Aapnu Gujarat
Uncategorized

પાટીદારના નેતા નીલેશ એરવડિયા સામેના કેસને પાછો ખેંચાશે

પાટીદાર અનામત આંદોલન દરમ્યાન વોટ્‌સ અપ, ફેસબુક, ટવીટર સહિત સોશ્યલ મીડિયા મારફતે વાંધાજનક અને ઉશ્કેરણીજકન ટિપ્પણીઓ કરી વર્ગવિગ્રહ કરવાના અને રાજય સામે દ્રોહ કરવાના ગંભીર ગુનામાં સંડોવાયેલા મોરબીના પાટીદાર નેતા નીલેશ એરવાડિયા વિરૂધ્ધનો રાજદ્રોહનો કેસ હવે પાછો ખેંચાશે. રાજય સરકારે પાટીદારો વિરૂધ્ધના કેસો પાછા ખેંચવાના કરેલા નિર્ણયના ભાગરૂપે નીલેશ એરવાડિયા વિરૂધ્ધનો ક્રાઇમબ્રાંચમાં નોંધાયેલો આ કેસ પણ પાછો ખેંચાશે. આ માટે સરકારપક્ષ તરફથી મુખ્ય સરકારી વકીલ સુધીર બી.બ્રહ્મભટ્ટે સેશન્સ કોર્ટમાં અરજી આપી દીધી છે, જેની સુનાવણી આગામી સપ્તાહમાં મુકરર કરવામાં આવી છે. પાટીદાર અનામત આંદોલન દરમ્યાન વોટ્‌સ અપ, ફેસબુક, ટવીટર સહિત સોશ્યલ મીડિયા મારફતે વાંધાજનક અને ઉશ્કેરણીજકન ટિપ્પણીઓ કરી વર્ગવિગ્રહ કરવાના અને રાજય સામે દ્રોહ કરવાના ચકચારભર્યા કેસમાં મોરબીના પાટીદાર નેતા નીલેશ એરવાડિયાનું તપાસમાં નામ ખૂલ્યું હતું, અમદાવાદ ક્રાઇમબ્રાંચે તેની વિરૂધ્ધ કાવતરા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આ પ્રકરણમાં ક્રાઇમબ્રાંચે સપ્ટેમ્બર-૨૦૧૫માં નીલેશ એરવડિયાની ધરપકડ પણ કરી હતી. બાદમાં તેને શરતી જામીન પર મુકત કરાયો હતો. દરમ્યાન તાજેતરમાં પાટીદારો સાથે થયેલા સમાધાન મુજબ, રાજય સરકારે પાટીદારો વિરૂધ્ધના કેસો પાછા ખેંચવાની જાહેરાત કરી હતી અને તે મુજબ, દરેક જિલ્લા કલેકટરો અને મુખ્ય સરકારી વકીલોને તેની સૂચના પણ અપાઇ હતી. આ નિર્ણયના ભાગરૂપે સરકારપક્ષ તરફથી મુખ્ય સરકારી વકીલ સુધીર બી.બ્રહ્મભટ્ટે આજે સેશન્સ કોર્ટમાં અરજી આપી નીલેશ એરવડિયા વિરૂધ્ધનો આ સંવેદનશીલ કેસ પાછો ખેંચવા અદાલતને અનુરોધ કર્યો હતો. કોર્ટે આ અંગેની સુનાવણી આગામી સપ્તાહમાં મુકરર કરી છે. ઉલ્લેખનીય છે કે, સરકારપક્ષ દ્વારા પાટીદાર સમાજના લોકો વિરૂદ્ધના અમદાવાદના જુદા જુદા ૧૪ કેસો પાછા ખેંચવાની તાજેતરમાં જ તજવીજ હાથ ધરાઇ હતી અને તે અંગેની અરજીઓ પણ કોર્ટ સમક્ષ કરી દેવાઇ છે.

Related posts

કાંકરિયા મિની ટ્રેનનાં પાટા બદલવા કરોડોનો ખર્ચ થશે

editor

કોરોના સંકટમાં ઈસ્લામિક દેશો ખુલીને કરી રહ્યા છે ભારતની મદદ

editor

મુખ્યમંત્રી રૂપાણીએ કુળદેવીનાં દર્શન કર્યાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1