Aapnu Gujarat
ગુજરાત

જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ : આંખે પાટા બંધાયા

આજે ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિનો કાર્યક્રમ મંદિરમાં શરૂ થઈ ચૂક્યો છે. ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, મેયર કિરીટ પરમાર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ મંદિરે પહોંચ્યા છે. સી આર પાટીલ ધ્વજારોહણ કરશે. હાલ મંદિરમાં નેત્રોત્સવ વિધિ શરૂ કરવામાં આવી છે. ભગવાન મામાના ઘરેથી નીજ મંદિર પરત ફર્યા છે. એટલે મામાના ઘરે ભગવાન જગન્નાથજીને આંખો આવી છે. જેણા કારણે ભગવાનની નેત્રોત્સવ વિધિ યોજાય છે. નેત્રોત્સવ વિધિ સમયે સી.આર.પાટિલે ખાસ હાજરી આપી છે. નેત્રોત્સવ વિધિ બાદ આજે ધ્વજા રોહણની સાથે મહાઆરતી કરવામાં આવશે. ભક્તો આતુરતાથી ભગવાન જગન્નાથની રથયાત્રાની રાહ જોઈને બેસ્યા હતા, તે ઘડી હવે નિકટ આવી ચૂકી છે. શુક્રવારે અષાઢી બીજના દિવસે રથયાત્રા નીકળશે. ત્યારે ભગવાન જગન્નાથ મામાના ઘરેથી નિજ મંદિર આવી ગયા છે. તેમની મંદિરમાં પુન સ્થાપના કરવામાં આવી છે. આજે ભગવાનની નેત્રોત્સવ વિધિ કરવામાં આવી રહી છે. જેમાં ભગવાનની આંખે પાટા બાંધવામાં આવશે. આ પ્રસંગે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર.પાટીલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના યજમાનો ભગવાનની નેત્રોત્સવની વિધિમાં જોડાયા છે. ત્યારબાદ ધ્વજારોહણની વિધિ કરવામાં આવશે અને ત્યારબાદ મહાઆરતી કરાશે. નેત્રોત્સવની વિધિ સવારથી શરૂ કરવામાં આવે છે. આ વિધિમાં યજમાનો ઉપરાંત ભક્તો સહિત અનેક નેતાઓ આ પૂજામાં ભાગ લે છે. હાલ મોટી સંખ્યામાં ભક્તો મંદિરે પહોંચ્યા છે. બીજી બાજુ નેત્રોત્સવ વિધિને પગલે જમાલપુરના જગન્નાથ મંદિર ખાતે પોલીસનો કાફલા ઉતારવામાં આવ્યો છે. સાથે જ મંદિરમાં આવી રહેલા તમામ લોકો પર નજર રાખવામાં આવી રહી છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને સુરક્ષામાં કોઈ ખામી ન રહી જાય તે માટે મંદિર પરિસરમાં ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. રથયાત્રા પહેલા ભગવાન જગન્નાથ ૧૫ દિવસ પહેલા પોતાના મોસાળમાં જતા હોય છે, અને બાદમાં ત્યાંથી પરત ફરે છે. મોસાળમાં તેમની ભારે આગતાસ્વાગતા કરવામાં આવે છે. તેમણે અનેક મિષ્ટાનો અને જાંબુ આરોગ્યા હોય છે. જેના કારણે તેમની આંખો આવી ગઇ હોય છે. જેથી મંદિરમાં પ્રવેશ પછી તેમની આંખો પર પાટા બાંધી દેવામાં આવે છે. આ આખી વિધિને નેત્રોત્સવ કહેવામાં આવે છે. હવે ભગવાનના આંખેથી પાટા અષાઢી બીજના દિવસે વહેલી સવારે ૪ વાગ્યે ખોલવામાં આવશે. રથયાત્રાને લઈને શહેર પોલીસેનું આજે ગ્રાન્ડ રિહર્સલનું યોજાવાનું હતું. પરંતુ એકાએક શહેર પોલીસ કમિશનરે પ્રજાલક્ષી લીધો છે. સવારે ૮ વાગ્યે ગ્રાન્ડ રિહર્સલના બદલે મીની રિહર્સલ કરવામાં આવશે. જગન્નાથ મંદિરથી શહેર પોલીસની અધ્યક્ષતામાં રૂટ પર રિહર્સલ કરાશે. બંદોબસ્તમાં રહેલા લોકોનું રીપોર્ટીંગ અને નોકરીની વહેંચણી પણ પૂર્ણ થઈ ગઈ છે. બંદોબસ્તમાં રહેનાર લોકોને વિસ્તારથી વાકેફ પણ કરી દેવાયા છે. જે પોઇન્ટ આપવામાં આવ્યા છે તે ફરજના સ્થળે રિપોર્ટિંગ પણ થઈ ચૂક્યું છે. ગ્રાન્ડ રિહર્સલમાં જેસીપી, ડીસીપી, એસીપી, પીઆઇ કક્ષાના અધિકારીઓ રિહર્સલમાં હાજર રહેશે.

Related posts

ડભોઈમાં નાતાલની ઉજવણી કરાઈ

editor

ગુજરાતના ખેડૂતો સામે દાવો માંડનારી પેપ્સીકો સામે રોષ

aapnugujarat

कांगो बुखार से तीन मौत : जामडी की महिला की रिपोर्ट पॉजिटिव

aapnugujarat

Leave a Comment

UA-96247877-1