Aapnu Gujarat
બિઝનેસ

૧.૫ લાખ લોકોની ભરતી કરવા આઈટી ઉદ્યોગ તૈયાર

ભારતીય નિકાસનો આંકડો ૨૦૧૭-૧૮માં ૭-૮ ટકા સુધી રહી શકે છે. ઇન્ડસ્ટ્રી બોડી નાસ્કોમે આજે તેની માર્ગદર્શિકામાં આ મુજબની વાતકરી હતી. આમા જણાવવામાં આવ્યું છે કે, સ્થાનિક માર્કેટ ૧૦-૧૧ ટકાના દરે વધી શકે છે. આઈટી-ડીપીએમ ઇન્ડસ્ટ્રીમાં ૨૦૧૭-૧૮ના ગાળા દરમિયાન ૧.૩-૧.૫ લાખ નવા લોકો ઉમેરાય તેવી શક્યતા છે. નાસ્કોમના પ્રમુખ આર ચંદ્રશેખર દ્વારા આ મુજબની માહિતી આપવામાં આવી હતી. અગાઉના નાણાંકીય વર્ષમાં ઇન્ડસ્ટ્રી દ્વારા ૧.૭ લાખ લોકોને નોકરી આપવામાં આવી હતી. ચાવીરુપ વિદેશી માર્કેટમાં રાજકીય અને આર્થિક અનિશ્ચિતતાને ધ્યાનમાં લઇને આઈટી વિભાગે પણ જુદા જુદા પગલાઓ લીધા છે. અસર ઓછી થાય તેવા પગલા પણ લેવાયા છે. ગયા વર્ષે આઈટી કંપનીઓમાં દેખાવની પણ નોંધ લેવામાં આવી હતી. નાસ્કોમને આશા છે કે, ભારતીય આઈટી ઉદ્યોગનું ભાવિ ખુબ ઉજળું દેખાઈ રહ્યું છે. ગ્લોબલ આઈટી સેક્ટરમાં ભારતની હિસ્સેદારી માત્ર સ્થિર જ રહી નથી બલ્કે વધી રહી છે. ભારતીય આઈટી ઇન્ડસ્ટ્રીનું કદ ૧૫૪ અબજ ડોલર સુધી પહોંચ્યું છે. અગાઉના નાણાંકીય વર્ષમાં જંગી મહેસુલી રકમ ઉમેરાઈ છે. આઈટી સેક્ટરમાં ભારતના અનેક શહેરો ખુબ આગળ રહ્યા છે. આ સ્થિતિ આગામી દિવસોમાં પણ અકબંધ રહી શકે છે. આઈટી ક્ષેત્રમાં ભવિષ્ય બનાવવા માટે લાખો કર્મચારીઓ પ્રયાસ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓ પણ આ ક્ષેત્ર સાથે જોડાવવા માટે ઉત્સુક બની રહ્યા છે. આઈટી ક્ષેત્રમાં પગાર ધોરણ પણ ખુબ સારા રહ્યા છે.

Related posts

PNB को लगा 3688 करोड़ का चूना

editor

મુકેશ અંબાણી એશિયાના સૌથી ધનિક, અદાણી બીજા ક્રમ ઉપર

aapnugujarat

સોનાની આયાતમાં ૩૭ ટકા સુધીનો ડિસેમ્બરમાં વધારો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1