Aapnu Gujarat
ગુજરાત

ભાવનગરમાં પોલીસ કોન્સ્ટેબલ વ્યાજખોર નીકળ્યો

રાજ્યમાં વકરતા વ્યાજખોરીના દુષણને ડામવા પોલીસ એલર્ટ મોડમાં કામ કરી રહી છે. સરકાર દ્વારા રાજ્યમાં કોઈપણ ભોગે વ્યાજખોરીને ડામી દેવા માટે પોલીસને છૂટો દોર આપવામાં આવ્યો હોય ઘણા લાંબા સમયથી વ્યાજના અજગરી ભરડામાં સપડાયેલા પીડિતોને છૂટકારો અપાવવા માટે પોલીસે વ્યાજખોરો ઉપર ધોંસ બોલાવવાનું શરૂ કરી દીધું છે. તમામ જિલ્લાઓમાં પોલીસ દ્વારા લોકદરબાર યોજવામાં આવી રહ્યો છે. આ અંતર્ગત ભાવનગરમાં યોજાયેલા લોકદરબારમાં પોલીસ કોન્સ્ટેબલ જ વ્યાજે રૂપિયા આપી પઠાણી ઉઘરાણી કરતો હોવાનું સામે આવ્યું છે.
ભાવનગર પોલીસ દ્વારા વ્યાજખોરોના દૂષણને અટકાવવા લોકસંવાદ યોજાયો હતો. જેમાં રેન્જ ૈંય્ અને જિલ્લા પોલીસવડા સહિતના હાજર રહ્યા હતા. મત્વનું છે કે, વ્યાજખોરોના ત્રાસમાંથી લોકોને મુક્ત કરાવવાના હેતુ સાથે યોજાયેલા લોકસંવાદમાં એક મોટો ઘટસ્ફોટ થયો છે.
પોલીસ કોન્સ્ટેબલ જ વ્યાજે રૂપિયા આપી પઠાણી ઉઘરાણી કરે છે. આ સાથે મહિલાએ કહ્યું હતું કે, ૧૦% વ્યાજે લીધેલા રૂપિયા માટે કોન્સ્ટેબલ અવારનવાર હેરાન કરે છે. સમગ્ર મામલે હાલતો મહિલા અને પરિવાર દ્વારા રેન્જ ૈં.ય્ને રજુઆત કરાઇ છે.
ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમ-૨૦૧૧ અન્વયે વ્યાજખોરો વિરુદ્ધ જનજાગૃતિ લાવવા માટે પાટણ જિલ્લા પોલીસ દ્વારા આયોજિત લોક દરબાર કાર્યક્રમમાં રમેશભાઈ પ્રજાપતિ નામના દિવ્યાંગ વ્યક્તિ પોલીસ મહાનિરીક્ષક જે.આર. મોથલિયાને આપવીતી જણાવતા ગળગળા થઈ ગયા હતા. ફરિયાદીએ જણાવ્યું હતું કે, ’મારા દીકરાએ પોલીસકર્મીના દીકરા પાસેથી ૨ લાખ રૂપિયા ૩૦ ટકા વ્યાજે લીધા હતા. ૨ લાખની ઉઘરાણી કરવા પોલીસકર્મીનો પુત્ર ત્રાસ આપતો હતો. વ્યાજખોરના ત્રાસને લઇ મેં પોલીસમાં ફરિયાદ કરી હતી.
આ સાથે પાટણ લોક દરબાર કાર્યક્રમમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, જે બાદ પોલીસકર્મીના દીકરાએ મારા હાથ અને પગ ભાંગી નાખ્યા હતા. કેસ પાછો ખેંચવા આરોપીના પિતા પણ મને ધમકીઓ આપે છે. ફરિયાદ પાછી ખેંચવા માટે પિતા-પુત્ર મને દરરોજ દબાણ કરવામાં આવે છે. હું હેન્ડીકેફ્ટ છું હું આજે કંઈ કરી શકું તેમ નથી. મારો પરિવાર ખૂબ જ દુઃખી છે. મારી પાસે ડોક્ટરી સર્ટીફિરેટથી માંડીને તમામ પૂરાવા છે. આજે પણ હું ખૂબ જ હેરાન થાવ છું, તો મને મદદ કરવા વિનંતી.’ભુજના રેન્જ ૈંય્ જે.આર.મોથલિયાએ જણાવ્યું હતું કે, યોજાયેલા લોકદરબારમાં એક પોલીસ કર્મીના દીકરા દ્વારા આ પ્રકારની વ્યાજખોરી કરાવામાં આવતી હોવાની રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતને પગલે અમે તપાસ કરીશું અને જે પોલીસકર્મી કસૂવાર થશે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Related posts

બ્રહ્મસમાજની દીકરીઓ સામે ટિપ્પણી કરવાનાં મામલામાં હાર્દિક વિરૂદ્ધ ગુનો બનતો હોય તો ફરિયાદ નોંધાવો : હાઇકોર્ટ

aapnugujarat

કિસાન સન્માન નિધિનો ૭૦ લાખ ખેડૂતોને રાજ્યમાં લાભ

aapnugujarat

રૂપાણીએ મતદાન બાદ ગુજરાતમાં આટલી સીટો જીતવાનો કરી દીધો દાવો, કહ્યું કોંગ્રેસ હતાશ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1