Aapnu Gujarat
બ્લોગ

સરકારે આતંકવાદ વિરૂદ્ધ કડક નીતિ અપનાવવી રહી

જમ્મુ કાશ્મીરમાં ત્રાસવાદી ગતિવિધી તરફ લોકો વધુ પ્રમાણમાં આકર્ષિત થઇ રહ્યા છે. હાલમાં બનેલી કેટલીક ઘટના આ તરફ ઇશારો કરે છે. જમ્મુ-પઠાણકોટ માર્ગ પર આર્મી કેમ્પમાં કરવામાં આવેલા હુમલામાં પાંચ જવાન શહીદ થયા બાદ સુરક્ષા દળો માને છે કે છેલ્લા કેટલાક સમયથી ત્રાસવાદીઓને સ્થાનિક લોકો તરફથી સમર્થન મળી રહ્યુ છે.
ખીણમાં ત્રાસવાદી ઘટનામાં વધારો થયો છે. સુરક્ષા દળો એમ પણ માને છે કે છેલ્લા કેટલાક સમયથી રાજ્યની અંદર સ્થાનિક લોકો હવે વધારે ત્રાસવાદીઓને ટેકો અને સમર્થન આપી રહ્યા છે. જમ્મુ-કાશ્મીરમાં ત્રાસવાદીઓની સામે સુરક્ષા દળોની કાર્યવાહીના પરિણામ સ્વરૂપે અડચણો ઉભી થઈ રહી છે. ત્રાસવાદીઓની સામે કરવામાં આવી રહેલી કાર્યવાહીમાં કેટલાક સ્થાનિક લોકો અડચણો ઉભી કરી રહ્યા છે. આ લોકો પથ્થરમારો અને અન્ય રીતે વિરોધ કરી રહ્યા છે. સુરક્ષા દળોની કાર્યવાહી વચ્ચે પથ્થરમારો કરીને કેટલાક સ્થાનિક લોકો મુશ્કેલી સર્જી રહ્યા છે. સ્થાનિક લોકો પથ્થમારો કરીને આતંકવાદીઓની સામે કાર્યવાહીમાં અડચણો ઉભી કરી રહ્યા છે. જેના લીધે સુરક્ષા દળો મોટી સફળતા હાંસલ કરી શકતા નથી. ત્રાસવાદીઓને સ્થાનિક લોકોનુ સમર્થન મળી રહ્યુ છે. સ્થાનિક લોકોના ઘરમાં જ ત્રાસવાદીઓ કેટલીક વખત શરણ લઇ લે છે. લશ્કરી ઓપરેશન સામે લોકો વાંધો પણ ઉઠાવે છે. આના કારણે હાલમાં કેટલાક ઓપરેશન સામે તકલીફ થઇ હતી. જમ્મુકાશ્મીરમાં સક્રિય રહેલા ત્રાસવાદીઓ સ્થાનિક લોકોની મદદથી યોગ્ય જગ્યાએ છુપાઇ જાય છે અને પરિસ્થિતીનો લાભ ઉઠાવીને ત્યારબાદ હુમલા કરે છે. સુરક્ષા જવાનો આવા સ્થાનિક કટ્ટરપંથી સામે લાલ આંખ કરે તેવી માંગ હવે મોટા ભાગના લોકો ઉઠાવી રહ્યા છે. પથ્થરબાજો ગેરમાર્ગે દોરાયેલા યુવાનો હોવાની સાથે સાથે ત્રાસવાદી ગતિવિધીને ટેકો આપનાર લોકો હોવાની વિગત ખુલી રહી છે. લશ્કરી મથકો અને કેમ્પ્સ પર આતંકવાદી હુમલાથી દેશના સિકયોરિટી એસ્ટેબ્લિશમેન્ટ્‌સની સલામતી બાબતે સરકાર સાવચેતીના પાઠ નથી ભણતી. ૨૦૧૪થી અત્યાર સુધીમાં જમ્મુ-કાશ્મીરમાં કરવામાં આવેલા ડઝનેક આતંકવાદી હુમલામાં ૪૦ જેટલા સૈનિકો શહીદ થઇ ચૂકયા છે અને સેંકડો ઘાયલ થયા છે.
સુંજવાનની લશ્કરી છાવણી પર હુમલો સલામતી દળોના મથકો અને લશ્કરી છાવણીઓ આતંકવાદીઓ માટે કેટલા ઇઝી ટાર્ગેટ છે એ સ્પષ્ટ કરે છે. આ પરિસ્થિતિ માટે સિકયોરિટી ઇન્ફ્રાસ્ટ્રકચર અને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર્સનો અભાવ, નિયમિત સિકયોરિટી ઇન્સ્પેકશન્સનો અભાવ તથા ઇન્ટેજિન્સ એન્ડ સિકયોરિટી એજન્સીઝ વચ્ચે કો-ઓર્ડિનેશનનો અભાવ જવાબદાર છે. સુંજવાન આર્મી કેમ્પ પર આત્મઘાતી હુમલામાં કારણરૂપ ભૂલ શોધવા માટે કોર્ટ ઓફ ઇન્કવાયરી નિયુકત કરવાનો આદેશ આપ્યો છે, પરંતુ હકીકત એવી છે કે લશ્કરની ત્રણેય શાખાઓની ઉચ્ચ સ્તરીય સમિતિએ જે ભલામણો કરી હતી એ ભલામણોનો અમલ કરવામાં નથી આવ્યો. ૨૦૧૬ના જાન્યુઆરી મહિનામાં પઠાનકોટ એરબેઝ પર હુમલામાં સલામતી દળોના સાત જવાનોના મૃત્યુ પછી ભૂતપૂર્વ ડેપ્યુટી આર્મી ચીફ લેફટનન્ટ જનરલ ફિલિપ કેમ્પોઝ (રિટાયર્ડ)ના નેતૃત્ય હેઠળની સમિતિએ અનેક મહત્વપૂર્ણ ભલામણો કરી હતી. એ ભલામણો હજી પણ અભેરાઇ પર રાખી મૂકવામાં આવી છે. એ સમિતિએ દેશમાં મોટા ભાગના લશ્કરી મથકો પર સલામતીની વ્યવસ્થાઓમાં ખામીઓ દર્શાવી હતી. સમિતિએ આધુનિક એકસેસ કન્ટ્રોલ સિસ્ટમ, ઘૂસણખોરીની જાણકારી મેળવવાની સિસ્ટમ, ઇન્ટેલિજન્સ અને સિકયોરિટી મેકેનિઝમ્સ વચ્ચે બહેતર, સમન્વય, લશ્કર અને સલામતી દળોના મથકો-ઓફિસો ખાતે તહેનાત સિકોયોરિટી સ્ટાફ માટે નવા અને આધુનિક હથિયારો, બુલેટપ્રૂફ જેકેટ્‌સ અને નાઇટ વિઝન ઇકિવપમન્ટ્‌સ ઉપલબ્ધ કરાવવાની ભલામણો કરી હતી.કટ્ટરવાદી ઈસ્લામિક દેશો આતંકવાદીઓને મહેમાનની જેમ પોતાના દેશમાં આશ્રય આપે છે. માત્ર ભારતને જ નહીં, આખા વિશ્વને એવી ગુનાઈત પ્રવૃત્તિ સામે વાંધો હોવો જોઈએ. ગામના પાદરે કોઈ રાક્ષસ ઝૂંપડું બાંધીને રહેતો હોય તો તેની ચિંતા ફક્ત ગામના સરપંચે જ નહીં આખા ગામે કરવાની હોય. આપણે ગીતા, બાયબલ અને કુરાનમાં રચ્યા પચ્યા રહીએ છીએ, પણ દેશની સળગતી સમસ્યા પર ચિંતા કે ચિંતન કરતાં નથી. દાઉદ ઈબ્રાહિમ નમાઝ પઢ્યા પછી બોમ્બ બ્લાસ્ટ કરી શકે છે. એવી બંદગીનું મૂલ્ય કોડીનું ય ન હોઈ શકે.આપણા આ મહાન દેશે તો “વસુધૈવ કુટુમ્બકમ”નો મંત્ર વિશ્વ માં ગુંજતો કર્યો પરંતુ આજેતો બંધુત્વ નો વેરી આતંકવાદ બન્યો છે.અને તેને માનવ જાત પર અજગરી ભરડો લઇ એક ખૂબજ મોટો પડકાર ઊભો કર્યો છે.આતંકવાદ વિશ્વ વ્યાપી સમસ્યા છે .વિશ્વ ની મહાસત્તાઓ પણ આતંકવાદીઓ નો શિકાર બની છે.ઇઝરાયેલ પેલેસ્ટાઈનીઓ નો સામનો કરી રહ્યું છે.માઓ વાદી આતંકવાદી ઓ નેપાળ ને ધમરોળી રહ્યાછે.શ્રીલંકા પણ એલ.ટી.ટી.ઈ સામે લડી રહ્યું છે.ઓસામા બીન લાદેન પ્રેરિત આતંકવાદ યુરોપ નાં દેશો તેમજ અમેરિકા માં આતંક મચાવી રહ્યાં છે..૧૧ સપ્ટેમ્બર નાં રોજ અમરીકા નાં વલ્ડૅ ટ્રેડ સેન્ટર પર થયેલ આતંકવાદી હુમલા નાં પડઘા શમે તે પહેલાં ૧૩ ડીસેમ્બર નાં રોજ ભારત જેવા મહાન લોકતંત્ર નાં હૃદય સમા સંસદ ભવન પર આતંકી હુમલો થયો.આમ,તો છેલ્લા કેટલાય વર્ષોથી આપણો દેશ પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ નો સામનો કરી રહ્યો છે.આપણા દેશ નો ખૂણે-ખૂણો આતંકી પ્રવૃત્તિઓ થી સળગી ઉઠ્યો છે.રોજ નિર્દોષ માણસો ની હત્યાઓ થાય છે.આપણે માત્ર લાચારી થી જોઈ રહ્યાં છીએ .જુદી-જુદી પ્રજા વચ્ચે અવિશ્વાસ,વૈમનસ્યનું વાતાવરણ સર્જાયું છે. આતંકવાદ-વિદ્રોહ,,વ્યક્તિવાદ,અને અલગતાવાદા્‌માંથી જન્મે છે..પરંતુ વિદ્રોહીઓ એ ભૂલી જાય છે કે- તેમણે અપનાવેલો માર્ગ ન્યાયી છે ખરો?સ્વયં ની નબળાઈ ઓ તરફ આંખ મિચામણાં કરી થતો આ વિદ્રોહ વિસ્ફોટ બની જાય છે.મિત્રો,વાળી આ બધી પ્રવૃત્તિ ઓ મઝહબ ને નામે ચલાવવામાં આવે છે.દુનિયા નો કોઈ ધર્મ માણસ-માણસ વચ્ચે વેર રાખવાનું શીખવતો નથી..તેથી કવિ ઇકબાલે કહ્યું છે-“મઝહબ નહી શિખાતા આપસ મેં બેર રખના.”-
માણસ આજે ભીતર થી ખળભળી ઉઠ્યો છે.તે અશાંત છે,બેચેન અને અજંપાથી ભર્યો-ભર્યો છે.તે આજે આતંકવાદ સામે ગુસ્સા થી ત્રસ્ત છે.
કવિ બાલમુકુન્દ દવે એ કહ્યું છે-
“બુદ્ધ,મહંમદ સોક્રેટીસ,ઈસુ ને ગાંધી,
આવ્યા ને ગયાં મંત્રાંજલિ છાંટી,
–અને તોય આપણે કોરાકટ..”
વિશ્વબંધુત્વ ની ભાવના પ્રબળ કરવાને બદલે મનુષ્ય એ પ્રપંચો કરી યુધ્ધો કર્યા.અને યુદ્ધો નું વિકરાળ,વરવું સ્વરૂપ આતંકવાદ આજ વિશ્વ ને ધ્રુજાવી રહ્યું છે.વિશ્વ શાંતિ નાં શ્વેત કબુતર ની એક બાજુ સમડી છે તો બીજીબાજુ ઘુવડ છે.,કબૂતર ની પાંખો કપાઇ ,તેનાં પીછા ઊડી રહ્યાં છે.તે તરફડી રહ્યું છે.ગઈ છે. પ્રેમ અને કરુણા હશે તો જ આ કબુતર નો પુનર્જન્મ થશે.આ પક્ષી ને માળો બાંધવા માટે હૃદય માં અધીરાઈ છે.પણ ક્યાંય છે-કોઈ એવું વૃક્ષ જ્યાં તે માળો બાંધી શકે?શ્રીનગર તથા આસપાસના જિલ્લાઓમાં રહેતા મુસ્લીમો તે જ માત્ર કાશ્મીર નથી. જમ્મુ-કાશ્મીર તથા લેહ-લડાખનો સંપૂર્ણ ભૂ-ભાગ અને પી.ઓ.કે. મળીને સંપૂર્ણ જમ્મુ-કાશ્મીર રાજ્ય છે. આતંકવાદ અને આતંકીઓના સહારે પોતાને સ્વસ્થ માનતી પ્રજાએ ઓછામાં ઓછા વીસ વર્ષ ગુમાવ્યા અને વાજપેયી સરકાર વખતે ત્યાંના વ્યાપારીઓ તથા હોટલ ઇન્ડસ્ટ્રીના લોકોએ દેશભરમાં ફરી, સહેલાણીઓને કાશ્મીર આવવા વિનંતી કરી હતી. ઠીક-ઠીક પ્રમાણમાં સ્થપાયેલ શાંતિથી ૧૯૯૮-૯૯ થી અનેક રાજ્યોમાંથી લોકો કાશ્મીર પહોંચ્યા છે. તે સ્વર્ગને નર્કમાં ફેરવવાનું જઘન્ય કૃત્ય પાકિસ્તાન દ્વારા થઈ રહ્યું છે. શ્રીનગરમાંથી કેટલાયે બુદ્ધીજીવીઓ, પ્રોફેસરો, પોલીસકર્મીઓ, ન્યાયાધીશો સુદ્ધાં રોજ-બરોજની અથડામણો અને અશાંતિને લીધે કાશ્મીર ઘાટી છોડીને જમ્મુના વિસ્તારમાં આવી વસ્યા છે. જેની શ્રીનગરવાસીઓએ જરૂર નોંધ લીધી હશે જ. ઇન્સાનીયત, જંમુરીયત અને કાશ્મીરીયતની સંજ્ઞાઓની સમજ આ યુવાનોમાં ઓછી હોય, મહિલાઓમાં તો હોય જ અને વડીલો-બુઝર્ગો માટે તો આ પોતીકું વતન આ સંદર્ભમાં અલગાવવાદીઓ, મુલ્લાઓ કે પડોશીઓથી દોરવાયેલ ભટકેલ લોકોને સાચા રાહ પર લાવવાનું કામ યુવાનો – વૃદ્ધોના ફાળે છે. આ સંજોગોમાં ગ્રામ્ય વિસ્તારોમાં પાકિસ્તાન દિવસ મનાવી તેના ઝંડા ફરકાવવાની તૈયારી કરતા-કરાવતા લોકો દેશદ્રોહી જ ગણાયને ! પોલીસ અને મીલીટરી આ કૃત્ય કેવી રીતે સાંખી લે ! કાશ્મીર આઝાદ છે. ૧૯૪૭થી અંગ્રેજ શાસનથી મુક્ત કાશ્મીરને આઝાદીની સ્હેજપણ જરૂર હોય તો એ ભૂ-ભાગ જેને પાક ઓક્યુપાઈડ કાશ્મીર કહેવાય છે. તેની અને ત્યાં વસતા કાશ્મીરીઓની, કાશ્મીરને પાક પ્રેરીત આતંકવાદ તથા છાશવારે તોફાનો કરવા મળતી પાકની મદદ આનાથી આઝાદી અપાવવાની જરૂર છે. કાશ્મીરી પંડિતોને શ્રીનગરમાં જઈને વસવાની અને આઝાદી મળવી જોઈએ. એ તરૂણો-યુવાનોએ મુલ્લા-મૌલવીઓથી જે તેમના ભવિષ્ય પર તરાપ મારીને તેમને દોઝખની ખાઈમાં ધકેલી રહ્યા છે. એ ઉગ્રવાદીઓ અને અલગાવવાદીઓથી આઝાદી જરૂરી છે જે પાંચ દાયકાથતકાશ્મીર ઘાટીના સ્વર્ગને નર્ક બનાવી રહ્યા છે તથા બાળકોને શાસન વિરુદ્ધ ઉશ્કેરી, ભણતર, પ્રગતિ, વિકાસને વેગળે મૂકી મોતને વ્હાલા થવા પ્રેરી રહ્યા છે.

Related posts

MORNING TWEET

aapnugujarat

ભાજપ – કોંગ્રેસે ડેમેજ કંટ્રોલ કરવું પડશે….

aapnugujarat

બેંકોની સ્થિતિ સુધારવા મોદી સરકારે કડક પગલા ભરવા રહ્યાં….

aapnugujarat

Leave a Comment

UA-96247877-1