Aapnu Gujarat
ગુજરાત

મોરવા હડફના MLA નિમીષાબેન સુથારને રાજ્યકક્ષાનું પ્રધાનપદ,સમર્થકોમાં ખુશી

વિજયસિંહ સોલંકી, પંચમહાલ

ગુજરાતની ગાદી પર નવનિયૂક્ત મૂખ્યમંત્રી તરીકે ભુપેન્દ્રભાઈ પટેલ બિરાજમાન થયા બાદ ગાંધીનગર ખાતે નવા મંત્રીમંડળ માટે શપથવિધી યોજાઈ હતી.નવા મૂખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ટીમમાં નવા ચહેરાઓને સ્થાન આપવામા આવ્યુ છે.મોરવા હડફના ધારાસભ્ય નિમીષાબેન સૂથારને રાજ્યકક્ષાના મંત્રી બનાવામા આવ્યા છે.નિમીષાબેન સુથાર મોરવા હડફ વિધાનસભા મતવિસ્તારમાં સારી એવી લોકચાહના ધરાવે છે.મોરવા હડફ  આદિવાસી સમાજની વસ્તી ધરાવતો વિધાનસભા  મતવિસ્તાર છે.નિમીષાબેન સૂથાર 2013 થી 2017 સુધી મોરવા હડફ વિધાનસભા બેઠકના ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે.2021ની પેટાચૂંટણીમાં ભાજપે ફરી નિમીષાબેન સૂથાર પર પસદંગીનો કળશ ઢોળ્યો હતો.પેટાચુટણીના પરિણામો જાહેર થતા તેમનો ભવ્ય વિજય થયો હતો.
આદિવાસી વિધાનસભા મતવિસ્તારના મહિલા ધારાસભ્યને રાજ્યકક્ષાનું મંત્રીપદ મળતા સ્થાનિક લોકો,સર્મથકો તેમજ ભાજપ અગ્રણીઓ અને કાર્યકરોમાં ભારે ખુશીનો માહોલ વ્યાપ્યો છે.સોશિયલ મીડીયા પર અભિનંદન પાઠવામા આવી રહ્યા છે.

Related posts

રંગીન વડોદરા : ધો.૨નાં વિદ્યાર્થીએ ‘લવ લેટર’ લખ્યો

aapnugujarat

ભાવનગરનું અનોખું કર્મઠ દંપતિ

editor

રૂપાણી સરકાર કુંવરજી બાવળિયા પર આફરિન,ત્રણ ખાતા સોંપાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1