Aapnu Gujarat
તાજા સમાચારરમતગમત

આઈપીએલ : આવતીકાલે પંજાબ-ચૈન્નઈ વચ્ચે રોમાંચક મુકાબલો

ઇન્ડિયન પ્રિમિયર લીગ-૧૧ આવતીકાલે કિંગ્સ ઇલેવન પંજાબ અને ચેન્નાઈ સુપર વચ્ચે રોમાંચક જંગ ખેલાનાર છે. પંજાબની ટીમે શરૂઆતની મેચોમાં જોરદાર દેખાવ કર્યા બાદ તેની હાર થઇ રહી છે. પ્લે ઓફમાં પ્રવેશ કરવા માટે તેની સામે પણ પણ પડકાર છે. અશ્વિનના નેતૃત્વમાં પંજાબની ટીમ હાલમાં પોઇન્ટ ટેબલમાં પાછળ રહી ગઇ છે. કિંગ્સ ઇલેવન પંજાબની ટીમના પ્લે ઓફમાં પ્રવેશ કરવાની તક પણ હવે ઘટી ગઇ છે. તેને આશા જીવંત રાખવા માટે આજની મેચ જીતવી પડશે. તેના હારમાં ૧૩ મેચોમાં છ જીત સાથે ૧૨ પોઇન્ટ છે. આરસીબી અને મુંબઇની ટીમ પણ તેના કરતા આગળ નિકળી ગઇ છે. જેથી તેની તક હવે ઘટી ગઇ છે. ચેન્નાઇની ટીમ તો પહેલાથી જ પ્લે ઓફમાં પહોંચી ગઇ છે. મેચને લઇને તૈયારીઓ કરી લેવાઇ છે. ચેન્નાઈ સુપરની મેચો ચેન્નાઇના બદલે પુણેમાં ખસેડી લેવામાં આવી હતી. કાવેરી જળ વિવાદને લઇને તમિળનાડુમાં હિંસાના લીધે ચેન્નાઈની મેચો પુણેમાં રમાઇ હતી. આઇપીએલની લીગ તબક્કાની મેચો આ મેચની સાથે જ આવતીકાલે પૂર્ણ થશે. ત્યારબાદ પ્લે ઓફનો દોર શરૂ થશે. ં મહેન્દ્રસિંહ ધોનીના ચાહકો મેચને જોવા માટે ઉત્સુક બનેલા છે.

Related posts

મક્કા મસ્જિદ કેસમાં NIA પર કોંગ્રેસ-ઓવૈસીના પ્રહાર

aapnugujarat

ઓસ્ટ્રેલિયન ઓપનમાં મોટો અપસેટ : જોકોવિક પરાજિત

aapnugujarat

સબરીમાલા વિવાદ : બંધ દરમિયાન હિંસાથી સ્થિતિ વણસી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1