Aapnu Gujarat
Uncategorized

પીઠડીયા ગામમાં કૃષિ કાયદાનો જબરદસ્ત વિરોધ

કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં ખેડૂત બિલો લાવવામાં આવ્યા હોય જે ખેડૂત વિરોધબહોય જેને લઈને દિલ્હીમાં ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે ત્યારે ખેડૂત સંઘર્ષ સમિતિ ગુજરાત દ્વારા ખેડૂત આંદોલનના સમર્થનમાં અને કૃષિ વિરોધી બિલ સામે ખેડૂત સંઘર્ષ સમિતિ દ્વારા જેતપબના પીઠડીયા ગામમાં સાઇકલ રેલી કાઢી ખેડૂત વિરોધી કાયદાનો વિરોધ કરવામાં આવ્યો હતો. ખેડૂત આગેવાનો દ્વારા સાઇકલ રેલી કાઢી વિરોધ કરવામાં આવ્યો હોય સાઈકલ ચલાવી પીઠડીયા ગામમાં પત્રિકાઓ આપી ખેડૂતોને કાયદાની સમજણ આપી હતી. ખેડૂત નેતા ચેતન ગઢિયાએ જણાવ્યું હતું કે.કિસાન વિરોધી કાયદા નાબુદ કરવા તેમજ દિલ્હીમાં ચાલતા કિસાન આંદોલનને સમર્થન કરવા કેન્દ્ર સરકારની કિસાન વિરોધી નીતિ સામે આ રીતે ગામડે ગામડે પ્રદર્શન કરવામાં છે. કંપનીઓ ખેડૂતોની સેવા કરવા આવતી હોય તો કાયદો બનાવવાની ક્યાં જરૂર છે. કાયદો બનાવ્યા વગર પણ થઈ શકે નવા નવા સંશોધન કરી ઉંચી જાતના બિયારણ, ઉચ્ચ ગુણવત્તાનું ખાતર કે જંતુનાશક દવા ખેડૂતોને રાહત દરે સેવા કરી શકાય, પાક વીમા કંપનીઓ ખેતીમાં વીમો લેતી થઈ આ કંપનીઓએ ખેડૂતોના હકના પાક વીમાના પૈસા ખાઈ ગઈ અને સરકાર બેઠી રહી અને છેલ્લે નુકસાન સહન કરવાનું ખેડૂતોના ભાગે જ આવ્યું, આવું નહીં થાય એની બાંહેધરી વડાપ્રધાન પોતે આપે તો પણ ખેડુતોને વિશ્વાસ નહીં આવે કેમકે પાક વીમાં યોજના વખતે વડાપ્રધાન ખુદે બાંહેધરી આપી હતી તેમ છતાં પાક વીમા કંપનીઓ માલામાલ થઈ અને ખેડૂતોએ જ નુકસાન ભોગવવાનો વારો છે તેવું ખેડૂત નેતા પાલ આંબલિયાએ મંતવ્ય આપ્યું હતું.


(વિડિયો / અહેવાલ :- જયેશ સરવૈયા, જેતપુર)
(તસવીર :- રાજન ભખોત્રા, જેતપુર)

Related posts

ઉનાના સમુદ્ર કિનારે મોટાપાયે ચાલતું રેતી ચોરીનું કૌભાંડ

aapnugujarat

શાપર વેરાવળ ઔદ્યોગિક વિસ્તાર આસપાસના ગામોની રૂ. ૪૩૦ કરોડના ખર્ચે પીવાના પાણીની યોજના બનાવવાનો નિર્ણય

aapnugujarat

ભાવનગર-અમદાવાદ હાઇવે પર અકસ્માત : ૧૯નાં મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1