Aapnu Gujarat
ગુજરાત

રાજય જમીન વિકાસ નિગમની કચેરીને તાળા મારવાનો નિર્ણય

રાજ્યનાં સૌથી મોટા કૌભાંડકારી કોર્પોરેશન તરીકે સામે આવેલા જમીન વિકાસ નિગમને આખરે સરકારે તાળા મારવાનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે જમીન વિકાસ નિગમને બંધ કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. જો કે, હાલ પૂરતું જયાં સુધી સમગ્ર કામગીરી આટોપાશે નહી ત્યાં સુધી નિગમ ચાલુ રહેશે. તો બીજીબાજુ, નિગમના સ્ટાફ કર્મચારીઓ અને વાહનો પણ સરકારના અન્ય વિભાગો અને સંબંધિત ખાતાઓમાં જરૂરિયાત મુજબ ફાળવાશે. ઉલ્લેખનીય છે કે જળસંચયની કામગીરીમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હતો. એસીબીએ મોટાપાયે દરોડાઓ પાડી લાંચરૂશ્વતનું આ સમગ્ર કૌભાંડ પકડી પાડવામાં આવ્યું હતું. આ કૌભાંડમાં નિગમનાં તમામ ટોચનાં અધિકારીઓ સામેલ હોવાનું બહાર આવ્યું હતું. તો હવે રાજ્ય સરકારે જમીન વિકાસ નિગમને બંધ કરવાને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. સરકારે જમીન વિકાસ નિગમને તાળા મારવાનો નિર્ણય કર્યો છે. ગાંધીનગરમાં સેકટર-૧૦ ખાતે આવેલી આ નિગમની કચેરી બલરામ ભવનમાં જ નિગમના ઉચ્ચ અધિકારીઓના ખિસ્સા અને ટેબલમાંથી જ લાખો રૂપિયા પકડાતા ચકચાર મચી ગઈ હતી. જેમાં આ ભ્રષ્ટ અધિકારીઓના ઘર સહીત અન્ય રોકાણોમાં પણ કરોડો રૂપિયાની સંપત્તિ મળી આવતા અત્યારે કોર્ટ કાર્યવાહી ચાલી રહી છે. આ જમીન વિકાસ નિગમમાં જમીન સંપાદન સહીત જળસંચયની વિવિધ કામગીરીમાં લાંચ-રૂશ્વતના કરોડો રૂપિયાના કૌભાંડ પકડાયા છે. રાજ્ય સરકાર દ્વારાઆગામી લોકસભાની ચૂંટણીમાં વિપક્ષ દ્વારા આ નિગમના ભ્રષ્ટાચારનો મુદ્દો જ ઉછાળવામાં આવે નહીંતે માટે આ નિગમને જ તાળાં મારી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં સરકારી સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે આ જમીન વિકાસ નિગમની તમામ મિલકતોને સરકાર હસ્તક લઇ અન્ય સરકારી વિભાગ માટે ઉપયોગ કરવામાં આવશે. જયારે આ નિગમના અંદાજે ૪૦૦ જેટલા કર્મચારીઓનો રાજ્યના અન્ય બોર્ડ-નિગમ અથવા સરકારી વિભાગોમાં સમાવેશ કરવામાં આવશે. તો આ નિગમ હસ્તકની વિવિધ યોજનાઓને રાજ્યના કૃષિ અને સિંચાઈ વિભાગ હેઠળ સાંકળી લેવામાં આવશે. સરકારે જમીન વિકાસ નિગમને તાળા મારવાનો નિર્ણય કર્યો છે. નિગમનાં ૪૦૦ કર્મચારીઓનો અન્ય સરકારી વિભાગોમાં કે બોર્ડ કોર્પોરેશનમાં સમાવેશ કરવામા આવશે. આ ઉપરાંત નિગમ અંતર્ગતની જે યોજનાઓ છે તે યોજનાઓને સીધી રીતે સિંચાઈ અને કૃષિ વિભાગ હેઠળ ચાલુ રાખવામાં આવશે. તો જ્યારે જમીન વિકાસ નિગમની મિલકતો સરકાર હસ્તક લઈને અન્ય સરકારી કામ માટે ફાળવવામાં આવશે. સરકારના જમીન વિકાસ નિગમને તાળા મારવાની વાત આમ તો સરકાર અને સમગ્ર વહીવટી તંત્ર માટે શરમજનક અને નાલેશીભરી કહી શકાય કારણ કે, ભ્રષ્ટાચારને નાથવાની વાતો કરનારા ભાજપના રાજમાં જ જો તેના એક નિગમમાં જ ગંભીર હદનો ભ્રષ્ટાચાર ખદબદતો હોય અને તે નિગમ બંધ કરી દેવાની ફરજ પડે તે આમ તો, સરકારને બેકફુટ પર ધકેલતો નિર્ણય કહી શકાય.

Related posts

ભાવનગરમાં પોલીસ કોન્સ્ટેબલ વ્યાજખોર નીકળ્યો

aapnugujarat

हालोल में कार चालक ने श्रमिकों पर कार चढ़ा दी

aapnugujarat

ભાજપના શાસનને પગલે ગુજરાતમાં ખેડૂતો બેહાલ : લોકશાહી બચાવો અભિયાનના નેતાઓના પ્રહાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1