Aapnu Gujarat
રાષ્ટ્રીય

વડાપ્રધાન મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ૨-૩ બેઠક બાદ જ નિર્ણય લે છે : Amit Shah

કૃષિ સુધારણા કાયદાના મુદ્દે અમિત શાહે પણ પીએમ મોદીનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું કે આ કાયદા અંગે ચિંતા કરવાની કોઈ વાત નથી. ભાજપ સરકારે બિલને ખેડૂતો માટે ભરવામાં આવેલું જરૂરી પગલું ગણાવ્યું છે. શાહે કહ્યું કે ૧૧ કરોડ ખેડૂતોને દર વર્ષે ૬ હજાર રૂપિયા આપવામાં આવી રહ્યા છે. આનો અર્થ એ થાય કે ખેડૂતોને દર વર્ષે ૧.૫ લાખ કરોડ રૂપિયા આપવામાં આવી રહ્યા છે. થોડા સમય પહેલા યુપીએ સરકાર દ્વારા ૬૦ હજાર કરોડની લોન માફ કરવામાં આવી હતી. બેંકોને તો આ નાણાં મળી ગયા હતા, પરંતુ ખેડૂતોના હાથમાં કશું આવ્યું નહીં, પરંતુ એનડીએ સરકારે આપેલ ૧.૫ લાખ કરોડ સીધા ખેડૂતો સુધી પહોંચ્યા છે. શાહે જણાવ્યું હતું કે ખેડૂતો પાસે સરેરાશ ૧.૫ થી ૨ એકર જમીન છે. તેના પર ખેતી કરવા માટે ૬ હજાર રૂપિયા આપવામાં આવી રહ્યાં છે, જેના કારણે ખેડૂતોને લોન લેવાની જરૂર પડી રહી નથી.વડાપ્રધાન મોદીએ રવિવારે કેન્દ્ર અને રાજ્યમાં શાસન કરતા ૨૦ વર્ષ પૂર્ણ કર્યા. આ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહે પીએમ મોદીની ખુબ પ્રશંસા કરી હતી. તેમણે સંસદ ટીવી પર વાત કરતા કહ્યું કે તેઓ વિરોધીઓની વાત પણ ધીરજથી સાંભળે છે અને મહત્વના મુદ્દાઓ પર ૨-૩ બેઠક કર્યા બાદ જ ર્નિણય લે છે. શાહે કહ્યું કે મેં મોદી જેવા સારા શ્રોતા ક્યારેય જાેયા નથી. જ્યારે કોઈ પણ મુદ્દે બેઠક હોય ત્યારે મોદીજી ઓછું બોલે છે. તેમણે કહ્યું કે મોદીજી પર વિપક્ષ દ્વારા જે આક્ષેપ લગાવવામાં આવે છે તે પાયાવિહોણા છે. શાહે કહ્યું કે મોદી સારી સલાહ આપનારા લોકોની વાતોને પ્રાથમિકતા આપે છે. સલાહ આપનાર વ્યક્તિ કોણ છે તેનાથી કોઈ ફરક પડતો નથી. તેમના ટીકાકારો પણ આ વાત સાથે સહમત છે કે અગાઉ ક્યારેય કોઈ કેબિનેટે આટલી સ્વતંત્ર રીતે કામ કર્યું નથી.

Related posts

મ્યાંમારમાં વણસી રહેલી સ્થિતિ વચ્ચે ભારતમાં ઘૂસ્યા ૬,૦૦૦ શરણાર્થી

editor

જસ્ટિસ જોસેફ પ્રશ્ને કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ખેંચતાણ

aapnugujarat

हरियाणा में भी लागू होगा एनआरसी : सीएम खट्टर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1