Aapnu Gujarat
ગુજરાત

રાજ્યમાં વેક્સિનેશના મહાઅભિયાન પર લાગી બ્રેક

ગુજરાત સહિત સમગ્ર દેશમાં ૨૧ જૂનથી વેક્સિનેશનનું મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું.આરંભે શૂરા ઉક્તિની જેમ ગુજરાતમાં મહાઅભિયાનના પ્રારંભના દિવસે ૫.૧૧ લાખ લોકોને રસી આપવામાં આવી હતી. પરંતુ ૨૭ જૂનના રોજ વેક્સિનેશનનો આ આંક ઘટીને ૨.૪૦ પર પહોંચ્યો છે મતલબ કે ૬ દિવસમાં વેક્સિનેશનના પ્રમાણમાં અડધાથી વધુનો ઘટાડો નોંધાયો છે.કોરોના સામેના મહાયુદ્ધમાં વિજય મેળવવા માટે વેક્સિનેશન જ એકમાત્ર અમોઘ શસ્ત્ર છે.
આથી જ સરકારે ૨૧ જૂનથી વેક્સિનેશનનું મહાઅભિયાન શરૂ કર્યું. પરંતુ આરંભે શુરાની જેમ એક દિવસમાં રેકોર્ડબ્રેક રસી આપ્યા બાદ હવે રસીકરણની ગતિ ખૂબ ધીમી પડી ગઇ છે.
ગુજરાતમાં વેક્સિનેશન સેન્ટર બહાર વેક્સિન લેવા માટે લાંબી લાઇનો લાગે છે પરંતુ રસીની અછત હોવાને કારણે તેમણે નિરાશ થઇને પરત ફરવું પડે છે.૨૭ જૂન. રવિવારની જ વાત કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ ૨૦ હજાર ૧૦૦ લોકોને રસી અપાઇ તો સુરતમાં ૧૩ હજાર ૯૬૦ લોકોને રસી અપાઇ. જ્યારે કે કચ્છમાં ૧૦ હજાર ૮૨૫ સુરત ગ્રામ્યમાં ૯ હજાર ૬૧૯ મહેસાણામાં ૯ હજાર ૧૬૫ અને નવસારીમાં ૯ હજાર ૬૧૩ લોકોને રસી આપવામાં આવી. જ્યારે કે ખેડામાં ફક્ત ૬૫૬ અને ડાંગમાં માત્ર ૫૫૭ લોકોને જ કોરોનાની રસી અપાઇ.

Related posts

કડીના ધાર્મિક સ્થળોની માટી અયોધ્યા રામ મંદિરના નિર્માણ કાજે જશે

editor

મોરેસિયસના વડાપ્રધાનનો રોડ શો અમદાવાદમાં એરપોર્ટથી રોડ શો સાંજે યોજાશે, વડાપ્રધાન હશે સાથે

aapnugujarat

गुजरात की राज्यसभा सीटों पर अलग चुनाव की कांग्रेस की याचिका पर सुनवाई से SC का इनकार

aapnugujarat

Leave a Comment

UA-96247877-1