Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કર્ણાટક ચૂંટણી : સંઘ સક્રિય થતાં ભાજપને રાહત

દક્ષિણ ભારતના પ્રવેશદ્વાર ગણાતા કર્ણાટકમાં કમળ ખિલાવવા માટે વડાપ્રધાન મોદી અને ભાજપના પ્રમુખ અમિત શાહે તમામ તાકાત લગાવી દીધી છે. વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને કોંગ્રેસ પાસેથી મળી રહેલી ટક્કર વચ્ચે હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પણ ગુપ્તરીતે પોતાના કાર્યકરોને એકત્રિત કરવાની શરૂઆત કરી દીધી છે. સંઘના એક્શનમાં આવતા લિંગાયત મુદ્દા ઉપર દબાણમાં આવેલા ભાજપને મોટી રાહત મળી ગઈ છે. પડદા પાછળ કામ કરતા સંઘ હિન્દુત્વ અને હિન્દુ કાર્યકરોની હત્યાઓના મુદ્દાને ઉઠાવવા તૈયાર છે. સંઘના પદાધિકારીઓ મતદારોને પોતાની તરફેણમાં લાવવા માટે સંગઠનાત્મક નેટવર્કનો ઉપયોગ કરી રહ્યા છે. સમગ્ર દેશમાંથી ઓછામાં ઓછા ૨૮ વરિષ્ઠ પ્રચારકો બેંગ્લોરમાં પહોંચી ગયા છે. આ પ્રચારકો રાજ્યભરમાં પોતાની શાખાઓને સંપર્ક કરી રહ્યા છે.
સંઘના પદાધિકારીઓના કહેવા મુજબ તેમના પ્રચારકો અને કાર્યકરો મુખ્યરીતે હાલ ઉત્તરીય કર્ણાટક તથા દરિયાકાંઠાના વિસ્તારોમાં ધ્યાન કેન્દ્રિત કરશે. આ વિસ્તારમાં ૮૦થી ૧૦૦ જેટલી સીટો આવે છે. જે ચૂંટણીમાં બહુમત મેળવવાની દ્રષ્ટિએ ખુબ જ મહત્વપૂર્ણ છે. સંઘને લિંગાયત અને વીરશૈવના મતભેદો અને તેમના પ્રભાવવાળા વિસ્તારોમાં નિષ્ફળતાને લઇને કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સંઘના પ્રચારકો આ વિસ્તારમાં જઇને એવા સંદેશા ફેલાવશે કે કોંગ્રેસ હિન્દુ લોકોને વિભાજિત કરે છે. દરિયાકાંઠાના જિલ્લા અને મૈસુરમાં હિન્દુ કાર્યકરોની હત્યા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. રાજ્યની પોતાની યાત્રા દરમિયાન અમિત શાહે આને ચૂંટણી મુદ્દા તરીકે ગણાવ્યો હતો. સાથે સાથે પોતાના ભાષણમાં આનો ઉલ્લેખ પણ કર્યો હતો. સંઘના એક હોદ્દેદારે કહ્યું છે કે, દરિયાકાંઠાના વિસ્તારોમાં કાર્યકરો સક્રિય થઇ ગયા છે.

Related posts

बिहार में एनडीए की जीत लेकिन नीतीश बाबू की हुई हार : शिवसेना

editor

राफेल जेट लेने फ्रांस जाएंगे रक्षा मंत्री राजनाथ सिंह

aapnugujarat

યુપીમાં એક્શનના ડરથી હજારો શખ્સોએ જામીનને રદ કરાવ્યાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1