Aapnu Gujarat
ગુજરાત

બાલિયાસણ ગામના નીલકંઠેશ્વરમંદિર ટ્રસ્ટની જમીન બારોબાર વેચી મારવાના મામલામાં મહેસાણા ડીએસપી વિરુદ્ધ કન્ટેમ્પ્ટ નોટિસ જારી

મહેસાણાના બાલિયાસણ ગામમાં નીલકંઠેશ્વર મહાદેવ મંદિરની ટ્રસ્ટની જમીન બારોબાર વેચી નાંખવાના પ્રકરણમાં ગુજરાત હાઇકોર્ટના હુકમ છતાં પોલીસે ફરિયાદ નહી નોંધતા હાઇકોર્ટે ગંભીર નારાજગી વ્યકત કરી આ કેસમાં મહેસાણાના ડીએસપી ચૈતન્ય માંડલિક અને એસઓજીના પીઆઇ જે.એસ.ચાવડા વિરૂધ્ધ અદાલતી તિરસ્કકાર અંગેની કન્ટેમ્પ્ટ નોટિસ જારી કરી છે. મહેસાણાના નીલકંઠેશ્વર મહાદેવના ભકત પ્રશાંત દેસાઇ દ્વારા કરાયેલી કન્ટેમ્પ્ટ પિટિશનમાં એડવોકેટ નિમિષ કાપડિયાએ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, મહેસાણાના બાલિયાસણ ગામમાં નીલકંઠેશ્વર મહાદેવ મંદિરની ટ્રસ્ટની જમીન રૂ.૧.૨૧ કરોડમાં મંદિરના પૂજારી જયંતિપુરી કેવલપુરી ગોસ્વામી, પ્રહલાદગીરી કૈલાસગીરી અને શંભુભાઇ સાવલિયા વગેરેએ એકબીજાના મેળાપીપણામાં વેચાણ દર્શાવી તેના ખોટા બોગસ કરારો બનાવી મહાદેવ મંદિર સાથે ગંભીર વિશ્વાસઘાત અને છેતરપીંડી આચર્યા હતા. આ અંગે અરજદારે આરોપીઓ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવવાનો પ્રયાસ કર્યો ત્યારે એસઓજી પોલીસ મથકે એવો જવાબ આપ્યો હતો કે, આ કેસમાં સિવિલ દાવો થયો છે, તેથી ફરિયાદ દાખલ કરવાની જરૂરી નથી. દરમ્યાન અરજદારે હાઇકોર્ટમાં આ મામલે રિટ કરતાં કોર્ટે તા.૭-૧૧-૨૦૧૬ના રોજ આ મામલે મહેસાણા ડીએસપીને અરજી કરવા અને સુપ્રીમકોર્ટના લલિતાકુમારી વિરૂધ્ધ યુપી સરકારના ચુકાદાનું પાલન કરી કાયદેસર નિર્ણય કરવા હુકમ કર્યો હતો. અરજદારે મહેસાણા ડીએસપીને અરજી કરતાં કોઇ કાર્યવાહી કરાઇ હતી. અરજદારે આરટીઆઇ કરી તો તેમાં સંતોષકારક જવાબ અપાયો ન હતો. અરજદારપક્ષ તરફથી હાઇકોર્ટનું ધ્યાન દોરાયું હતું કે, સુપ્રીમકોર્ટના ઉપરોકત ચુકાદા મુજબ, કોગ્નીઝેબલ ઓફેન્સ હોય તો પોલીસે એફઆઇઆર નોંધવી જ પડે અને જો ના નોંધે તો સુપ્રીમકોર્ટના ચુકાદાનું ઉલ્લંઘન કહેવાય. ખુદ હાઇકોર્ટે આ મામલે હુકમ કર્યો છે,છતાં પોલીસ સત્તાવાળાઓએ તેનું પાલન કર્યું નથી.

Related posts

હાંડોદ ગ્રામ પંચાયતની સરપંચ દ્વારા એક અનોખી પહેલ લોકોને સહાય આપી લોકોની કરી રહ્યા છે મદદ…

editor

ઝેડ પ્લસ સાથે રાખી હોત તો વિસંગતતા સર્જાઇ જ ના હોત : અમદાવાદ ક્રાઈમબ્રાંચ

aapnugujarat

રામ મંદિર નિર્માણ માટે સુપ્રીમ કોર્ટના નિર્ણયની રાહ જોવી જોઈએ : હાર્દિક પટેલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1