Aapnu Gujarat
ગુજરાત

આઈપીએલ સટ્ટાકાંડમાં ઝડપાયેલા જેપી સિંહની ધરપકડ પૂર્વેની મંજૂરી કયાં સુધીમાં લાવશો : ગુજરાત હાઈકોર્ટનો સીબીઆઈને પ્રશ્ન

આઇપીએલ ક્રિકેટના હજારો કરોડના સટ્ટાકાંડ કૌભાંડમાં પકડાયેલા એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટના તત્કાલીન જોઇન્ટ ડિરેકટર જે.પી.સિંહ દ્વારા હાઇકોર્ટ સમક્ષ કરાયેલી જામીનઅરજીની સુનાવણી દરમ્યાન હાઇકોર્ટે સીબીઆઇને એવી પૃચ્છા કરી હતી કે, અરજદાર આરોપી કેન્દ્રીય કર્મચારી હતા અને શું અરજદાર આરોપીની ધરપકડ કરતાં પહેલા કેન્દ્ર સરકારની મંજૂરી લેવામાં આવી હતી કે કેમ? જો મંજૂરી નથી લીધી તો તમે કયાં સુધીમાં મંજૂરી લાવી શકશો? સીબીઆઇએ આ અંગે કેન્દ્રમાં પૂછાવી જવાબ આપવાની તૈયારી દર્શાવાતા હાઇકોર્ટે કેસની સુનાવણી તા.૩૦મી જૂન પર મુકરર કરી હતી. ચકચારભર્યા આ કેસની વિગત એવી છે કે, સપ્ટેમ્બર-૨૦૧૫માં આઇપીએલ ક્રિકેટના હજારો કરોડના સટ્ટાકાંડ કૌભાંડનો પર્દાફાશ થયા બાદ સીબીઆઇએ મુંબઇ, અમદાવાદ સહિતના જે.પી.સિંહના સ્થાનો પર તપાસ કરી કેટલાક મહત્વના અને મજબૂત પુરાવા પ્રાપ્ત થતાં તેમની વિરૂધ્ધ કેસ દાખલ કરી તેમની ધરપકડ કરી હતી. ઇડી દ્વારા આઇપીએલ ક્રિકેટના રૂ.૨૦૦૦ કરોડના સટ્ટાકાંડ અને રૂ.૫૦૦૦ કરોડના અફરોઝ ફટ્ટાના હવાલા કૌભાંડમાં તપાસ ચલાવાઇ હતી, જેમાં આરોપી ઉચ્ચ અધિકારી જે.પી.સિંહની સંડોવણી બહાર આવી હતી. આ કૌભાંડના કેટલાક આરોપીઓને મદદગારી કરવા તેમણે તેઓની પાસેથી મસમોટી લાંચ સ્વીકારી હોવાના પુરાવાના આધારે આખરે જે.પી.સિંહને પણ સાણસામાં લેવાયા હતા. ચકચારભર્યા આ કૌભાંડમાં સીબીઆઇએ જે.પી.સિંહ ઉપરાંત એડિશનલ ડિરેકટર સંજયકુમાર, બુકી બિમલ અગ્રવાલ, ચંદ્રેશ પટેલ, સોનુ જાલન, જે.કે.આરોરા, ધ્રુવકુમાર સિંહ, જયેશ ઠક્કર, પરેશ પટેલ અને સુરેશ મંડી સહિતના આરોપીઓ વિરૂધ્ધ ચાર્જશીટ ફાઇલ થયેલું છે. ઇડીના પૂર્વ એડિશનલ ડિરેકટર સંજયકુમારની જામીનઅરજી થોડા સમય પહેલાં જ સીબીઆઇ કોર્ટે આકરા વલણ સાથે ફગાવી દીધી હતી. આઇપીએલ ક્રિકેટના હજારો કરોડના સટ્ટાકાંડ કૌભાંડમાં ઇન્ડિયન રેવન્યુ સર્વિસના ૨૦૦૦ વર્ષની બેચના અધિકારી એવા જે.પી.સિંહ વિરૂધ્ધ આ કૌભાંડના મુખ્ય આરોપીઓ પાસેથી લાંચ સ્વીકારવાનો અને તેઓને મદદગારી કરવાનો આરોપ હતો.

Related posts

મ્યુનિ. બોર્ડ બેઠકમાં ભારે હોબાળો થયો : આમને સામને આક્ષેપ

aapnugujarat

રખડતા ઢોરની સમસ્યા અકબંધ

aapnugujarat

મોરવા હડફના MLA નિમીષાબેન સુથારને રાજ્યકક્ષાનું પ્રધાનપદ,સમર્થકોમાં ખુશી

editor

Leave a Comment

UA-96247877-1