Aapnu Gujarat
Uncategorized

ભાવનગરમાં વિજ્ઞાનનગરીમાં ‘વિજ્ઞાન સર્વત્ર પૂજયતે’ ઉજવણીનો લાભ લેતા બાળકો

વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ, ભારત સરકાર દ્વારા ‘વિજ્ઞાન સર્વત્ર પૂજ્યતે’ કાર્યક્રમની સમગ્ર રાષ્ટ્રમાં ૭૫ જગ્યાએ ઉજવણી થઇ રહી છે. આ કાર્યક્રમને ભાવનગર જિલ્લામાં ખૂબ જ અદભુત પ્રતિસાદ મળી રહ્યો છે. રોજ લગભગ એક હજારથી વધુ બાળકો વૈજ્ઞાનિક અભિગમ માટે સતત અનુભવો મેળવી રહ્યાં છે.વિજ્ઞાન નગરી ભાવનગર પણ એક અનોખું વિજ્ઞાન યાત્રાધામ છે. વિજ્ઞાન નગરીએ આ વિજ્ઞાન યજ્ઞમાં આહુતિ આપતા આ સપ્તાહ દરમિયાન તેનાં તમામ કાર્યક્રમ માટે પ્રવેશ શુલ્ક મુક્ત કરી દીધેલું છે. ૨૨ તારીખના ઉદઘાટન પ્રસંગે જિલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી કે.વી મિયાણી સાહેબના હસ્તે કરવામાં આવ્યું. વિજ્ઞાન નગરીમાં રોજ જુદી જુદી ત્રણ શાળાના લગભગ ૬૦૦ બાળકો વિજ્ઞાન સફરનો લાભ લઈ રહ્યાં છે. વિજ્ઞાન સફર કાર્યક્રમમાં તેઓ વિજ્ઞાનના ખ્યાલોને વિજ્ઞાન નગરીમાં રહેલા વિવિધ મોડેલો દ્વારા પ્રાયોગિક ધોરણે સમજી રહ્યા છે.

આ ઉપરાંત રોજ સાંજે ૫ થી ૬ વાગે વિજ્ઞાન વિષયક એક દસ્તાવેજી ફિલ્મ પણ દેખાડવામાં આવે છે.તા. ૨૫ ફેબ્રુઆરીએ સવારે ૧૦.૩૦ કલાકે ભાવનગર મીઠા સંશોધન કેન્દ્ર(CSMCRI)ના વિજ્ઞાની ડૉ. જતીન ચુનાવાલાનું જાહેર વ્યાખ્યાન પણ આયોજિત કરવામાં આવ્યું.આ ઉપરાંત બાગાયત વિજ્ઞાન પ્રદર્શન, એસ્ટ્રોનોમીકલ ક્લબ, તથા વિવિધ વક્તાશ્રીઓના વ્યાખ્યાનોનું પણ આયોજન કરવામાં આવેલ છે. વધુ માહિતી માટે આપ વિજ્ઞાન નગરી ભાવનગરમાં ફોન દ્વારા સંપર્ક કરી શકો છો તથા અહીના કાર્યક્રમોનો લાભ મેળવી શકો છો.આ કાર્યને સફળ બનાવવા વિજ્ઞાન નગરીના ટ્રસ્ટી ચેતનાબેન કોઠારી, સંસ્થાના સલાહકાર સમિતિના સભ્ય ભાવનાબેન જાની, સંસ્થાના કાર્યકરો મીનુંબેન સિન્હા, માયાબેન કુંવરાની, વગેરે સતત કામ કરી રહ્યાં છે. આ ઉપરાંત આઇ ટુ વી ડેવલપમેન્ટ ફાઉન્ડેશન ના પાર્થભાઈ તેરૈયા અને ધૃવેશ ભાઈ ગજ્જર પણ સમગ્ર કાર્યક્રમનું સંકલન કરી રહ્યા છે.

Related posts

ધોરાજીમાં સાત કેસ પોઝિટિવ સિવિલમાં ૭૦ બેડ આપવા માંગ

editor

સામુહિક અને પ્રાથમિક આરોગ્ય કેંદ્રના આઉટ સોર્સ કર્મચારી દ્વારા આપવામાં આવ્યું આવેદન પત્ર

editor

જીએસટી હેઠળ નફાખોરી અટકાયત સત્તા (એન્ટી પ્રોફિટિયરિંગ ઓથોરિટી)ની રચના

aapnugujarat

Leave a Comment

UA-96247877-1