Aapnu Gujarat
ગુજરાત

કુંતલપુર ગામે મહિલાનાં પ્લોટ ઉપર શખ્સનો કબ્જો

ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર

મુળી તાલુકાનાં કુંતલપુર ગામે રહેતા રંજનબેન ચમનભાઈ પોતાની માલિકીના પ્લોટ ઉપર મકાન બાંધકામ ચાલુ હતું ત્યારે આ જ ગામનાં માથાભારે શખ્સ ભીમાભાઇ બીજલભાઈ ખાંભલા રબારીએ કડીયા અને મજુરોને ધમકી આપી ભગાડી મુક્યા હતા અને કહ્યું હતું કે આ પ્લોટ મારો છે અને અહીં કોઈ બાંધકામ કરવું નહીં નહીંતર હાથ-પગ ભાંગી જશે,
ત્યારબાદ અમોને પણ ધમકી આપી હતી અને રીતસર કામ અટકાવી અમારા જમીન પ્લોટ ઉપર ગેરકાયદે કબજો જમાવ્યો છે.
આ શખ્સ માથાભારે હોય અમારી ઉપર ગમે ત્યારે જીવલેણ હુમલો કરી શકે છે તેમ પ્લોટ માલીક મહિલા રંજનબેન ચમનભાઈ દલવાડી એ જણાવ્યું હતું આ બાબતે તેઓ એ મુળી પોલીસ સ્ટેશનમાં લેખિતમાં ફરીયાદ નોંધાવી પ્લોટ ખાલી કરાવવા માટે મુળી પોલીસ માં ફરીયાદ નોંધાવી હતી

અત્રે ઉલ્લેખનીય છે કે મુળી તાલુકાનાં ગામોમાં જમીન પ્લોટ ઉપર કબજો જમાવીને અસામાજિક તત્વો રૂપિયા પડાવતાં હોય છે અને નાના માણસો ને ધાકધમકી આપી હેરાન પરેશાન કરતાં હોય છે આવી અનેક ફરીયાદો ઉઠવા પામી છે
ત્યારે વધું એક કુંતલપુર મુકામે એક મહિલાનાં પ્લોટ ઉપર ચાલતા મકાનનાં બાંધકામ ને અટકાવી ધાકધમકી આપી કબજો જમાવ્યો હોય તેવી ફરીયાદ આવતાં ચકચાર મચી જવા પામી છે વધું તપાસ હવે મુળી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.

Related posts

गुजरात में और बढ़ी संक्रमितों की संख्‍या

editor

રૂપાણી કેબિનેટમાં ફેરફાર : સાત મંત્રીઓ ઘરભેગા થાય તેવી શક્યતા

editor

હિંમતનગરમાં બધી પ્રતિમાઓને ફૂલહાર કરાયા

editor

Leave a Comment

UA-96247877-1