Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

દિલ્હીનો બોસ મુખ્યમંત્રી : સુપ્રીમ કોર્ટ

કેન્દ્ર શાસિત દિલ્હીમાં કેજરીવાલ સરકાર અને ઉપરાજ્યપાલ બેમાંથી કોણ શીર્ષ રહેશે? સુપ્રીમ કોર્ટ બુધવારે આ અંગે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, કેન્દ્ર રાજ્યના સંબંધો સૌહાર્દપૂર્ણ હોવા જોઇએ. રાજ્યોને અધિકારનો ઉપયોગ કરવાનો હક છે. એલજી પાસે સ્વતંત્ર અધિકારી નથી. એલજી કેબિનેટની સલાહથી કામ કરવાનો ચૂકાદો સુપ્રીમ કોર્ટે આપ્યો છે. સુપ્રીમ કોર્ટે વધુમાં જણાવ્યું કે, પ્રશાસનીક નિર્ણય લેવો બધાની સામૂહિક જવાબદારી છે. બંધારણનું પાલન કરવું એ બધાની ફરજ છે. દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો ન આપી શકાય. દિલ્હીની સ્થિતિ અન્ય રાજ્યોથી અલગ છે.
સુપ્રીમ કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, કોપી એલજીને સોંપવામાં આવે. કેબિનેટ સાથે મળીને જનતા માટેકામ કરવા માટે એલજીને સૂચન પણ કરવામાં આવ્યું છે. સરકાર એલજીને નિર્ણયોની અવગત કરાવે. રાજ્યમાં અરાજક માટે કોઇ સ્થાન ન હોવાનું પણ એસસીએ કહ્યું છે. ભારત જેવા લોકતંત્ર દેશ માટે વાતચીત જરૂરી છે. લોકતાંત્રિક સંસ્થાઓની નિષ્ફળતા દેશની નિષ્ફળતા છે. બંધારણીય લડાઇ લોકતંત્રની પરીક્ષા હોવાનું પણ એસસીએ ચૂકાદામાં કહ્યું છે.
આ ચૂકાદાને વાંચતા સીજેઆઈ દિપક મિશ્રાએ કહ્યું હતું કે, બધા નિર્ણયો બંધારણીય ભાવનાને અનુરૂપ હોવા જોઇએ. બંધારણીય વિશ્વાસ અત્યંત મહત્વપૂર્ણ છે. બંધારણીય નૈતિકતા કેટલાક લોકોના હાથોમાં શક્તિની એકાગ્રતાના વિચારોને અસ્વીકાર કરે છે. તેમણે વધુમાં જણાવ્યું હતુંકે, કેન્દ્ર અને રાજ્ય સરકારે એકબીજા સાથે સહયોગ અને સામજસ્યપૂર્ણ સંબંધોનું પ્રદર્શન કરવું જોઇએ. બંને સરકારો મળીને બંધારણીય સંઘવાદ અનુરૂપ કામ કરે.
દિલ્હીમાં મુખ્યમંત્રી અને ઉપરાજ્યપાલ વચ્ચેના અધિકારીઓની લડાઇની અરજી ઉપર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, ચૂંટાયેલી સરકારને વધારે શક્તીઓ આપે છે. એલજી એકલા જ કોઇ નિર્ણય નથી કરી શકતા. તેઓ મુખ્યમંત્રી સાથે મળીને વાત કરે.
દિલ્હી સરકાર વિરુદ્ધ ઉપ રાજ્યપાલના આ મામલામાં સુપ્રીમ કોર્ટમાં ૧૧ અરજીઓ દાખલ હતી. ૬ ડિસેમ્બર ૨૦૧૭એ મામલામાં પાંચ જજોની બંધારણીય બેચે નિર્ણયને સુરક્ષી રાખ્યો હતો.
ઉલ્લેખનીય છે કે,ઉપ રાજ્યપાલને વહીવટી પ્રમુખ ગણાવતા આદેશ સામે દિલ્હીની કેજરીવાલ સરકારે હાઇકોર્ટમાં ચાર ઓગસ્ટ ૨૦૧૬એ પડકાર ફેંક્યો હતો. અરજીમાં દિલ્હીમાં ચૂંટાયેલી સરકાર અને ઉપ રાજ્યપાલના અધિકાર સ્પષ્ટ કરવાન આગ્રહ કર્યો છે.
કોર્ટે સુનાવણીમાં કહ્યું હતું કે, દિલ્હીમાં બંધારણીય વ્યવસ્થા પ્રથમ દ્રષ્ટીથી ઉપ રાજ્યપાલના પક્ષમાં નમતી દેખાય છે. કોર્ટે કહ્યું કે, દિલ્હીના કેસમાં બંધારણના આર્ટિકલ ૨૩૯ એએ અલગ છે. એવું લાગે છે કે, બીજા કેન્દ્ર શાસિત પ્રદેશોથી ઉલટું અહીં ઉપ રાજ્યપાલને વધારે શક્તિઓ પ્રાપ્ત છે.
કોર્ટની ટિપ્પણીઓ પાંચ જજોની બંધારણીય બેચને કરી હતી. આ બેચમાં ચીફ જસ્ટિસ દિપક મિશ્રા, જસ્ટિસ એકે સીકરી, જસ્ટીટ એએમ ખાનવિલકર, જસ્ટિસ ડીવાઇ ચંદ્રચૂડ અને જસ્ટિસ અશોક ભૂષણ સામેલ છે.
દિલ્હી સરકાર તરફથી વરિષ્ઠ વકીલ ગોપાલ સુબ્રમણ્યમ, પી. ચિદંબરમ, રાજીવ ધવન, ઇન્દિરા જયસિંહ અને શેખર નાફડે રજૂઆત કરી હતી. જ્યારે કેન્દ્ર સરકારનો પક્ષ એડિશનલ સોલિસિટર જનરલ મનિંદર સિંહ રાખ્યો હતો.
સીજેઆઈ દીપક મિશ્રાએ કહ્યું કે, “લોકતાંત્રિક મૂલ્યો સર્વોચ્ચ છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે સમન્વય હોવો જોઇએ. ભારત સંસદીય પ્રણાલી છે. બંધારણનું પાલન કરવું બધાની જવાબદારી છે.
ચુકાદામાં અન્ય એક જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યુ કે દેશની લોકતાંત્રિક સંસ્થાઓ બંધ થઈ જાય ત્યારે દેશ નિષ્ફળ જાય છે. મતભેદો વચ્ચે પણ રાજકારણીઓ અને અધિકારીઓ ભેગા થઈને કામ કરે તે જરૃરી છે. તાકાત અને જવાબદારી ચૂંટાયેલી સરકાર પાસે છે.

Related posts

पीओके में किशोरों को ट्रेनिंग देकर आतंकी बना रहा है हिज्बुल

aapnugujarat

નોર્થઈસ્ટ ઈન્ડિયા, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થશે

aapnugujarat

વિજય માલ્યાને અપરાધી જાહેર કરવાની માંગની સાથે અરજી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1