Aapnu Gujarat
Uncategorized

ભાવનગર-અમદાવાદ હાઇવે પર અકસ્માત : ૧૯નાં મોત

ગુજરાતમાં ભાવનગર-અમદાવાદ હાઇવે પર આજે વહેલી સવારે થયેલા એક ગમખ્વાર અકસ્માતમાં ઓછામાં ઓછા ૧૯ લોકોના મોત થયા હતા અને સાત લોકો ઘાયલ થયા હતા. ઘાયલ થયેલા સાત લોકો પૈકી કેટલાકની હાલત ગંભીર જણાવવામાં આવી છે. બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે તરત જ હાથ ધરવામાં આવી હતી. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કાળમુખા વધુ એક ટ્રકે મોતનુ તાંડવ સર્જયુ હતુ. જેમાં ૧૯ શ્રમજીવી લોકોના મોત થયા હતા. વહેલી સવારે આ અકસ્માત થયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદ-વડોદરા તરફ જતી એક સિમેન્ટ ભરેલી ટ્રક એકાએક પલટી ખાઇ ગઇ હતી જેના કારણે ભારે અફડાતફડી મચી ગઇ હતી. ટ્રક્‌ પલટી ખાઇ જતા તળાજાના સરતાનપર ગામના શ્રમજીવી લોકો દટાઇ ગયા હતા.બનાવની જાણ થયા બાદ તરફ જ પોલીસ અધિકારીઓ તેમના કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સાથે સાથે બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી. અકસ્માત એટલે ગંભીર હતો કે ૧૮ લોકોના મોત ઘટનાસ્થળે જ થઇ ગયા હતા. જ્યારે અન્ય એક વ્યક્તિનુ મોત હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયુ હતુ. અકસ્માતમાં ઘાયલ થયેલા સાત લોકોને સારવાર માટે ભાવનગરમાં સર ટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સરતાનપર ગામની મજુરોની ટુકડી આમાં શિકાર થઇ છે. પોલીસ અને ૧૦૮ સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. મૃત્યુ પામેલા તમામ લોકો તળાજાના હોવાના હેવાલ મળ્યા છે. મૃત્યુ પામેલાઓમાં બાળકોનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત મોટી વયના લોકો અને મહિલાઓનો પણ સમાવેશ થાય છે. જાણકારી મુજબ ધોલેરા-ભાવનગર રોડ પર સ્થિત ભાવળિયારી ગામ નજીક રાત્રે અઢી વાગેની આસપાસ આ બનાવ બન્યો હતો. ટ્રક્‌ વડોદરા તરફ જઇ રહી હતી. મૃત્યુ પામેલા તમામ લોકો ટ્રકમાં મુસાફરી કરી રહ્યા હતા. આ લોકો મહુલાના સરતાનપર ગામના મજુરો હતા. અકસ્માત થયો ત્યારે ટ્રકમાં આશરે ૩૦ મજુરો હોવાની માહિતી મળી છે. મૃત્યુ પામેલા લોકો મોટા ભાગે એક એક પરિવારના સભ્યો હોવાની વિગત મળી છે. ગમખ્વાર અકસ્માત ટ્રકની વધારે ગતિના કારણે થયો કે પછી ડ્રાઇવરે કાબુ ગુમાવી દેવાના કારણે થયો તેમાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસના આદેશ પણ કરવામાં આવ્યા છે. ગુજરાત સરકારે બનાવ અંગે દુખની લાગણી વ્યક્ત કરી છે. અકસ્માત અંગે જાણ થતા આસપાસના લોકો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ સ્થાનિક લોકોએ બચાવ અને રાહત કામગીરીમાં તંત્રની મદદ કરી હતી. તાજેતરના સમયનો આ સૌથી મોટો માર્ગ અકસ્માત છે. બનાવ બન્યા બાદ વહીવટીતંત્રના અધિકારીઓએ રસ્તા પર થોડાક સમય માટે નાકાબંધી કરી હતી. પોલીસે મૃત્યુ પામેલા લોકોની ઓળખ વિધી શરૂ કરી હતી. સવાર સુધીમાં તમામ લોકોની ઓળખ કરી લેવામાં આવી હતી.
એક સાથે ૧૯ લોકોના મોત થયા તળાજામાં આઘાતનુ મોજુ ફરી વળ્યુ હતુ. સિમેન્ટની બોરીઓ ટ્રક પલટી ખાઇ જતા હાઇવે પર વિખેરાઇ ગઇ હતી. જેથી અન્ય વાહનોની લાઇન પણ લાગી ગઇ હતી. અકસ્માતમાં મૃત્યુ પામેલાઓમાં ૧૨ મહિલઅને ત્રણ બાળકોનો સમાવેશ થાય છે. સાંકડા રસ્તા ઉપર આ દુર્ઘટના થઈ હતી. ટ્રકમાં ક્ષમતા કરતા વધારે સિમેન્ટની બોરીઓ હોવાના કારણે પણ દુર્ઘટના થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. ભોગ બનેલા તમામ લોકો મહુવા ક્રોસ રોડથી મોડી રાત્રે ૧૧.૩૦ વાગ્યે ટ્રકમાં બેઠા હતા. ટ્રકમાં બેઠેલા લોકો સાણંદના ખેતરોમાં કામ કરવા જઈ રહ્યા હતા જ્યાં અકસ્માત સર્જાયો ત્યાં હાલમાં એક નાનકડા પુલનું નિર્માણકામ પણ ચાલી રહ્યું હતું. પોલીસના કહેવા મુજબ દુર્ઘટના બાદ ફરાર થયેલા ટ્રક ડ્રાઈવરને શોધી કાઢવા માટેના પ્રયાસો ચાલી રહ્યા છે. ફરાર થયેલા ટ્રક ડ્રાઈવરને મજુરોએ સાણંદ જવા માટે ૧૨૦૦ રૂપિયા આપ્યા હતા. પોલીસે ટ્રકને જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે. ફરાર થયેલા ડ્રાઈવરની ધરપકડ થયા બાદ જ વધુ માહિતી મળી શકશે.

Related posts

શ્રી સોમનાથ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ફાયર સેફટી એક્સ્ટીંગ્યુશન અને લાઇવ ડેમો  તાલીમ યોજવામાં આવેેલ

aapnugujarat

ધોરાજીમાં ડૉ. બાબાસાહેબને શ્રદ્ધા સુમન અર્પણ કરાયા

editor

રાવલ ડેમથી દીવ પહોંચતા પાણીની બેફામ ચોરી

editor

Leave a Comment

UA-96247877-1