Aapnu Gujarat
Uncategorized

ધોરાજીમાં સાત કેસ પોઝિટિવ સિવિલમાં ૭૦ બેડ આપવા માંગ

ધોરાજી પંથકમાં કોરોના પોઝિટિવ કેસનું સંક્રમણ વધતાં અને એક દિવસમાં સાત પોઝિટિવ કેસ નોંધાતા સરકારી કોવિડ હોસ્પીટલમાં ૭૦ બેડની મંજૂરી સાથે તબીબોની નિમણુંક કરવાં લોક માંગ ઉઠી છે.હોસ્પિટલના અધિક્ષક ડો જયેશ વસેટીયનનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં સરકારી કોવિડ હોસ્પિટલમાં ૨૭૨ દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા જેમાંથી ૧૫૦ દર્દીઓ સાજા થઇ જતા રજા આપવામાં આવી છે અને ૯૬ દર્દીઓને અન્ય શહેરમાં રીફર કરવામાં આવ્યા છે હાલમાં ધોરાજી સરકારી કોવિડ હોસ્પિટલમાં ૨૫ દર્દીઓ દાખલ છે જેમાંથી ૧૭ દર્દી ઓક્સિજન ઉપર રાખવામાં આવ્યા છે અને બાકીના આઠ દર્દીઓ કોરોના ની સામાન્ય સારવાર લઇ રહ્યા છે. ધોરાજી સરકારી હોસ્પિટલમાં પહેલા ૮ સિનિયર ડોકટરો હતા. હાલમાં ચાર ડોક્ટરો છે પરંતુ એમ ડી તેમજ એમ.બી.બી.એસ ડોક્ટર ફુલટાઈમની જરૂર છે..
(તસવીર / અહેવાલ :- કૌશલ સોલંકી, ધોરાજી)

Related posts

જયેશ રાદડિયાએ સ્વ. બાબુભાઈ ચાવડાના પરિવારને ચેક આપ્યો

editor

વેરાવળમાં ટ્રાફિક સમસ્યાને લઈ વેપારીઓ અને રહેવાસીઓએ પોલીસ સ્ટેશનમાં અરજી કરી

aapnugujarat

એસ.શ્રીસંત ઉપર સ્પોટ ફિક્સિંગ માટે લાગેલો સાત વર્ષનો પ્રતિબંધ પૂર્ણ

editor

Leave a Comment

UA-96247877-1