Aapnu Gujarat
ગુજરાત

‘આપણું ગુજરાત’નાં તંત્રી દેવેન વર્માની ભાજપમાં અનુ. જાતિના મિડિયા વિભાગનાં પ્રદેશ પ્રભારી તરીકે નિમણૂંક

ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી વિધાનસભા ચૂંટણીને લઈ જાેરશોરથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભાજપા આ વખતે પણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં નેતૃત્વમાં ચૂંટણી લડી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો સફાયો કરવા માટે સજ્જ છે. ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકરોમાં અત્યારથી જ જબરો ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. ભાજપ તેનાં વિકાસ કાર્યોને લઈ જનતા સમક્ષ જશે અને આવનારા દિવસોમાં લોકોની સુખાકારી વધારવાનાં કામો કરશે. ભાજપ દ્વારા હવે વિવિધ પદો પર વરણી કરવામાં આવી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા અનુસુચિત જાતિના મિડિયા વિભાગનાં પ્રદેશ પદાધિકારી તરીકે ‘આપણું ગુજરાત’ મિડિયા હાઉસનાં તંત્રી શ્રી દેવેન વર્માની વરણી કરવામા આવી છે.

દેવેન વર્મા યુવા વર્ગમાં ખૂબજ લોકચાહના ધરાવે છે. દેવન વર્મા હંમેશા જ્ઞાતિના કાર્યક્રમોમાં ઉપસ્થિત રહે છે તેમજ સામાજિક અને સેવાકીય કાર્યોમાં પણ અગ્રેસર રહે છે. દેવેન વર્માની સમાજમાં સારી એવી લોકચાહના હોવાથી પાર્ટીને પણ ફાયદો થશે. કોરોના મહામારીનાં સમયમાં પણ તેમણે સમાજનાં દરેક વર્ગનાં નબળા લોકોને ફુડ કિટનું વિતરણ કર્યું હતું અને તેમના દુઃખમાં સહભાગી થયા હતાં. ઉલ્લેખનીય છે કે, દેવેન વર્મા ‘આપણું ગુજરાત’ દૈનિકનાં તંત્રી છે. દૈનિકમાં તેઓ હંમેશા સમાજ અને રાષ્ટ્રવાદની વાતોને મહત્વ આપતાં આવ્યાં છે.

Related posts

ગુજરાતમાં નવી કેબિનેટમાં અનેક નવા ચહેરાઓ રહેશે

aapnugujarat

તા. ૮ મી જુલાઇએ નેશનલ “લોક-અદાલત”ના ભાગરૂપે નર્મદા જિલ્લામાં પણ “લોક-અદાલતો”નું આયોજન

aapnugujarat

આઈપીએલ સટ્ટાકાંડમાં ઝડપાયેલા જેપી સિંહની ધરપકડ પૂર્વેની મંજૂરી કયાં સુધીમાં લાવશો : ગુજરાત હાઈકોર્ટનો સીબીઆઈને પ્રશ્ન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1