Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

૪ વર્ષમાં મારા વિભાગે લોકોને આપી ૧ કરોડ નોકરીઓ : ગડકરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાદ હવે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નિતીન ગડકરીએ પણ રોજગારનાં મુદ્દા પર સરકારનો બચાવ કર્યો છે. ગડકરીએ એવો દાવો કર્યો કે છેલ્લાં ૪ વર્ષમાં તેઓની હેઠળ આવનાર વિભાગોએ એક કરોડ યુવાઓને રોજગાર આપવાનો નિર્ણય કર્યો છે. ગડકરી પાસે માર્ગ પરિવહન અને રાષ્ટ્રીય રાજમાર્ગ, પોત પરિવહન અને નદી વિકાસ અને ગંગા સંરક્ષણ જેવાં મહત્વનાં મંત્રાલય છે. ગડકરીએ કહ્યું કે,”પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે કહ્યું કે તેઓની સરકારે લાખો નોકરીઓ ઊભી કરી છે તે બિલકુલ સાચી વાત છે. આપણા પ્રધાનમંત્રીનાં નેતૃત્વમાં અમારી સરકાર બન્યા બાદ મારા વિભાગોએ ૧૦ લાખ કરોડ રૂપિયાની પરિયોજનાઓનાં કોન્ટ્રાક્સ આપવામાં આવ્યાં છે અને આને પ્રમાણિત કરવા માટે મારી પાસે જરૂરી આંકડા પણ છે.રાજમાર્ગ, પોત પરિવહન, બંદરગાહ, અંતર્દેશીય જળમાર્ગ અને જળ સંશાધન જેવા ક્ષેત્રોમાં આ બધું થયું છે.
કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરીએ કહ્યું કે, આ વિભાગોએ મોટી સંખ્યામાં પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ નોકરીઓ ઊભી કરી છે. મારી અંતર્ગત આવનારા વિભાગોએ એક કરોડ યુવાઓને રોજગાર આપેલ છે.
છેલ્લાં ૪ વર્ષમાં રોજગાર સૃજનનો દર વધ્યો છે. ગડકરીએ જણાવ્યું કે જ્યારે પણ ૧,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ થતું હોય છે ત્યારે ૫૦ હજારથી લઇને ૧ લાખની વચ્ચે પ્રત્યક્ષ અથવા અપ્રત્યક્ષ રોજગારનાં અવસરો ઊભા થતાં હોય છે.

Related posts

दिल्ली में आयुष्मान भारत योजना लागू नहीं होगी : केजरीवाल

aapnugujarat

ED notice of Raj Thackeray : Uddhav said- nothing would come out from the inquiry

aapnugujarat

રાજ્યવર્ધનસિંહ રાઠોડે જયપુર ગ્રામીણ બેઠક પરથી ભર્યું ઉમેદવારી પત્રક

aapnugujarat

Leave a Comment

UA-96247877-1