Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કર્ણાટકમાં વિશ્વાસ મત પૂર્વે મુખ્યમંત્રી તરીકે યેદીનું રાજીનામું

કર્ણાટકના નવા મુખ્યમંત્રી બનેલા યેદીયુરપ્પાના નેતૃત્વમાં ભાજપ સરકાર વિશ્વાસ મતની અડચણોથી પહેલા જ હાર માનીને પીછેહઠ કરી ગઈ હતી. યેદીયુરપ્પાએ એક ભાવનાશીલ ભાષણ આપ્યા બાદ વિશ્વાસ પ્રસ્તાવ પર વોટીંગ પહેલા જ રાજીનામું આપી દીધું હતું. પોતાના ભાષણમાં યેદીયુરપ્પાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકની ખૂબ જ મદદ કરી છે. પોતાના ભાષણમાં યેદીયુરપ્પાએ કહ્યું હતું કે કદાચ પહેલા વખત કોઈ વડાપ્રધાને મુખ્યમંત્રી પદના ઉમેદવાર નક્કી કર્યા હતા. ૧૫મી મેના દિવસે મતગણતરી થયા બાદ અને પરિણામ જાહેર થયા બાદથી કર્ણાટકની રાજકીય ગરમીને લઈને દેશમાં જોરદાર રાજકીય ગરમી જામી હતી. યેદીયુરપ્પાના રાજીનામા બાદ હવે કોંગ્રેસ-જેડીએસના પોસ્ટ પોલ એલાયન્સ માટે રસ્તો સાફ થઈ ગયો છે.
જેડીએસના કુમારસ્વામી કર્ણાટકના આગામી મુખ્યમંત્રી બનવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. રાજીનામું આપતા પહેલા ગૃહના ફ્લોર ઉપર યેદીયુરપ્પાએ ભાવનાશીલ નિવેદન કર્યું હતું. નવા ચૂંટાયેલા ગૃહમાં ભાજપની સામે પુરતી સંખ્યાના સભ્યો ન હતા. મુખ્યમંત્રી તરીકે તેઓ રાજીનામું આપવા જઈ રહ્યા છે તેમ કહેતા યેદીયુરપ્પાએ કહ્યું હતું કે તેઓ રાજભવન જશે અને રાજીનામું સુપરત કરશે. યેદીયુરપ્પાએ એમ પણ કહ્યું હતું કે તેઓ સમગ્ર કર્ણાટકમાં ફરશે અને લોકોનો વિશ્વાસ જીતવા માટે પ્રયાસ કરશે. તેમણે એમ પણ કહ્યું હતું કે અમને રાજ્યભરમાં જોરદાર પ્રેમ મળ્યો હતો. ૨૦૧૯ માટેની વાત કરતા તેમણે કહ્યું હતું કે અમે લોકસભાની તમામ ૨૮ બેઠકો પૈકી ૨૮ બેઠકો જીતીશું. તેઓ કર્ણાટકના લોકો માટે હંમેશા લડત ચલાવતા રહેશે. પોતાના ભાષણમાં વિધાનસભામાં યેદીયુરપ્પાએ આ મુજબની વાત કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે દેશમાં ઈમાનદાર નેતાઓની જરૂર દેખાઈ રહી છે. અત્રે નોંધનિય છે કે કર્ણાટકમાં ૨૨૪ સભ્યોની વિધાનસભામાં ૨૨૨ સીટ પર ચૂંટણી થઈ હતી. આમાંથી જેડીએસના નેતા કુમારસ્વામી બે સીટ ઉપર જીતી ગયા હતા. આ દ્રષ્ટીથી બહુમત ૨૨૧ સીટ પૈકી ૧૧૧ ઉપર રાખવામાં આવ્યો હતો. ભાજપની પાસે ૧૦૪ સભ્યો હતા. જ્યારે પોસ્ટ પોલ એલાયન્સનો દાવો કરી ચુકેલા કોંગ્રેસ અને જેડીએસ અને અન્ય એક ધારાસભ્ય મળીને ૧૧૮ સભ્યો થઈ રહ્યા હતા. કર્ણાટકમાં આ હાઈપ્રોફાઈલ મામલો સુપ્રિમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. રાજ્યપાલે જ્યારે સૌથી મોટી પાર્ટી તરીકે ભાજપને સરકાર બનાવવા માટે બોલાવી ત્યારે કોંગ્રેસ અને જેડીએસએ શપથને રોકવા માટે સુપ્રિમ કોર્ટમાં રજુઆત કરી હતી. સુપ્રિમ કોર્ટે શપથ ગ્રહણને રોકવા માટે ઈનકાર કરી દીધો હતો પરંતુ બહુમત સાબિત કરવા માટે ૧૪ દિવસની અવધિને ઘટાડીને માત્ર એક દિવસ કરી દીધી હતી. સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ આજે સાંજે ચાર વાગ્યા સુધી યેદીયુરપ્પાને બહુમતી સાબિત કરવા માટે કહેવામાં આવ્યું હતું. યેદીયુરપ્પાએ આજે નિવેદન કરતા એમ પણ કહ્યું હતું કે ભાજપે આ વખતે ઓપરેશન લોટસ પણ હાથ ધર્યું ન હતું. બીજી બાજુ બહુમતીના આંકડા ઉભા કરવા માટે કોઈ ગંભીરતાપૂર્વક પ્રયાસ હાથ ધરવામાં આવ્યા ન હતા. યેદીયુરપ્પાના રાજીનામા સાથે કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનની સરકારનો માર્ગ મોકળો બન્યો છે. યેદીયુરપ્પાએ એમ પણ કહ્યું હતું કે અમે રાજ્યમાં ફરી એકવાર જીતીને આવીશું અને પ્રચંડ બહુમતી સાથે જીતીશું. કોંગ્રેસની ચાલના કારણે રાજ્ય પછાત રહ્યું છે. પોતાનું રાજીનામું આપતા તેઓ કહેવા માંગે છે કે તેઓ છેલ્લે સુધી કર્ણાટકના લોકોની સેવામાં રહેશે. ભાજપ સરકારે એક દિવસના ગાળામાં જ ખેડૂતોના દેવા માંફીનો નિર્ણય કર્યો હતો. છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યમાં કોઈ મોટી વિકાસ કામગીરી હાથ ધરવામાં આવી ન હતી. કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધન તકવાદી હોવાની વાત કરતા તેમણે કહ્યું હતું કે અમે આગામી ચૂંટણીની તૈયારીમાં લાગીશું. લોકો ન્યાય માટે રજુઆત કરી રહ્યા હતા. સમગ્ર પ્રચાર દરમિયાન અમે ગરીબ લોકો અને ખેડૂતોને મળ્યા હતા.

Related posts

કર્ણાટકમાં કુમારસ્વામીની આવતીકાલે મુખ્યમંત્રી તરીકે તાજપોશીે

aapnugujarat

નદવી ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડમાંથી આઉટ

aapnugujarat

NCP के दो बड़े नेता शिवसेना में शामिल

aapnugujarat

Leave a Comment

UA-96247877-1