Aapnu Gujarat
બ્લોગ

વેક્સિન જીવન બચાવી શકે છે પણ સંક્રમણ અટકાવી શકતી નથી

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એટલે કે નવા અભ્યાસમાં શુક્રવારે વધુ એક નવી હકીકત સામે આવી છે. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે વેક્સિનના બે ડોઝ લગાવ્યા બાદ પણ ઈન્ફેક્શન થઈ રહ્યું છે. તેનું કારણ કોવિડ-૧૯નો ડેલ્ટા વેરિએન્ટ છે. એટલે કે વેક્સિનના બે ડોઝ લગાવ્યા બાદ પણ જાેખમ ઘટ્યું નથી.
આ અભ્યાસ ખૂબ જ મહત્વનો છે. ખાસ કરીને બીજી લહેર નબળી પડતા જ અનેક રાજ્યોમાં અનલોક થવા લાગ્યું છે. જનજીવન સામાન્ય થવા લાગ્યું છે. પણ છેલ્લા કેટલાક સપ્તાહમાં હિલ સ્ટેશનોથી જે તસવીરો સામે આવી રહી છે તેમા હજારોની સંખ્યામાં લોકો માર્ગો પર ઉતરી આવ્યા હતા. તે પણ માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સિંગ તો ભૂલાઈ ગયેલું જાેવા મળ્યું. આ સ્થિતિને ધ્યાનમાં રાખી મેડિકલ એસોસિએશનથી લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સક્રિય થવું પડ્યું છે. તેમણે લોકોને સલાહ આપી છે કે કોરોનાની લહેર નબળી પડી છે, ખતમ થઈ નથી. જાે સાવચેતી દાખવવામાં નહીં આવે તો ત્રીજી લહેર ટૂંક સમયમાં આવી શકે છે અને સ્થિતિ વધારે ખરાબ થવા લાગશે. અભ્યાસથી એ બાબત સાબિત થઈ ગઈ છે કે વેક્સિન ફક્ત જીવ બચાવશે. પણ ઈન્ફેક્શન થવાનું જાેખમ ટળ્યું નથી. આ અંગે વેક્સિનેશન બાદ પણ શા માટે સાવચેતી રાખવી જરૂરી છે તે અંગે અમે મુંબઈના ડો.ભરેશ દેઢિયા (હેડ ક્રિટીકલ કેર, પીડી હિન્દુજા હોસ્પિટલ એન્ડ મેડિકલ રિસર્ચ સેન્ટર, ખાર ફેસિલિટી) અને ડો.સુનીલ જૈન (હેડ, ડિપાર્ટમેન્ટ ઓફ ઈમર્જન્સી મેડિસિન, જસલોક હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર) પાસેથી માહિતી મેળવી હતી.
આ સ્ટડી માટે ૧૭ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ સાથે જાેડાયેલ ૬૭૭ ક્લિનિકલ સેમ્પલ એકત્રિત કરવામાં આવ્યા. આ નમૂના એવા લોકોના હતા કે જે વેક્સિનના એક અથવા બે ડોઝ લઈ ચુક્યા હતા અને ત્યારબાદ પણ તેમને ઈન્ફેક્શન થયું. આ રીતે ઈન્ફેક્શનને બ્રેકથ્રૂ ઈન્ફેક્શન કહે છે.
૬૭૭ પૈકી ૮૬ ટકા કેસમાં ડેલ્ટા વેરિએન્ટની પૃષ્ટી થઈ છે. ૮૫ દર્દી પ્રથમ ડોઝ બાદ ઈન્ફેક્ટ થયા. જ્યારે ૫૯૨ લોકો બીજા ડોઝ બાદ સંક્રમિત થયા. સારી વાત એ રહી કે ફક્ત ૯.૮ ટકા કેસમાં દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા અને ફક્ત ત્રણ લોકોના જ મોત થયા.
આ સાથે એ બાબત સ્પષ્ટ છે કે વેક્સિનનો એક ડોઝ લાગ્યો હોય કે બે ડોઝ, તે તમને મોત થવાથી બચાવી લે છે. પણ ઈન્ફેક્શનથી ચાવી શકતી નથી. તેનાથી તમારી આજુબાજુના લોકો, ખાસ કરીને બાળકોને સંક્રમણ થવાનું જાેખમ વધી જાય છે કારણ કે તેમને અત્યાર સુધી વેક્સિન લગાવવાની શરૂઆત થઈ નથી.
વેક્સિન ગંભીર અને જીવલેણ ઈન્ફ્કેશનથી બચાવી લેશે. કોવીશીલ્ડની કોવિડ-૧૯ વેરિએન્ટ અંગે ઓવરઓલ ઈફેક્ટિવનેસ ૭૦-૯૦ ટકા છે. જ્યારે કોવેક્સિને પણ ફેઝ-૩ ટ્રાયલ્સમાં ૭૮ ટકાની ઈફેક્ટિવનેસ દેખાડી છે. સ્પુતનિક વી ની ઈફેક્ટિવનેસ પણ ૯૦ ટકા રહી છે. એટલે કે એ સ્પષ્ટ છે કે ગંભીર ઈન્ફેક્શનથી વેક્સિન બચાવી લેશે. પણ માઈલ્ડ અથવા એસિમ્પ્ટોમેટીક ઈન્ફેક્શન થવાનું જાેખમ યથાવત રહે છે.

Related posts

MORNING TWEET

aapnugujarat

बलात्कारियों को फांसी दी जाए

aapnugujarat

સરકારે આતંકવાદ વિરૂદ્ધ કડક નીતિ અપનાવવી રહી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1