Aapnu Gujarat
Uncategorized

વેરાવળમાં ટ્રાફિક સમસ્યાને લઈ વેપારીઓ અને રહેવાસીઓએ પોલીસ સ્ટેશનમાં અરજી કરી

વેરાવળ તપેશ્વર મંદિરનાં વેપારીઓ અને રહેવાસીઓ આજે ટ્રાફિક સમસ્યા અને રોડ પરની પેશકદમીને તથા ફુટપાત પરનાં દબાણોને લઈ વેરાવળ સીટી પોલીસ સ્ટેશનમા એક અરજી કરી છે, તેની જાણ વેરાવળ – પાટણ નગર સેવા સદન ને તથા જીલ્લા કલેકટર કચેરીને તથા જીલ્લા પોલીસ અધિકારી, ધારાસ્ભય જશાભાઈ બારડ તથા પ્રેસ પ્રતિનિધિઓને પણ કરવામાં આવેલ હતી. આ સમસ્યા વેરાવળ શહેરમાં મોટાભાગના ભીડભાડવાળા એરીયામાં છે છતાં તંત્ર આંખ આડા કાન કેમ કરે છે. ? તેવો સવાલ જનતામાં થાય છે.! રાહદારીઓ, વડીલ, બાળકોને સ્ત્રીઓ ત્રાહિમામ પોકારી ગઈ છે. તો શું આ સમસ્યાનો કાયમી ધોરણે હલ થાશે કે કેમ ? ફુટપાથો રાહદારી માટે ખુલ્લાં થશે કે કેમ ? ફુટપાથ સરકારો રાહદરી માટે બનાવ્યાં છે કે પેશકદમી માટે ? તંત્રનાં અધિકારીઓ આ બધું નરી આંખે જોવા છતાં કેમ કોઈ ઠોસ કદમ નથી ઉઠાવતા ? કાયદા કાગળ ઉપર ન રહે ને તેનો જનહીત માટે યોગ્ય ઉપયોગ થાય તેજ યોગ્ય કહેવાય ! તંત્ર જો કોઈ યોગ્ય કામ કરે તો આવી ફરીયાદો કરવાની લોકો ને જરૂરજ ન પડે ! રાજકારણી કે કોઈ ના દબાણમાં આવ્યાં વગર નિષ્પક્ષ કામ કરી તંત્ર પોતાની ફરજ બજાવે ને પોતાની કામગીરી પુરવાર કરે તો જનતાને ફરીયાદો કરવાની જરૂરજ ન પડે તેવું લાગતું નથી !
ચીલઝડપ, છેડછાડ, એકસીડન્ટને કારણે થતા ઝઘડાઓ રોકવા સરકારી કાયદાઓ કોઈની લાજ શરમ રાખ્યા વગર અમલ કરવો જ રહ્યો ! મોટાભાગનાં વ્યાપારી ઉપયોગી બિલ્ડીંગોમાં પાર્કિંગની સુવિધાઓ નથી ને મોટામોટા ઓટલાઓ રોડ પર દબાણ કરી બનાવવા છતાં વધારાનું દબાણ બીના રોક ટોક વેપારીઓ કરી લેવા છતાં તંત્ર નજરે દેખાતું હોવા છતા આંખ આડા કાન કેમ કરે છે ? સરકારી કાયદાઓ ચોપડા પર જ ન રહે ને તેનો કોઈ રાગ દ્વે। વગર જનહીત માટે ઉપયોગ કરી જનતાની સુખ સુવિધા જોવી તે તંત્ર ને તેના અધિકારીઓ ની ફરજ છે, ને તે સમયસર બજાવાય તો લોકોને ફરીયાદો કે અરજી કરવાની જરૂર ન પડે ! જે વેપારીઓ એ પેશકદમીને દબાણ કરેલ હોય છે, તે જનતાની હાલાકી જોવા છતાં પોતાનો સ્વાર્થ જોવે છે. તો શું વેરાવળ શહેરમાં આમ બદલાવ આવવો શકય છે ? વાતો કરે કાંઈ નહી થાય પહેલા પોતે બદલાવું પડશે તે વાત ને સ્વીકારવી જ રહી !
સરકારનાં દરેક ડિપાર્ટમેન્ટને પોતાની ફરજ સ્વેચ્છાએ કોઈ લોભ લાલચ કે લાજ શરમ વગર નિભાવી પોતાની કામગીરી પુરવાર કરવીની જરૂર છે ! ને જનતાએ પણ પોતાના પાડોશી ને વખતો વખત ઠકોર કરી રોકવાની જરૂર છે. મારે શું મારે શું માંથી બહાર આવીએ તો જ વેરાવળ શહેરમાં બદલાવ લાવો શકય બનશે ! જનતાની જાગૃતતા જ તંત્રની ઉંઘ ઉડાડી શકે છે !
વેરાવળનાં કહેવાતા રાજકીય આગેવાનો જાણવા છતાં આંખ આડા કાન કરતા ફરે છે ! ઉપરથી સરકારી અઘિકીરીને તેની ફરજ બજાવતા રોકે છે ! આગેવાની નિજી સ્વાર્થ માટે લીધી હોય તેવું દેખાતું હોય છે.!! પોતાના કામો એક ફોન કરી કરાવી લેતા આગેવાનો જનહીત ના કામ એક ફોન થી કેમ ન કરાવી શકે ? સાચો જન સેવક એજ જે જનહીનાં કામોમાં આગળ આવે ને કોઈ સગા સબંધી લાજ શરમ રાખ્યા વગર પોતાની ફરજ બજાવી જન સેવક સાબિત કરે.!!!
આજની જીવંત તસ્વીરો જોઈ કદાજ તંત્ર, આગેવાનો ને અધિકારીઓ કોઈ યોગ્ય કદમ ઉઠાવી વેરાવળ શહેરને એક સુઘડ ને સુંદર ને સુવ્યવસ્થીત સ્વરૂપ આપવા તત્પરતા દેખાડશે તેવી આશા જનતા રાખી રહી છે

તસ્વીર/અહેવાલ :- મહેન્દ્ર ટાંક (સોમનાથ)

Related posts

પીઠડીયા ગામમાં કૃષિ કાયદાનો જબરદસ્ત વિરોધ

editor

શું તમે રોજ એકના એક નાસ્તાથી કંટાળી ગયા છો, તો બનાવો સ્વાદિષ્ટ ખાંડવી

editor

रोहित शर्मा ने इंटरनेशनल करियर में पूरे किए 14000 रन

aapnugujarat

Leave a Comment

UA-96247877-1