Aapnu Gujarat
Uncategorized

લીંબાળી ગામમાં સટ્ટો રમતા બે શખ્સો ઝડપાયા

ભાવનગર રેન્જના જીલ્લાઓમાં દારૂ તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિ સદ્‌તર બંધ કરવા સારૂ ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રીએ ખાસ ઝુંબેશ હાથ ધરેલ હોય જે અન્વયે રેન્જના તમામ પોલીસ અધિકારીઓને સુચના આપેલ હોય જેના ભાગ રૂપે આર.આર. સેલ, ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સપેકટર આર.એચ.બારની સુચના તથા માર્ગદર્શન મુજબ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સ્ટાફને મળેલ બાતમી આધારે ગઢડા પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેકટર તથા સ્ટાફના માણસોએ લીંબાળી ગામથી ગઢાળા ગામ જવાના રસ્તે આઇ.પી.એલ.ની સીેસકે તથા આરસીબીની ક્રિકેટ મેચ ઉપર ક્રિકેટ સટ્ટો રમતા (૧) ચંદ્રેશ ઉર્ફે ચંદો ત્રિકમભાઇ બારૈયા (૨) યોગેશ ઉર્ફે યોગલો ઘનશ્યામભાઇ પરમારને રૂપિયા રૂ઼.૧૦,૨૦૦/- મોબાઇલ ફોન નંગ-૬, મો.સા.-૧ તથા જુગાર સાહિત્ય મળી ૩૭,૩૫૦/ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
(તસવીર / અહેવાલ :- સુરેશ ત્રિવેદી, ભાવનગર)

Related posts

सितंबर में औद्योगिक उत्पादन में ४.३ प्रतिशत की गिरावट

aapnugujarat

ડીસા તાલુકાનામાં મામલતદાર ઓફીસ ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યુ

editor

આંતરરાષ્ટ્રીય શિવકથાકાર શ્રી ગિરિબાપુએ સોમનાથ ખાતે ચાલી રહેલી શિવકથામાં રચ્યો ઈતિહાસ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1