Aapnu Gujarat
Uncategorized

દેશના આરોગ્યદાતા એવા સફાઈ કર્મચારીઆના પ્રશ્નો છોડવવા રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગ અતિગંભીર અને કટિબધ્ધ

સ્વચ્છ ભારત અભિયાનના મૂળભૂત પાસા એવા સફાઈ કામદારો સાથે દેશમાં લગભગ બધે જ અત્યાર સુધી અન્યાય થતા આવ્યા છે. દલિતોને વધુને વધુ શોષિત કરી એમને પદ્દદલિત બનાવવામાં આવતા રહ્યાં છે પણ લાગે છે આ વખતે ભારત સરકારે નિમેલો રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગ ગરીબ અને કચડાયેલા સફાઈ કામદારોના ઉધ્ધાર માટે પાયારૂપ ભૂમિકા ભજવવા વચનબધ્ધ છે. નિમણૂક થતા વેંત જ દેશભરમાં આયોગે જોરદાર કાર્ય શુરુ કરી દીધું છે.
લગભગ એક વર્ષ અગાઉ મુંબઈના કૂર્લા ગાર્ડન વિસ્તારમાં આવેલ મ.ન.પા ના સફાઈ કામગાર નિવાસસ્થાનો જબરજસ્તી ખોટી રીતે ધોકાદાયક બતાવી ખાલી કરાવવા બળજબરી આચરવામાં આવી હતી પણ કર્મચારીઓએ મચક ન આપી નિવાસસ્થાન રિપેર યોગ્ય હોવાથી રિપેર કરવાની માંગણી કરી હતી પણ મ.ન.પા અધીકારીઓએ બધી શરમ અને માણસાઈ નેવે મુકી દીધી હતી અને કાયદાની વિરુધ્ધમાં જઈ આ નિવાસસ્થાન ખાલી ન કરનાર ૯૦ સફાઈ કર્મચારીઓ ને ઘાતકી રીતે એક ઝાટકે સસ્પેન્ડ કરી નાખ્યા હતાં જેના લીધે કર્મચારીઓના પરિવારને જીવન નિર્વાહના સાસા થઈ ગયા હતા અને પગાર લેવા જતાં મેન્ટલ ટોર્ચર અને ધાકધમકીની પરિસ્થિતીનો સામનો કરવો પડતો હતો.
ઉપરોક્ત વિષયને લઈને સફાઈ કામદાર નેતા ખેમચંદજી સોલંકીની આગેવાનીમાં રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગની તાઃ- ૨૮/૦૪/૧૭ ને દિવસે સહ્યાદ્રી સરકારી ગેસ્ટ હાઉસ ખાતે થયેલ રજૂઆત બાદ મ.ન.પા ના ઉપાયુક્ત વિજય બાલમવારે તમામ લોકોને ત્વરીત કામ પર લેવાનું આયોગને વચન આપ્યું હતું. અને ત્યારબાદ ફરી ગયા હતાં. મ.ન.પા અધિકારીઓના આવા વચનભંગ અને નિર્લજ્જપણાંને ધ્યાનમાં લઈ રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ઝુંઝારૂ અધ્યક્ષ મનહર ઝાલાએ કડક હાથે કામ લઈ ત્વરીત મ.ન.પા ના અધિકારીઓ કમિશ્નર વિગેરધને નવી દિલ્હી આયોગ કાર્યાલયમાં હાજર થઈ જવાબ આપવાની નોટીસ ફટકારી હતી જેમાં ખેમચંદ સોલંકીને પણ હાજર રહેવા જણાવવામાં આવ્યું હતું જેના અનુસંધાનમાં ગત તાઃ- ૦૫/૦૭/૧૭ ને દિન મ.ન.પા ના ડેપ્યુટી કમિશ્નરને નવી દિલ્હી આયોગ કાર્યાલયમાં હાજર રહેવા ફરજ પડી હતી જ્યાં મ.ન.પા વતી હાજર ઉપાયુક્ત મરાઠેને અધ્યક્ષ મહોદય અને વિષયના વિષે રજૂઆત કરતા આગેવાન ખેમચંદજી સોલંકી, નિતિન પરમાર ( દલિત સોશ્યલ પ્રોટેક્શન એન્ડ અવેરનેસ ગ્રુપ, મુંબઈ એક્ટીવિસ્ટ ) તેમજ સ્થાનિક પ્રતિનિધિઓ શાંતિલાલ સોલંકી તેમજ પ્રવિણ સોઢા દ્વારા ધારદાર દલીલો કરી આડા હાથે લેવામાં આવ્યા હતાંં. માનનીય આયોગે સફાઈ કામદારોના હિતમાં તટસ્થ અને ન્યાયી વલણ અપનાવી ખરેખર કાબીલે તારીફ સહયોગ આપ્યો હતો. ઉપાયુક્ત મરાઠેએ આયોગને બાંહેધરી આપી હતી કે ટૂંક સમયમાં મ.ન.પા કમિશ્નર સાથે ચર્ચા કરી પ્રશ્નોનું ચોક્કસ નિવારણ લાવશે તે સાથે જ આયોગ દ્વારા મ.ન.પા ને ચેતાવણી આપવામાં આવી હતી કે નિર્ધારીત સમયમાં જો સંતોષકારક નિવારણ નહીં લાવે તો વિષયને વધારી ઉપર સુધી લઈ જવામાં આવશે.

રિપોર્ટર :- નિખીલ ચૌહાણ (જુનાગઢ)

Related posts

મોટી પાનેલી ગામમાં પ્રાથમિક સુવિધાનો અભાવ

editor

સોમનાથ ખાતે નાતાલનાં મિનીવેકેશનનો માહોલ : સહેલાણીઓનો ધસારો

aapnugujarat

લીંબાળી ગામમાં સટ્ટો રમતા બે શખ્સો ઝડપાયા

editor

Leave a Comment

UA-96247877-1