Aapnu Gujarat
મનોરંજન

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફ્રેમ ટપ્પુ અને બબીતા વચ્ચે ઈલુ… ઈલુ…

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો ટપ્પુ ઉર્ફે રાજ અને બબીતા ઉર્ફે મુનમુન વચ્ચે ૯ વર્ષનું અંતર છે. મુનમુન દત્તા રાજથી ૯ વર્ષ મોટી છે. અત્યાર સુધી આ સમાચાર પર મુનમુન કે રાજ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. પરંતુ ચાહકો હવે તેમના સંબંધોનું સત્ય જાણવા માટે ઉત્સાહિત છે. મુનમુન લાંબા સમયથી શોમાંથી ગાયબ હતી, પરંતુ થોડા દિવસો પહેલા જ તે શોમાં પરત ફરી હતી. હકીકતમાં મુનમુન તેના એક વીડિયોને લઈને વિવાદમાં ફસાઈ ગઈ હતી, ત્યારબાદ તેણે સોશિયલ મીડિયા પર માફી પણ માંગી હતી. આ વિવાદ બાદ મુનમુન શોમાં જાેવા મળી નહોતી, ત્યાર બાદ દર્શકોને લાગ્યું કે તેણે આ શો છોડી દીધો છે, પરંતુ તાજેતરમાં જ અભિનેત્રીની વાપસીથી બધા ખૂબ ખુશ હતા. તમને જણાવી દઈએ કે મુનમુન ૧૩ વર્ષ પહેલા શરૂ થયું ત્યારથી આમાં છે. તે સમયે ટપ્પુનું પાત્ર ભવ્ય ગાંધીએ ભજવ્યું હતું. જાે કે, ૨૦૧૭ માં ભવ્યએ શો છોડ્યા પછી, રાજે ટપ્પુની ભૂમિકા ભજવવાનું શરૂ કર્યું. લોકપ્રિય કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલ, બબીતાજીને મનમાં ને મનમાં પસંદ કરે છે. બબીતાની એક ઝલક જાેવા માટે જેઠાલાલ કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે. આ શોમાં જેઠાલાલ અને બબીતાની કેમેસ્ટ્રી અને સીન્સ દર્શકોને ખૂબ પસંદ આવે છે. પણ હાલમાં જે ખબર આવી રહી છે, તે જાણીને જેઠાલાલને ચોક્કસ આંચકો લાગશે, ઉપરાંત દર્શકો માટે પણ આ શોકીંગ ન્યૂઝ છે. રિયલ લાઈફમાં જેઠાલાલને છોડીને તેનો દિકરો ટપ્પુ બબીતાને પસંદ કરે છે. બબિતા જીની ભૂમિકા ભજવનાર મુનમુન દત્તા અને ટપ્પુનું પાત્ર ભજવનાર રાજ અનાડકટ બંને એકબીજાને ખૂબ પસંદ કરે છે. ઘણી વખત રાજ મુનમુનના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના ફોટા પર એવી રીતે કમેન્ટ કરે છે કે તે દર્શાવે છે કે બંને એકબીજાના ખૂબ સારા અને નજીકના મિત્રો છે બંને પોતાના સંબંધોનું ઘણું સન્માન કરે છે. બંનેને તેમના સંબંધો વિશે કોઈ છંછેડતું નથી. બંનેની લવ સ્ટોરી જૂની છે, પરંતુ આજ સુધી કોઈને તેની જાણ નહોતી.

Related posts

સોનાક્ષી તેમજ લુલિયા હાલ એકસાથે નજરે પડી રહી છે

aapnugujarat

विदेश जाने के लिए सलमान को मिली कोर्ट की इजाजत

aapnugujarat

અનુપમ ખેરે એફટીઆઇઆઈના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1