Aapnu Gujarat
ગુજરાત

પેટ્રોલ પંપના કર્મીની નજીવી તકરારમાં ગ્રાહકે કરેલ હત્યા

શહેરના અસારવામાં આવેલા પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવવા આવેલા ગ્રાહકે પેટ્રોલ પંપના આધેડવયના કર્મચારી સાથે થયેલી સામાન્ય તકરારમાં ઉશ્કેરાઇને તેને પેટ્રોલ ભરવાની નોઝલ જ માથામાં ફટકારી દઇ મોતને ઘાટ ઉતારતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. આ બનાવ અંગે શાહીબાગ પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી હતી અને મુખ્ય આરોપીની ધરપકડ માટેની પોલીસે તજવીજ હાથ ધરી હતી. અસારવા વિસ્તારમાં આવેલા પેટ્રોલ પંપ ખાતે દ્રિચક્રી વાહનમાં પેટ્રોલ ભરાવીને પંપના આધેડ વયના કર્મચારી સાથે ભૈરવ નામની એક વ્યક્તિએ બોલાચાલી કરી હતી. ત્યારબાદ મારામારી કરીને તેણે પેટ્રોલ પુરવાની નોઝલ જ જોરદાર રીતે પંપ કર્મીના માથાના ભાગે ફટકારી દીધી હતી. જેથી તે નીચે પટકાયા હતા અને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા.
આ સમગ્ર ઘટનાક્રમ સીસીટીવીમાં કેદ થયો હતો. બીજીબાજુ, ગંભીર રીતે ઘવાયેલા પેટ્રોલ પંપના કર્મચારીનું સારવાર દરમિયાન તેમનું નિધન થતાં પોલીસે આ પ્રકરણમાં સંડોવાયેલા આરોપીની ધરપકડની તજવીજ હાથ ધરી હતી. જો કે, આ ઘટનાને લઇ પેટ્રોલ પંપના અન્ય કર્મચારીઓ અને સમગ્ર વિસ્તારમાં ફફડાટની લાગણી સાથે ભારે ચકચાર મચી ગઇ હતી. બીજીબાજુ, સરસપુરમાં બિપીન પરમારને માર મારીને મોતને ઘાટ ઉતારવાના બનાવમાં શહેર કોટડા પોલીસે મુખ્ય સુત્રધાર ભૈરવ ઉર્ફ ભેરુ કુમાવત સહિત ચાર આરોપીની ધરપકડ કરી હતી. ભૈરવ ઉપરાંત રવિ પાંડે, વિક્રમ ચૌહાણ અને દિપક ઉર્ફ દિપો હીરાગરને પોલીસે ધરપકડ કરી હતી. ભૈરવ, રવિ અને દિપક ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. જેમાં ભૈરવ ઓઢવ, રામોલ, બાપુનગર, નરોડા, નારાયણપુરા અને સુરેન્દ્રનગરમાં વિવિધ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. તેમજ રામોલ અને ઓઢવમાં તડીપાર છે. જ્યારે રવિ પાંડે સામે રામોલ પોલીસ સ્ટેશનમાં હત્યાના આરોપસર પકડાયેલો છે. વિક્રમ ચૌહાણ રામોલમાં પ્રોહિબિશન અને મારામારીના ગુનામાં પકડાયેલો છે અને જૂનાગઢમાં પાસા ભોગવી ચૂકેલો છે.

Related posts

કોંગ્રેસના પ્રતાપ દુધાત તેમજ અમરીષ ૩ વર્ષ માટે સસ્પેન્ડ : નીતિન પટેલની દરખાસ્ત બાદ અધ્યક્ષનો મહત્વનો નિર્ણય

aapnugujarat

જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ : આંખે પાટા બંધાયા

aapnugujarat

બેસ્ટ બેકરી કેસ : ૨૧ દિનમાં વડોદરા ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં ડીજીપી વરણીનો હુકમ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1