Aapnu Gujarat
ગુજરાત

પાવીજેતપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં મગફળીની હરાજીનો પ્રારંભ

     પાવીજેતપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં આજરોજ મગફળીની હરાજીનો પ્રારંભ થતા એકંદરે મગફળીના ભાવ સારા મળતા કિસાનોમાં આનંદની લહેર પ્રસરી જવા પામી છે. પ્રથમ દિવસે ૧૫ જેટલા નાના-મોટા મગફળીના  સાધનો આવ્યા હતા.
      પાવીજેતપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ઇન્ચાર્જ મંત્રી આશિષભાઇ પટેલના જણાવ્યા મુજબ આજરોજ વહેલી સવારથી વેપારીઓ ને બોલાવી મગફળીની હરાજીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. એપીએમસી પ્રમુખ મયુર પટેલ ના હસ્તે પૂજા કરી મગફળીની હરાજીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ સમયે પાવી જેતપુર નગર તમેજ આજુબાજુ ના ગામડાઓમાં  અગાઉથી જાણ કરેલ હોવાના કારણે ૧૫ જેટલા નાના-મોટા મગફળી ના સાધનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મગફળીના ભાવ  ૪૬૫૦ થી ૪૭૬૦ સુધી મળતા ખેડૂતોમાં આનંદ જોવા મળતો હતો.
      એપીએમસી પ્રમુખ મયુર પટેલ  ના જણાવ્યા મુજબ હરાજીનો પ્રારંભ થતાં પાવીજેતપુર તાલુકાના  આજુબાજુના ગામડાઓમાં  લાકડા કોલ લાગી જતા, આવતીકાલથી મગફળી ના સાધનો વધી જશે ત્યારે કિસાનોને પોતાના મગફળી નો ભાવ પોષણક્ષમ મળી રહે તે માટે વધુ વેપારીઓ બોલાવી સુંદર આયોજન કરવામાં આવનાર છે. સાથે સાથે ઇન્ચાર્જ મંત્રી આશિષભાઈ પટેલે કિસાનો માટે ચા-પાણી અને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી, તેમજ મગફળીની હરાજીનું સફળ સંચાલન રાજેન્દ્રભાઈ બાદશહે કર્યું હતુ.
      આમ ,પાવીજેતપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં આજ રોજથી મગફળીની હરાજીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં ૧૫ જેટલા સાધનો આવ્યા હોઇ, તેમજ  ૪૬૫૦ થી ૪૭૬૦ સુધીનો ભાવ મળવા પામ્યો હતો.

ઇમરાન સિંધી..પાવીજેતપુર

Related posts

ગુજરાત બજેટ : સમાજિક ન્યાય અધિકારિતા કામો પાછળ ૩,૬૪૧ કરોડ ફાળવાયા

aapnugujarat

કલોલના સાંતેજ ગામમાં દિવાલ ધસી પડતાં બે બાળકોએ ગુમાવ્યો જીવ

aapnugujarat

છેલ્લા 2 વર્ષમાં વધતી જતી મોંધવારીથી લોકોનું બજેટ ખોરવાયું જાણો ત્રણ વર્ષમાં પેટ્રોલ સહીત કઈ ચીજોમાં જોવા મળી મોંઘવારી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1