સૌથી મોટી અને જૂની એવી ગુજરાત યુનિવર્સિટી, ઇરમા, આણઁંદ કૃષિ યુનિવર્સિટીને એક રૂપિયો સુધ્ધાં ફાળવાયો નથી. જયારે રાજયની સરદાર પટેલ યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, કચ્છ યુનિવર્સિટી, ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, ભાવનગર યુનિવર્સિટીના તો નામ પણ ગણતરીમાં સુધ્ધાં લેવાયા નથી. ભાજપ સરકારે જે તે વર્ષના બજેટમાં કરોડો રૂપિયાની ફાળવણીની જાહેરાતો કરાઇ હતી પરંતુ હકીકતમાં વર્ષ ૨૦૧૫-૧૬માં રૂ.૨.૧૪ કરોડ અને ૨૦૧૬-૧૭માં રૂ.૭.૫૦ કરોડ મળી કુલ રૂ.૯.૬૫ કરોડ જેટલી રકમ ફાળવણી કરાઇ હોવાનું સામે આવ્યું છે પરંતુ તેમાં મોટાભાગની ખાનગી સંસ્થાઓ છે. ભાજપ સરકારે માત્ર પોતાના લાગતા વળગતાઓને નાણાંકીય લાભ કરાવવાની નીતિના કારણે રાજયમાં મોટાભાગની યુનિવર્સિટીઓમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, સ્ટાર્ટ અપ અને ઇનોવેશનમાં જોઇએ તેવી પ્રગતિ થઇ નથી. ડો.દોશીએ ઉમેર્યું હતું કે, રાજયની યુનિવર્સિટીઓમાં આજે પણ ૪૫ ટકાથી વધુ જગ્યાઓ ખાલી છે, સંલગ્ન વિજ્ઞાન કોલેજોમાં પણ ૫૫ ટકા અધ્યાપકો અને ૬૫ ટકા લેબ આસીસ્ટન્ટ્‌સની જગ્યાઓ ખાલી પડી છે. રાજયમાં શાળા કક્ષાએ વિજ્ઞાન અને ગણિત વિષયના શિક્ષકોની મોટાપાયે જગ્યાઓ ખાલી બોલે છે તો, રાજયની ઇજનેરી ડિગ્રી-ડિપ્લોમા કોલેજોમાં ૮૧ ટકા પ્રોફેસરો, ૫૨ ટકા એસોસીએટ પ્રોફેસરોની જગ્યાઓ ખાલી છે. આમ, ભાજપ સરકારના પોકળ દાવાઓની પોલ ગુજરાતની જનતા સમક્ષ ફરી એકવાર ખુલ્લી પડી ગઇ છે.

Related posts

અમદાવાદમાં ગુજરાત ભાજપ યુવા મોર્ચાનું શક્તિ પ્રદર્શન યોજાયું

aapnugujarat

સાબરકાંઠામાં એકસાથે 100 પોલીસકર્મીઓની આંતરિક બદલી

aapnugujarat

શહેરમાં મેટ્રો પ્રોજેકટને જોડતા રસ્તાઓ ટુંકમાં રિસરફેસ થશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1