Aapnu Gujarat
રાષ્ટ્રીય

જસ્ટિસ જોસેફ પ્રશ્ને કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ખેંચતાણ

સુપ્રીમ કોર્ટમાં નિમણૂંક માટે કોલેજિયમ (જજની કમિટિ)ની ભલામણ બાદ પણ જસ્ટિસ કેએમ જોસેફના નામ પર કેન્દ્ર સરકારની મંજુરી ન મળતા રાજકીય ઘમસાણની સ્થિતિ જોવા મળી રહી છે. કોંગ્રેસની સાથે ડાબેરીઓએ પણ આને ન્યાયપાલિકાના મામલામાં દરમિયાનગીરી તરીકે ગણાવીને આની ઝાટકણી કાઢી છે. કેન્દ્ર સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે ઉત્તરાખંડ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ જોસેફને સુપ્રીમ કોર્ટ નહીં મોકલવાના મુદ્દે કેન્દ્રની ઝાટકણી કાઢી છે. બીજી તરફ કેન્દ્ર સરકારે કોંગ્રેસના આરોપોને ફગાવી દીધા છે. કોંગ્રેસે આને લઇને પ્રતિક્રિયા પણ આપી છે. કોલેજિયમે સુપ્રીમ કોર્ટમાં નિમણૂંક માટે પ્રાથમિકતાના ક્રમમાં જસ્ટિસ જોસેફને પ્રથમ અને મલ્હોત્રાને બીજા ક્રમે રાખવાની ભલામણ કરી હતી. કેન્દ્ર સરકારે ઇન્દુના નામને મંજુરી આપી છે પરંતુ જોસેફના નામને મંજુરી આપી નથી. સુપ્રીમ કોર્ટે વરિષ્ઠ વકીલ ઇન્દુ મલ્હોત્રાનું સુપ્રીમમાં જજ તરીકે નિમણૂંક સંબંધી વોરંટ પર પ્રતિબંધ મુકવાનો ઇન્કાર કરી દીધો છે. સિબ્બલે આજે કહ્યું હતું કે, દેશમાં ન્યાયપાલિકાની સ્વતંત્રતા ખતરામાં દેખાઈ રહી છે. તેમણે કહ્યું હતું કે, સરકાર હાઈકોર્ટમાં પોતાના લોકોને બેસાડવા માટે ઇચ્છુક છે. જસ્ટિસ કેએમ જોસેફ ઉપર કોલેજિયમની ઇચ્છાને સરકાર માન્ય રાખી રહી નથી. જોસેફ સૌથી કુશળ જજ પૈકીના એક જજ છે. પરંતુ કેન્દ્ર સરકાર તેમની નિમણૂંક આડે અડચણો ઉભી કરી રહી છે. કેન્દ્રને લાગે છે કે, જોસેફ કુશળ વ્યક્તિ તરીકે નથી. સિબ્બલે કહ્યું હતું કે, જસ્ટિસ જોસેફે જ ઉત્તરાખંડમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરવાના એનડીએ સરકારના નિર્ણયને બદલી દીધો હતો. જો કે, કેન્દ્રએ આ આક્ષેપોને રદિયો આપ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા ચિદમ્બરમે કહ્યું છે કે, કાયદા હેઠળ જજની નિમણૂંકમાં સુપ્રીમના કોલેજિયમની ભલામણ અંતિમ અને માન્ય હોય છે. મોદી સરકાર કાયદાથી પણ ઉપર છે તેમ લાગે છે. બીજી બાજુ કેન્દ્રીય કાયદામંત્રી રવિશંકર પ્રસાદે આક્ષેપોને ફગાવી દીધા છે. તેમણે કહ્યું છે કે, દેશના અનેક જજ જસ્ટિસ જોસેફ કરતા સિનિયર છે. કોંગ્રેસના રેકોર્ડને તમામ લોકો જાણે છે. જસ્ટિસ જોસેફ કરતા ૪૧ જજ સિનિયર છે.
(અનુસંધાન નીચેના પાને)

Related posts

ભાજપ અધ્યક્ષ અમિત શાહ નો આગામી લોંકસભા માટે સંખનાદ…

aapnugujarat

पीएम मोदी ने वाराणसी को दिया दिवाली का तोहफा, 700 करोड़ की योजनाओं का किया शिलान्यास

editor

टेरर फंडिंग केस : 21 अगस्त तक हिरासत में भेजे गए राशिद इंजिनियर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1