Aapnu Gujarat
Uncategorized

સોમનાથ ખાતે નાતાલનાં મિનીવેકેશનનો માહોલ : સહેલાણીઓનો ધસારો

નાતાલની રજાઓનાં મિનીવેકેશન અને સરકારી કર્મચારીઓની બેલેન્સ પરચુરણ રજાઓનો સ્ટોક પૂરો કરવાનો હોવાથી સોમનાથ ખાતે પ્રવાસીઓનો ધસારો વધ્યો છે. મંદિર દર્શન માટે લાંબી-લાંબી કતારો લાગે છે અને સોમનાથની ચોપાટી તથા દરિયા કિનારે લોકો દરિયામાં મસ્તી તથા સેલ્ફી ક્લિક કરી આનંદવિભોર બને છે.
ગત વર્ષ કરતાં આ વર્ષને વેપારીઓ માટે સારું દેખાય છે કારણ કે ગયા વર્ષે નોટબંધીનાં કારણે પ્રવાસીઓમાં ઘટાડો જોવા મળ્યો હતો જેનાં મુકાબલે આ વર્ષ સારું રહ્યું છે. સોમનાથના દરિયા કિનારે ઘોડેસવારી, ઉંટ સવારી, ભેળપુરી, નાળિયેર પાણી, રંગ-બે-રંગી શરબતો, શંખ-છીપલા તથા પર્સ ખરીદી સર્વત્ર ઘરાકી જોવા મળી રહી છે. ખાન-પાનનાં સ્ટોલમાં ગાંઠીયા, મસાલા ઢોંસા, ચાઈનીઝ ફુડનાં શોખીનોથી લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. લગભગ શહેરનાં દરેક ભોજનાલયોમાં વેઈટીંગ ચાલી રહ્યું છે. યાત્રિકો સોમનાથ મંદિર પાસે અને દરિયા કિનારે ફોટો પડાવી પોતાની યાદગાર સ્મૃતિ બનાવે છે જેથી શહેરનાં ફોટોગ્રાફરોને પણ સારી એવી કમાણી થઈ રહી છે તો વેરાવળ-સોમનાથ રેલવે સ્ટેશનોથી રીક્ષાઓની અવિરત ધમધમાટીથી શહેરનાં રસ્તાઓ અને શેરીઓ ધમધમી રહી છે તો ટ્રાવેલ્સ એજન્ટો, ટ્રાવેલ્સ બસો અને એસટી તથા પ્રવાસીઓને દીવ-દમણ-સાસણ-દ્વારકા તુલશીશ્યામ અને પોરબંદર સુધી લઈ જતી ખાનગી ટેક્સીઓનાં ધંધા પણ પૂરબહારમાં ખીલ્યાં છે. સહેલાણીઓની ભીડ પાંચ જાન્યુઆરી સુધી રહેતી હોય છે.
રિપોર્ટર :- મિનાક્ષી ભાસ્કર વૈધ

Related posts

ગાંધીનગરમાં ભાજપ અનુ.જાતિ મોરચા દ્વારા અનાજ વિતરણ કરાયું

aapnugujarat

પાટીદારના નેતા નીલેશ એરવડિયા સામેના કેસને પાછો ખેંચાશે

aapnugujarat

શાપર વેરાવળ ઔદ્યોગિક વિસ્તાર આસપાસના ગામોની રૂ. ૪૩૦ કરોડના ખર્ચે પીવાના પાણીની યોજના બનાવવાનો નિર્ણય

aapnugujarat

Leave a Comment

UA-96247877-1