Aapnu Gujarat
ગુજરાત

રૂપાણી સરકાર કુંવરજી બાવળિયા પર આફરિન,ત્રણ ખાતા સોંપાયા

કોંગ્રેસને અલવિદા કેહનારા દિગ્ગજ નેતા કુંબરજી બાવળીયાને ભારતીય જનતા પાર્ટીમાં શામેલ થયાને હજી માંડ એક દિવસ જેટલો સમય થવા આવ્યો છે. આ સાથે જ તેમને રાજ્યની વિજય રૂપાણી સરકારમાં કેબીનેટ મંત્રી બનાવવામાં આવ્યાં છે. આ સાથે જ રૂપાણી સરકારમાં મંત્રીઓની સંખ્યા પણ ૨૦થી વધીને ૨૧ થઈ ગઈ છે. કુંવરજી બાવળીયાને પાણી-પુરવડો, પશુપાલન અને ગ્રામ ગૃહ નિર્માણ ખાતા સોંપવામાં આવ્યાં છે.
ગઈ કાલે કોંગ્રેસના દિગ્ગજ અને સૌરાષ્ટ્રમાં મોટું નામ ગણાંતા નેતા કુંબરજી બાવળીયા અચાનક ભાજપમાં જોડાયા હતાં. તેમને કમલમ ખાતે ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ ભાજપમાં પ્રવેશ અપાવ્યો હતો. બાવળીયા ભાજપમાં શામેલ થતાની સાથે જ એવી ચર્ચાએ જોર પકડ્યું હતું કે તેમને કેબિનેટમાં મંત્રીપદ આપવામાં આવી શકે છે. આજે વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી. જેમાં કુંવરજી બાવળીયાને એક બે નહીં પણ ત્રણ ખાતા આપવામાં આવ્યાં હતાં. બાવળીયાને પાણી-પુરવડો, પશુપાલન અને ગ્રામ ગૃહ નિર્માણ ખાતા સોંપવામાં આવ્યા છે. ઉપરાંત તેમને કેબિનેટમાં પણ સ્થાન આપવામાં આવ્યું છે. બાવળીયાને આ ખાતા આરસી ફળતુ અને પરબત પટેલ પાસેથી લઈને આપવામાં આવ્યા છે. આર સી ફળદુ પાસેથી ગ્રામ ગૃહ નિર્માણ અને પશુપાલન ખાતું લઈને બાવળિયાને સોંપવામાં આવ્યું છે. જ્યારે પરબત પટેલ પાસેથી પાણી-પુરવઠા ખાતુ લઈને કુંવરજી બાવળીયાને અપાયું છે. આ સાથે જ રૂપાણી સરકારના મંત્રીમંડળમાં પણ વધારો થયો છે. વિજય રૂપાણી સરકારનું મંત્રીમંડળ ૨૦ થી વધીને ૨૧ થઈ ગયું છે.

Related posts

કડીમાં પાર્કિંગ બાબતે બબાલ : પિતા – પુત્ર ઘાયલ

aapnugujarat

વેરાવળ સિવિલ હોસ્પિટલમાં ૧૪ દિવસ આઇસોલેશન વોર્ડમાં સઘન સારવાર મેળવી વેરાવળનાં શ્રી અહમદ અબ્દુલ ગની પંજાએ કોરોનાને પરાસ્ત કર્યો

editor

બાલિયાસણ ગામના નીલકંઠેશ્વરમંદિર ટ્રસ્ટની જમીન બારોબાર વેચી મારવાના મામલામાં મહેસાણા ડીએસપી વિરુદ્ધ કન્ટેમ્પ્ટ નોટિસ જારી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1