Aapnu Gujarat
ગુજરાત

મણિનગર : યુવતીએ ટ્રેનની સામે પડતું મૂકતાં મોત

શહેરના મણિનગર રેલ્વે સ્ટેશન પર આજે અચાનક ૨૦ વર્ષીય યુવતીએ સુપર ફાસ્ટ વીકલી ટ્રેન સામે પડતું મૂકતાં તેણી ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થઇ હતી. લોહીલુહાણ હાલતમાં યુવતીને મણિનગરની એલ.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જયાં સારવાર દરમ્યાન તેણીનું કરૂણ મોત નીપજયું હતુ. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, મૃતક યુવતીનું નામ અર્ચના વિકટર મેકવાન હતું અને તેણી નર્સિંગનો અભ્યાસ કરતી હતી અને એક વિષયમાં નાપાસ થઇ હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના મણિનગર રેલ્વે સ્ટેશન પર આજે નર્સિંગની વિદ્યાર્થીની અર્ચના પોતાનું એકટીવા લઇને આળી હતી અને ત્યાં પોતાનું વાહન પાર્ક કરી પ્લેટફોર્મ નંબર બે પર પહોંચી હતી. કોઇ કંઇ સમજે તે પહેલાં જ અર્ચનાએ અચાનક જ સુપર ફાસ્ટ વીકલી ટ્રેન સામે પડતું મૂકી દીધું હતું અને જેના લીધે તે ટ્રેનની હડફેટે આવી ગઇ હતી. યુવતીને ટ્રેન નીચે પડતુ મૂકતી જોઇ પ્લેટફોર્મ પરના અન્ય મુસાફરો સહિતના લોકો ત્યાં તરત જ દોડી આવ્યા હતા અને તાત્કાલિક ૧૦૮ બોલાવી ગંભીર રીતે ઘાયલ યુવતીને એલ.જી.હોસ્પિટલમાં દાખલ કરી હતી. ઘટનાની જાણ થતાં મણિનગર પોલીસ અને રેલ્વે પોલીસ પણ ત્યાં દોડી આવી હતી અને ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, ટ્રેન નીચે પડતુ મૂકનાર યુવતી અર્ચના વિકટર મેકવાન વટવા વિસ્તારની ઉત્પતિ સોસાયટીમાં રહેતી હતી. તેણીએ હૈદ્રાબાદમાં નર્સિંગની ત્રણ વર્ષની તાલીમ લીધી હતી. જો કે, નર્સિંગમાં તે એક વિષયમાં નાપાસ થઇ હતી. અર્ચના નવરંગપુરાની એક ખાનગી હોસ્પિટલમાં જોબ કરતી હતી. પોલીસે આ પ્રાથમિક વિગતોના આધારે આગળની તપાસ હાથ ધરી હતી. બીજીબાજુ, ગંભીર રીતે ઘવાયેલી અર્ચના મેકવાનનું એલ.જી.હોસ્પિટલમાં સારવાર દરમ્યાન કરૂણ મોત નીપજયું હતું.

Related posts

બીટકોઈન કેસ : નલિન કોટડિયાની ધરપકડ માટે વોરંટ મેળવવા તૈયારી

aapnugujarat

કોવિડ-19ની સારવારના રેટ રાજ્યની તમામ ખાનગી હોસ્પિટલો માટે નક્કી કરાયા

editor

बीना अनुमति रैली करने के लिए हार्दिक पर मामला दर्ज

aapnugujarat

Leave a Comment

UA-96247877-1