Aapnu Gujarat
ગુજરાત

વેરાવળ સિવિલ હોસ્પિટલમાં ૧૪ દિવસ આઇસોલેશન વોર્ડમાં સઘન સારવાર મેળવી વેરાવળનાં શ્રી અહમદ અબ્દુલ ગની પંજાએ કોરોનાને પરાસ્ત કર્યો

દરેક લોકો લોકડાઉનનો અમલ કરે અને પ્રશાશનને સાથ-સહકાર આપે
ગીર-સોમનાથ તા. -૧૧, ગીર-સોમનાથ જિલ્લામાં કોરોના વાયરસનો પ્રથમ કેસ તા. ૨૮/૦૩/૨૦૨૦ નોંધાયેલ હતો. વેરાવળમાં રહેતા અને દુબઇથી આવેલા શ્રી અહમદ અબ્દુલ ગની પંજા ઉં.વર્ષ ૬૫ ને કોરોનાના લક્ષણ જણાતા તેઓને આઇસોલેશન વોર્ડમાં તા. ૨૭/૦૩/૨૦૨૦ નાં રોજ દાખલ કરવામાં આવેલ હતા અને ૨૮/૦૩/૨૦૨૦ તેમનો રીપોર્ટ પોઝીટીવ આવેલ. જેના કારણે વહીવટીતંત્ર હરકતમાં આવી ગયેલ લોકડાઉનનો ચુસ્ત અમલ, પોલીસ વિભાગ, નગરપાલિકા, આરોગ્ય તંત્ર દ્વારા સજાગ થઇ કામગીરી કરવામાં આવી રહી છે.
રાજ્ય સરકારનું માર્ગદર્શન જિલ્લાતંત્રની રાતદિવસની ફરજ નિષ્ઠા ડો.સોંદરવા, ડો.જાલોંધરા, ડો.રાવલીયા અને સ્ટાફની સઘન સારવાર કોરોનાને પરાસ્ત કરવા કારગત નીવડી છે. પ્રથમ નેગેટીવે ૧૦ એપ્રીલ અને બીજો નેગેટીવ રીપોર્ટ ૧૧ એપ્રીલે આવેલ. લોકડાઉનનો જનતાએ કરેલ અમલના કારણે વધુ પોઝીટીવ કેસના દર્દી નોંધાયેલ નથી. જે બે પોઝીટીવ દર્દી માંથી શ્રી અહમદ અબ્દુલ ગની પંજા એક દર્દી સંપૂર્ણ સ્વસ્થ થઇ જતા આજરોજ રજા આપવામાં આવી હતી. જિલ્લા તંત્રની સતત મહેનતને લોકોના સાથ સહકારનું સુપર પરિણામે છે. હોસ્પિટલ ખાતે અધિક કલેકટરશ્રી જે.એસ.પ્રજાપતિ, સિવિલ સર્જન ડો.જીજ્ઞેશ પરમાર અને હોસ્પિટલના સ્ટાફ સહિતના ઉપસ્થિત લોકોએ શ્રી અહમદ અબ્દુલ ગની પંજાને સંપૂર્ણ સ્વસ્થ થઇ જતા તેઓને ડિસચાર્જ કાર્ડ આપીને તાળીઓ સાથે અભિનંદન પાઠવ્યા હતા. તેમજ ૧૪ દીવસ સેલ્ફ હોમ કોરોન્ટાઇનમાં રહેવાની સુચના પણ આપી હતી.
આ તકે સંપૂર્ણ સ્વસ્થ થઇ સારવાર મૂક્ત થતા એક ખુશીની લહેર સાથે શ્રી અહમદ અબ્દુલ ગની પંજાએ જણાવ્યું હતું કે, મારી સારવારમાં કોઇ કચાસ રાખવામાં આવી ન હતી. જાનના જોખમે મને આરોગ્ય સ્ટાફ દવાનો ડોઝ નિયમીત આપતા અને સેનેટાઇઝરનો છટકાવ રાત્રે પણ કરવામાં આવતો. આ સરકારી હોસ્પિટલ ખાનગી હોસ્પિટલની સારવારને ટક્કર મારે એવી સારવાર મારી કરવામાં આવી હતી. મારા પત્નિ હાલમાં આઇસોલેશન વોર્ડમાં દાખલ છે અને મને જિલ્લાના સિવિલ હોસ્પિટલના ડોકટરો પર પુરો વિશ્વાસ છે કે, બે ચાર દીવસમાં મારી પત્નિ પણ કોરોનાને પરાસ્ત કરશે. હુ આરોગ્ય વિભાગ, જિલ્લા વહીવટીતંત્ર સાથે સરકારશ્રીનો હર્ષની લાગણી સાથે આભાર વ્યક્ત કરૂ છું. તેમજ પવિત્ર રમજાન માસ આ મહિનામાં જ શરૂ થઇ રહ્યો છે. ત્યારે હુ ઘરમાં ઇબાદત કરીને આ કોરોના વાયરસ આપણા દેશમાંથી નેસ્ત નાબુદ થઇ જાય તેવી ખુદા પાસે દુઆ કરીશ.

તસ્વીર મહેન્દ્ર ટાંક સોમનાથ
[7:53 PM, 4/11/2020] Aapnu Gujarat: Ok

Related posts

સાવરકુંડલા અને લીલીયા તાલુકામાં ખેતીવાડીની વિવિધ સહાય માટે 29781 ખેડૂતોએ અરજી કરી હતી.

aapnugujarat

માણસામાંથી મળ્યું નકલી બિયારણ

aapnugujarat

પેટ્રોલ પંપના કર્મીની નજીવી તકરારમાં ગ્રાહકે કરેલ હત્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1