Aapnu Gujarat
ગુજરાત

માણસામાંથી મળ્યું નકલી બિયારણ

ખાતરકાંડ બાદ હવે ખેડૂતોને છેતરવા માટેની રીતનો પર્દાફાશ થયો છે. ગાંધીનગર જિલ્લાના માણસામાં નકલી બિયારણનો પર્દાફાશ થયો છે. માણસામાં બિયારણ વેચતી એક દુકાનમાંથી ૧૦ થેલી બોગલ બિયારણ પકડાયું છે. કૃષિ વિભાગે આ ઘટનાને ગંભીરતાથી જોઇે તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે. તપાસના આદેશના પગલે કૃષિ વિભાગની ટીમે દુકાનમાં તપાસ શરુ કરી દીધી છે.મળતી માહિતી પ્રમાણે અત્યારે ખેડૂત ચારે બાજુથી છેતરાઇ રહ્યો છે ત્યારે બિયારણમાં પણ ખેડૂતને છેતરવાનું બાકી રહ્યું નથી. ગાંધીનગર જિલ્લામાં આવેલા માણસામાં બિયારણ વેચતી દુકાનમાં બોગસ બિયારણની થેલીઓ મળી આવતા કૃષી વિભાગની ટીમે જાત તપાસ શરૂ કરી છે. સ્પર્શ એગ્રો કંપનીમાં કૃષિ વિભાગની ટીમે સર્ચ ઓપરેશન હાથધર્યું છે.માણસામાં બિયારણ વેચતી દુકાનો ઉપર કૃષી વિભાગની સ્કોડે સર્ચ ઓપરેશન હાથધર્યું છે. ટીમે કપાસના નકલી બિયારણ અને સરકારે પ્રતિબંધ મુકેલા બિયારણોનું ખુલ્લેઆમ વેચાણ પકડ્યું હતું. સ્કોર્ડની તપાસ ચાલું છે તપાસમાં દકેર પ્રકારના બિયારણોની તપાસ કરવામાં આવશે અને સરકાર માન્ય બિયારણ છે કે કેમ એ દરેકની તપાસ કરવામાં આવશે.ચોમાસાની સિઝન નજીક આવી રહી છે ત્યારે ગુજરાતમાં મોટા પ્રમાણમાં વાવેતર થતું હોય છે જેના પગલે કપાસમાં મોટા પ્રમાણમાં નકલી બિયારણ વેચવામાં આવે છે બીટી૩ અને બીટી ૪ જાતના બિયારણો વેચાતી હોય છે. આ તમામ બિયારણની તપાસ હાથ ધર્યું છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે બિયારણ વેચતી કંપનીઓએ વેપારીઓના તમામ રેકોર્ડ ડોક્યુમેન્ટનું ચકાસણી કરવામાં આવી રહ્યું છે અને આ બિયારણો કઇ કઇ જગ્યાએ વેચવામાં આવે છે? ગુજરાત સિવાય કઇ કઇ જગ્યાએ બિયારણ મેચવામાં આવે છે તેની તપાસ કરવામાં આવે છે.કૃષિ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, માણસા જીઆઇડીસીમાં ગણી બધી જગ્યાએ બીટી કોટન ઉત્પાદનના યુનિટ આવે છે. કૃષિ વિભાગના ગુણવત્તા સુધારાની ટીમ દ્વારા છેલ્લા ૧૦થી૧૫ દિવસથી તમામ જગ્યાએ તપાસ શરૂ કરવામાં આવે છે. સાથે સાથે અમારા ઇન્સ્પેક્ટરોને પણ સુચના આપવામાં આવી છે કે, કોઇપણ પ્રકારની ગેરકાયદે બિયારણ કે દવાઓ જાણવા મળે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. તાજેતરમાં જ એક કંપની સામે એફઆઇઆર કરી છે જેની પાસેથી ગેરકાયદેસર ખોટું બિટીનું બિયારણ મળી આવ્યું છે. અમે ખેડૂતોને પણ વેપારીઓ પાસેથી મોકલીને વેપારીઓ પાસેથી બેન કરેલા બિયારણોની પણ માંગણી કરાવીએ છીએ અને આ પ્રકારની ટ્રેપ સિસ્ટમ પણ અમે બનાવી છે.અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, અહીંથી અને બિયારણના સેન્પલો લીધા છે અને લેબ ટેસ્ટ માટે મોકલી આપવામાં આવ્યા છે. આ સાથે કંપનીમાંથી સરકારે બેન કરેલી દવાઓ કે કંઇપણ શંકાસ્પદ વસ્તુ મળી આવશે તો કંપની સામે પોલીસ ફરિયાદ કરવામાં આવશે.

Related posts

પાવીજેતપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં મગફળીની હરાજીનો પ્રારંભ

editor

શંકરસિંહ વાઘેલા ૨૯મીએ અમદાવાદમાં એનસીપીમાં જોડાશે

aapnugujarat

लाल दरवाजा टर्मिनस बिल्डिंग की जगह नई ऑफिस बनेगी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1