Aapnu Gujarat
Uncategorized

યુક્રેનમાંથી પરત આવવા માંગતા સુરેન્દ્રનગર જિલ્લાના વ્યક્તિઓ માટે કંટ્રોલ રૂમની વ્યવસ્થા

યુક્રેન અને રશિયા વચ્ચે યુધ્ધ જેવી પરિસ્થિતિ ઉપસ્થિત થયેલ છે..ત્યારે પરિસ્થિતિને ધ્યાને લેતા

સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર દ્વારા યુક્રેનમાં અભ્યાસ અર્થે અન્ય કામગીરી સબબ ગયેલ સુરેન્દ્રનગર જિલ્લાના વ્યક્તિઓ પરત આવવા માંગતા હોઈ અથવા તેઓ અન્ય પરિસ્થિતિમાં ફસાયેલા હોઈ તો તેવા વ્યક્તિઓની વિગત જિલ્લા કલેકટર કચેરીનાં કન્ટ્રોલ રૂમના  ટેલીફોન નંબર: (૦૨૭૫૨)૨૮૩૪૦૦, ૨૮૫૩૦૦, ૨૮૪૩૦૦ ઉપર સંપર્ક સાધી પોતાના નામ સરનામા અને મોબાઇલ નંબર સાથેની વિગતો આપવા જણાવવામાં આવ્યું છે. તેમજ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા મહેન્દ્ર બગડીયા સાહેબ દ્વારા પોલીસની ટીમ બનાવીને જન હીત માટે યુક્રેનના ફસાયેલા સુરેન્દ્રનગર જિલ્લાના લોકો માટે જિલ્લા કલેકટર કે.સી સંપત સાહેબ દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે

તેમજ 02752, 283400,285300,284300 સાથે પોલીસ કન્ટ્રોલ નંબર 100 આ નંબર પર સંપર્ક કરી જાણકારી આપવા અપીલ કરવામાં આવી છે તમામ ફસાયેલા વિદ્યાર્થીઓ માટે જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયા સાહેબ સતત એર્લટ રહી વિદ્યાથીઓના પરીવાર સાથે સંપર્કમાં રહી કાર્યવાહી કરી રહ્યા છે.

Related posts

खिलाड़ियों के लिए कैम्प लगाने की सोच रही है BCCI

editor

રાજકોટની જીવાદોરી સમાન આજી ડેમ ઓવરફ્લો, મુખ્યમંત્રીએ કર્યાં નવા નીરના વધામણા

editor

સિંહ મોત પ્રકરણ : ઉચ્ચસ્તરીય કેન્દ્રીય ટુકડી પણ પહોંચી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1