Aapnu Gujarat
Uncategorized

રાવલ ડેમથી દીવ પહોંચતા પાણીની બેફામ ચોરી

પીવાના પાણી માટે દીવને ગુજરાત ઉપર નિર્ભર રહેવું પડે છે. આ માટે દીવ પ્રશાસને ઉના તાલુકાના ચીખલકુબા ગામે આવેલ રાવલ ડેમમાંથી દીવને પીવાનું પુરતુ પાણી મળી રહે તેવું આયોજન કરેલું છે. દીવ પ્રશાસન દ્વારા દીવની જનતાને પીવા માટે શુદ્ધ પાણી મળી રહે એ માટે સરકારે પ્રાઇવેટ પોતાની માલિકીની પાઇપલાઇન નાંખેલ છે. અહેમદપુર માંડવી ચેકપોસ્ટ ઉપર આવેલ મેજિક કોડો માર બીચ રિસોર્ટના મેનેજર, તેમજ નલિયા માંડવી ગામના અન્ય લોકો દ્વારા દીવ માલિકીની પાઇપલાઇન તોડી અને પાણીની ચોરી કરવાનો બનાવ સામે આવ્યો છે. આમ તો આ પાણી ચોરીની ઘટના ઘણાં સમય પહેલાથી જ ચાલી રહેલ છે વારંવાર સામાજિક આગેવાનો દ્વારા પ્રશાસનનું આ બાબતે ધ્યાન પણ દોરવામાં આવ્યું છે પરંતુ પરિસ્થિતિ હાલ હજુ એમને એમ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાંથી પસાર થતી આ પાઇપલાઇનમાં અહેમદપુર માંડવી ચેકપોસ્ટ નજીક આવેલ મેજિક કોડો માર બિચ રિસોર્ટ ના મેનેજર શ્રવણસિંહ રાઠોડ રામસી લાખણોત્રા તેમજ નલિયા માંડવીના મહેમુદ શુમરા ઈકબાલ સુમરા ઇકબલ ઉસ્માન પાડો કુલ ૬ સહિત અન્ય સામાજિક શખ્સો દ્વારા પસાર થતી પાણીની લાઇનમાં ત્રણ ઇંનો હોલ કરી ડામર રોડ તોડી બેધડક પાણીની ચોરી કરી રહ્યા છે વધુમાં આસપાસના ગામ લોકોને પૈસા લઈને ગેરકાયદેસર કનેક્શન પણ આપી રહ્યા છે. આ બાબતે ગીર સોમનાથ સિંચાઇ વિભાગ દ્વારા તાત્કાલિક પગલાં ભરવામાં નહીં આવે અને આવા બેફામ બનેલા પાણીમાં ક્યાં હોને તત્કાલ ડામી દેવામાં નહીં આવે તો દીવમાં પહોંચી રહેલ પાણીનો ફોર્સ ઘટી જશે અને દીવને જરૂરિયાત મુજબનું પાણી મળવામાં મુશ્કેલી ઉભી થશે.
અ ત્રે ઉલ્લેખનીય છે કે રાવલ ડેમથી દીવ સુધીની પાણીની પાઈપલાઈન દીવ તંત્ર દ્વારા પોતાના ખર્ચે નાંખવામાં આવેલી હોય તેમ જ રાવલ ડેમમાંથી આવતા પાણીની રકમ દીવ તંત્ર દ્વારા ગીર સોમનાથ સિંચાઇ વિભાગને કરાવવામાં આવે છે. દીવ તંત્ર દ્વારા રાવલ ડેમમાંથી આવતા પાણી માટે મીટર મુકાયેલ હોય જેથી દીવમાં પહોંચતા પાણીેની રકમ ગીર સોમનાથ સિંચાઈ વિભાગની મીટર મુજબ ચુકવણી કરવામાં આવે છે અને દીવ પ્રશાસન દીવવાસીઓ પાસેથી ઘરે-ઘરે મુકવામાં આવેલ મીટર મુજબ પૈસા વસુલે છે પરંતુ આવા અસામાજીક બેફામ બનેલા તત્વોથી ગુજરાત સિંચાઈ વિભાગની મસમોટી ખોટ સહન કરવાનો વારો આવશે અને ભવિષ્યમાં દીવની પૂરતા ફોર્સથી પાણી નહીં મળવાની સમસ્યા ઉભી થશે તેથી દીવ પ્રશાસન તેમજ ગુજરાત સિંચાઈ વિભાગ બન્નેએ સાથે મળી થઇ રહેલ પાણી ચોરી રોકવી જોઈએ તેવી લોકો માંગ ઉઠવા પામી છે.
(તસવીર / અહેવાલ :- મહેન્દ્ર ટાંક, સોમનાથ)

Related posts

આલિયા સાથે કોઇ મતભેદ હોવાનો જેક્લીનનો ઇનકાર

aapnugujarat

राजकोट महिला एएसआई-कॉन्स्टेबल आत्महत्या केस में चार फायरिंग की बात

aapnugujarat

આગના ચાર બનાવોમાં ૧૫ લાખ લિટર પાણીનો વપરાશ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1