Aapnu Gujarat
Uncategorized

‘વેક્સિન પાસપોર્ટ’માં કોવિશીલ્ડને માન્યતા ન અપાઈ

કોરોનાને ટક્કર આપવા ભારતમાં દુનિયાનું સૌથી મોટું વેક્સિનેશન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત દેશના મોટા ભાગના લોકો સીરમ ઈન્સિટ્યૂટ ઓફ ઈન્ડિયાની કોવિશીલ્ડ વેક્સિન લઈ રહ્યા છે. જાેકે હજી કોવિશીલ્ડને ઘણા દેશો દ્વારા મંજૂરી આપવામાં આવી નથી. આ વિશે જ એક મહત્ત્વના સમાચાર આજે સામે આવ્યા છે કે કોવિશીલ્ડ વેક્સિન લેનારી વ્યક્તિ યુરોપીય સંઘના ગ્રીન પાસ અથવા વેક્સિન પાસપોર્ટ માટે યોગ્ય નથી.
નોંધનીય છે કે વેક્સિન પાસપોર્ટ માટે ૧ જુલાઈથી વેક્સિનેશન સર્ટિફિકેટનો ઉપયોગ થવાનો છે.હકીકતમાં યુરોપીય સંઘના ઘણા સભ્ય દેશોએ ડિજિટલ વેક્સિન પાસપોર્ટ આપવાનું શરૂ કરી દીધું છે, જે યુરોપિયન લોકોને યાત્રા માટે સ્વતંત્ર રીતે આવવા-જવાની મંજૂરી આપે છે. મુસાફરી કરનારી વ્યક્તિ માટે વેક્સિન પાસપોર્ટ એ વાતનો પુરાવો છે કે તે વ્યક્તિએ વેક્સિન લઈ લીધી છે. જાેકે આ પહેલાં યુરોપીય સંઘએ કહ્યું હતું કે સભ્ય દેશોએ એ વાતની ચિંતા કર્યા વગર વેક્સિન પાસપોર્ટ આપવો જાેઈએ કે તેણે કઈ વેક્સિન લીધી છે.યુરોપીય મેડિસન એજન્સી તરફથી હાલ માત્ર ચાર કોવિડ વેક્સિનને મંજૂરી આપવામાં આવી છે, જેમાં ફાઈઝર, મોડર્ના, એસ્ટ્રાજેનેકા અને જાેહન્સન એન્ડ જાેહન્સનનું નામ સામેલ છે, એટલે કે માત્ર આ ચારમાંથી કોઈ વેક્સિન લીધી હોય તો જ તે વ્યક્તિ યુરોપની મુસાફરી કરી શકે છે.
પુણેમાં સીરમ ઈન્સિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા બનાવવામાં આવેલી એસ્ટ્રાજેનેકા કોવિશીલ્ડને યુરોપ ઓથોરિટી દ્વારા મંજૂરી આપવામાં આવી નથી. જાેકે કોવિશીલ્ડને વિશ્વ આરોગ્ય સંસ્થા તરફથી મંજૂરી આપવામાં આવી છે.યુરોપીય સંઘ તે લોકો માટે ‘જાેઈન્ટ ડિજિટલ સર્ટિફિકેટ’ પર કામ કરે છે જેમને કોરોનાની વેક્સિન આપી દેવામાં આવી છે અથવા જેમણે હમણાં જ કોરોનાનો ટેસ્ટ કરાવ્યો છે અથવા તેઓ કોરોના સંક્રમણથી સાજા થયા છે. આવા લોકોને યુરોપીય સંઘ તરફથી ફ્રી સર્ટિફિકેટ આપવામાં આવી રહ્યું છે, જેમાં સુરક્ષા સુવિધાઓની સાથે એક ક્યુઆર કોડ પણ હશે.
આ સર્ટિફિકેટ હોવાથી લોકોને યુરોપીય દેશોમાં યાત્રા કરવા દરમિયાન ક્વોરન્ટીન અથવા વધારાના કોરોના ટેસ્ટિંગમાંથી પસાર નહીં થવું પડે.ઘણા યુરોપીય સંઘના દેશોએ પહેલેથી જ આ સિસ્ટમનો ઉપયોગ કરવાની શરૂઆત કરી દીધી છે, જેમાં સ્પેન, જર્મની, ગ્રીસ અને પોલેન્ડ સામેલ છે. અન્ય દેશો તરફથી ૧ જુલાઈથી તેનો ઉપયોગ કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે.

Related posts

ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ રાજ્યમાં સૌપ્રથમ ભાવનગર ખાતે નોંધાઈ એકસાથે ત્રણ ફરિયાદો

editor

પુત્રએ પિતાનું કાસળ કાઢ્યું

aapnugujarat

Senior IPS officer Parambir Singh appointed as New Commissioner of Mumbai police

aapnugujarat

Leave a Comment

UA-96247877-1