Aapnu Gujarat
Uncategorized

હાલોલ નિષ્ઠા વિદ્યામંદિર ખાતે અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા દીક્ષાંત સમારોહનું આયોજન

હાલોલ ગોધરા બાઇપાસ રોડ પર આવેલ સ્વામિનારાયણ જ્યોત નિષ્ઠા વિદ્યામંદિર ખાતે પંચમહાલ અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિંદુ ધર્મ સેનાના સેનાનીઓનું દિક્ષાંત સમારોહ અખિલ ભારતીય સંત સમિતિના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ પ.પૂ.નૌતમ પ્રકાશ સ્વામી (વડતાલ ધામ), સંત સમિતિના પંચમહાલના અધ્યક્ષ પ.પૂ.સંત પ્રસાદ સ્વામી, પ. પૂ.લાલબાપુ તાજપુરા વાળા, પ. પૂ.વિક્રમડાસ મહારાજ સહિત પંચમહાલ જિલ્લાના વરિષ્ઠ સંતોની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો.આ સમારોહમાં પંચમહાલ જિલ્લાના હાલોલ,કાલોલ,ઘોઘંબા તાલુકાના ૧૫૦૦ ઉપરાંત યુવાનોએ હિન્દૂ ધર્મસેના ની  દીક્ષા લઇ ધર્મ રક્ષા, રાષ્ટ્ર રક્ષા,નો દ્રઢ સંકલ્પ લીધો હતો.અખિલ ભારતીય સંત સમિતિનો મુખ્ય ઉપદેશ ધર્મરક્ષા, રાષ્ટ્રરક્ષા,અને ગૌ-ગંગા રક્ષાનો છે.

હિંદુ ધર્મ સેનાનું કાર્યક્ષેત્ર તરીકે સમગ્ર સમાજમાં હિંદુ ધર્મના મૂલ્યો, પ્રેમ, કરુણા,માનવતા, પરસ્પર એકતા,ભાઈચારો, અહિંસાનો વ્યાપક પ્રમાણમાં પ્રચાર કરવો. તેમજ હિંદુ ધર્મનો ગૌરવવંતો ઇતિહાસ સમાજ સમક્ષ રજૂ કરવો. જેમાં પ્રેરણાદાયી ભારત વર્ષના ભક્તો, શહીદો, રાષ્ટ્ર પ્રેમીઓ, ધર્મપ્રેમીઓ, પ્રત્યે સભાનતા પ્રાપ્ત કરે તે હિંદુ ધર્મ સેના નું કાર્યક્ષેત્ર છે. આજે લાખો યુવાનો આપણા વેદો, પુરાણો, મહાભારત, ગીતા જેવા આધ્યાત્મની સાથે સાથે માનવ મૂલ્ય ધરાવતા શાસ્ત્રો થી જોઈએ તેટલા ઉજાગર નથી. તો આવા ધાર્મિક સંમેલન કરી ઉત્સવો ઉજવીને યુવા સંગઠનની રચના કરીએ લાખો યુવાનોને અભિયાનમાં જોડવા માટે પ્રયત્નો પુરુષાર્થ કરી ધર્મ ની સેવા કરવી જોઈએ.જેને લઇ પંચમહાલ જિલ્લામાં અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા અનેક ધર્મ સભાઓ યોજવામાં આવી રહી છે. જે અંતર્ગત આજે હાલોલ નિષ્ઠા વિદ્યામંદિર ખાતે યોજાયેલ હિન્દુ ધર્મની સેનાના સેનાઓની દીક્ષાંત સમારોહ યોજાયો હતો.

Related posts

ગીરમાં સિંહો માટે હોસ્પિટલ બનાવવા તૈયારી

aapnugujarat

સુંદરપરાની સુંદર નર્સરી

aapnugujarat

ઉના વેરાવળ રોડ પર મહિલાઓ દ્વારા મોબાઇલ ટાવરનો વિરોધ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1