Aapnu Gujarat
રાષ્ટ્રીય

રેલવેની ટિકિટ આધાર, પાનકાર્ડ વિના ઓનલાઈન બુકિંગ નહીં થઈ શકે

જાે રેલવેની ટીકિટ ઓનલાઈન બુકિંગ કરાવવા જાઓ તો થઈ શકે છે કે આઈઆરસીટીસી તમારી પાસે પાનકાર્ડ, આધાર અથવા પાસપોર્ટની માહિતી પણ માગે. હકિકતે રેલવેએ ટીકિટ દલાલોને ટિકીટ બુકિંગ સિસ્ટમથી દૂર કરવા માટે આ મોટું પગલું ભર્યું છે. હવે પેસેન્જર સીધા જ પોતાની રીતે આઈઆરસીટીસીની વેબસાઈટ પર ઓનલાઈન ટીકીટ બુક કરે છે. ત્યારે દલાલોને દૂર કરવા માટે આ યોજના બનાવી છે.રેલવે આઈઆરસીટીસી ટિકિટ બુકિંગમાં મોટો ફેરફાર કરવાની ખૂબજ ઝડપથી યોજના બનાવી રહી છે. જેમાં તમારે તમારું આધારકાર્ડ, પાનકાર્ડથી લીંક કરાવવાનું રહેશે. આઈઆરસીટીસીની વેબસાઈટ અથવા એપ દ્વારા ટ્રેન ટીકિટ બુક કરાવવા માટે જ્યારે તમે લોગઈન કરશો ત્યારે આધાર, પાન અથવા પાસપોર્ટ નંબર નાંખવો પડી શકે છે. રેલવે ટિકિટ દલાલોથી મુક્તિ મેળવવા માટે સતત પ્રયત્નો કરી રહી છે.તેમણે કહ્યું કે અગાઉ છેતરપિંડી સામેની કાર્યવાહી માનવ બુદ્ધિ પર આધારિત હતી, પરંતુ તેની અસર પૂરતી નહોતી. રેલવે આઈઆરસીટીસીમાં ટિકિટ બુક કરાવવા માટે મુસાફરો માટે લોગઈન બાબતે આધારકાર્ડ, પાનકાર્ડ અને પાસપોર્ટ જેવા ઓળખ કાર્ડને લિંક કરવાની યોજના બનાવી રહ્યું છે. જેનાથી ટીકિટ બુકિંગમાં છેતરપીંડીને – કાળા બજારીને રોકી શકાય.રેલ્વે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ) ના ડાયરેક્ટર જનરલ અરૂણ કુમારે આ માહિતી આપી. અમે તે કમી દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમે આગળ એ યોજના પર કામ કરીએ છીએ કે અમે ટીકીટ માટે લોગઈન કોઈ ઓળખપત્ર જેવા કે પાન, આધાર કે અન્ય આઈડી પ્રૂફ જેવી સાબિતી સાથે જાેડીએ. જે નંબરનો ઉપયોગ મુસાફર દ્વારા લોગિન કરવા માટે થઈ શકે છે જેથી દલાલો- એજન્ટો પર પૂર્ણવિરામ મૂકી શકાય.કુમારે કહ્યું કે, દલાલો – એજન્ટો સામે ઓક્ટોબર-નવેમ્બર, ૨૦૧૯ માં કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી અને તે જ વર્ષે ડિસેમ્બરથી ગેરકાયદેસર સોફ્ટવેર સામે કાર્યવાહી કરવામાં આવી હતી. તેમના કહેવા મુજબ, મે ૨૦૨૧ સુધીમાં ૧૪૨૫૭ દલાલોની ધરપકડ કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં રૂ. ૨૮.૩૪ કરોડની ટિકિટ કબજે કરવામાં આવી છે.ડાયરેક્ટર જનરલે જણાવ્યું હતું કે મુસાફરોને પ્રવાસ દરમિયાન સરકારી રેલ્વે પોલીસ અને આરપીએફ પાસે સુરક્ષા સંબંધિત ફરિયાદો નોંધાવી શકે તે માટે રેલ સુરક્ષા એપ બનાવવામાં આવી છે. તેમણે કહ્યું કે, અમે ૬૦૪૯ સ્ટેશનો અને તમામ પેસેન્જર ટ્રેનના ડબ્બામાં સીસીટીવી કવરેજ માટે સર્વેલન્સ અને રિસ્પોન્સ સિસ્ટમ તૈયાર કરી રહ્યા છીએ.

Related posts

કર્ણાટક ચૂંટણી : સંઘ સક્રિય થતાં ભાજપને રાહત

aapnugujarat

कांग्रेस इस वक्त कमजोर है ऐसे में विपक्ष को साथ आना चाहिए : राउत

editor

તેજપ્રતાપ ઘાઘરા-ચોળી પહેરીને રાધા બનતા હતા : ઐશ્વર્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1